સવાલ લખી મોકલનારઃ યોગેશ પટેલ, અમદાવાદ
વેકેશનમાં ટુર પરથી પરત આવ્યા પછી ખાસ કામ લાગે એવો સવાલ! પિકાસા એક ખરેખર અદભુત પ્રોગ્રામ છે. સામાન્ય રીતે આપણે ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા પછી તેમને જેમના તેમ સેવ કરી લેતા હોઈએ છીએ, પણ જો આપણી ફોટોગ્રાફી પર માસ્ટરી ન હોય અને આપણે લીધેલા ફોટોગ્રાફ્સ બધી રીતે પરફેક્ટ ન હોય તો પિકાસા જેવા પ્રોગ્રામની મદદથી તેે સરસ રીતે અને સહેલાઈથી ટચઅપ કરી શકીએ છીએ.