ગયા મહિને, આંધ્ર પ્રદેશ સરકારે એક અનોખી પહેલ કરી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નહીં, પણ ‘સીઇઓ’ તરીકેની પોતાની છાપ જાળવી રાખવા માટે મથતા ચંદ્રબાબુ નાયડુના મંત્રીમંડળની ગયા મહિને એક બેઠક મળી ત્યારે તેમાં મુદ્દાઓ તો બીજી સામાન્ય બેઠકો જેવા જ ચર્ચાયા પણ આ બેઠકમાં ફેર એ હતો કે આ કેબિનેટ મીટિંગ ‘ઇ-કેબિનેટ’ હતી! મુખ્યમંત્રી પોતે અને તેમના બધા મંત્રીઓ આ બેઠકમાં ફાઇલ્સના ઢગલાને બદલે માત્ર આઇપેડ લઈને સામેલ થયા!ભારતના કોઈ રાજ્યમાં આ રીતે ઓલમોસ્ટ પેપરલેસ કેબિનેટ મીટિંગ યોજાઈ હોય એવું આ પહેલી વાર બન્યું.