ગયા મહિને, ચૂંટણી ઉપરાંત મલેશિયાનું પ્લેન ગાયબ થવાનો મુદ્દો અખબારોમાં છવાયેલો રહ્યો. ગૂગલ ન્યૂઝ પર પણ આ સમાચારનો શેરબજારની જેમ ઉપર-નીચે થતો ટ્રેન્ડ જોવા મળ્યો. શરૂઆતના દિવસોમાં દુનિયાભરનાં અખબારોમાં આ સમાચાર છવાયેલા રહ્યા, દિવસો વીતતાં સૌનો રસ ઓછો થયો અને પ્લેન તૂટી પડ્યું હોવાની જાહેરાત સાથે ફરી તેમાં ઉછાળો આવ્યો!