આપણને માનવી ગમે નહીં એવી હકીકત એ છે કે ઇન્ટરનેટનો સમાજના ભલા માટે જેટલો ઉપયોગ થઈ શકે છે, એના કરતાં ઘણો વધુ ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થાય છે. એક જમાનામાં પોતાની પ્રોગ્રામિંગ સ્કિલ્સ ટેસ્ટ કરવા માટે આતુર યુવાનો વાઇરસ પ્રોગ્રામ તૈયાર કરતા હતા પણ એ વાત હવે વાસ્તવિક દુનિયાને બિલકુલ સમાંતર ડિજિટલ કરન્સી સાથે ઓર્ગેનાઇઝ્ડ સાયબરક્રાઇમથી સતત વિસ્તરતા ‘ડીપ વેબ’ સુધી પહોંચી ગઈ છે.