"વેબએડ્રેસમાં જે જુદા જુદા અક્ષરો-શબ્દો કે ચિહ્નો હોય છે એ શું હોય છે?’’ સવાલ મોકલનારઃ રમણિકભાઈ દવે, સુરત આપણે ‘સાયબરસફર’ની વેબસાઇટના એક પેજનું વેબએડ્રેસ લઈને આ સવાલનો જવાબ મેળવીએ. http://cybersafar.com/index.php/cybersafar/computer આપણે સૌ એ તો બરાબર જાણી છીએ કે...
આઇટી ક્ષેત્રે કારકિર્દી માટે બહુ જાણીતું અને છતાં એટલી જ ગેરસમજો ધરાવતું એક ક્ષેત્ર છે આઉટસોર્સિંગનું. મેળવીએ આ ક્ષેત્ર વિશેની જાણકારી. એકમેકને પૂરક એવા સંજોગોને લીધે ભારતમાં આઉટસોર્સિંગ ઉદ્યોગના પાયા નખાયા. એ પછીના દોઢ દાયકામાં આ ઉદ્યોગ ભારતીય યુવાનોની ક્ષમતાઓ, અને...
હમણાં ગૂગલના સહસ્થાપક અને ગૂગલના આઇડિયાઝ વિભાગના ડિરેક્ટરે સાથે મળીને લખેલું એક પુસ્તક વાંચું છું : ધ ન્યૂ ડિજિટલ એજ. બંને લેખકોએ ઇન્ટરનેટથી સારી અને નરસી બંને રીતે આપણું જીવન કેવું બદલાઈ રહ્યું છે એની ઊંડાણથી ચર્ચા કરી છે. આ જ વાત, આ અંકની કવરસ્ટોરીના સંદર્ભે જોઈએ...
ગૂગલના સહસ્થાપક એરિક સ્મિટ અને ગૂગલના આઇડિયા વિભાગના ડિરેક્ટર જેર્ડ કોહેને સાથે મળીને એક પુસ્તક લખ્યું છે : ધ ન્યૂ ડિજિટલ એજ. આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી નીચે કેટલાક અંશો આપ્યા છે : ઇન્ટરનેટ એ માણસે બનાવેલી બહુ થોડી વસ્તુઓમાંની એક છે, જેને માણસ પોતે બરાબર સમજી શક્યો...
ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી સહેલી અને સગવડદાયક બની રહી છે તેની સાથોસાથ લોકોના સારા અને નરસા અનુભવો પણ વધી રહ્યા છે. ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી સહેલી અને સગવડદાયક બની રહી છે તેની સાથોસાથ લોકોના સારા અને નરસા અનુભવો પણ વધી રહ્યા છે. ગયા મહિને ઓનલાઇન શોપિંગ અંગેના લેખના...
‘સાયબરસફર’નો નવેમ્બર ૨૦૧૪ અંક વાંચીને મને સંખ્યાબંધ ચીજવસ્તુઓની ઓનલાઇન ખરીદી કરવાનું પ્રોત્સાહન મળ્યું. ખાસ કરીને ‘કમ્પેર બાય હટકે’ એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરીને હું એમેઝોન પરથી વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદી કરી શક્યો. મેં પત્નીને જન્મદિવસની ભેટ તરીકે એન્ડ્રોઇડ વન...
આમ તો પુસ્તકો ખરીદવા માટે અમે ઘણા સમયથી ઓનલાઇન શોપ્સમાંથી ખરીદી કરતા હતા. કેમ કે પુસ્તકો પર આટલું જંગી ડિસ્કાઉન્ટ અત્યાર સુધી બીજે ક્યાંયથી મળ્યું નહોતું. ફ્લિપકાર્ટ ઉપરાંત વન બાય વન હોમશોપ૧૮, ઇન્ફિબીમ, ઇન્ડિયાપ્લાઝા, એમેઝોન વગેરે ઘણી સાઇટ્સ પરથી પુસ્તકો ખરીદવાનો...
ગૂગલે દુનિયાને જીમેઇલની ભેટ આપી એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. ગૂગલ કહે છે કે જ્યારે જીમેઇલનો જન્મ થયો ત્યારે સમય જુદો હતો. ત્યારે વાત લગભગ પીસી પૂરતી સીમિત હતી. હવે લોકો જુદાં જુદાં પ્લેટફોર્મ અને જુદાં જુદાં સાધનોમાં ઈ-મેઇલ એક્સેસ કરે છે અને લોકોની કામ કરવાની રીત પણ...
શીર્ષક વાંચીને ગૂંચવાયા? બજારમાં તો અત્યારે જ નોકિયા લુમિયા નામનાં ટેબલેટ મળે છે, તો શીર્ષકમાં ‘આવે છે’ કેમ લખ્યું? જવાબ એ છે કે અત્યારે બજારમાં વેચાતાં નોકિયા ટેબલેટ ટેકનિકલી માઇક્રોસોફ્ટ કંપનીનાં છે કેમ કે મૂળ ફિનલેન્ડની કંપની નોકિયાએ માંડ સાત મહિના પહેલાં પોતાનો...
૧૯૯૪માં જ્યારે યાહૂની શરૂઆત થઈ ત્યારે તેનું નામ હતું ‘જેરી એન્ડ ડેવિડ્ઝ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’. પછી તેનું નામ થયું, ‘યટ અનધર હાયરાર્કિકલ ઓફિસિયસ ઓરેકલ’ જેનું શોર્ટફોર્મ એટલે યાહૂ! યાહૂની શરૂઆત એક પ્રકારની વેબ ડિરેક્ટરી તરીકે થઈ હતી. જોકે હવે ઇન્ટરનેટ એટલું વિશાળ...
ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા આ મહિને એટલે કે ડિસેમ્બર ૨૦૧૪માં ૩૦.૨ કરોડ થઈ જવાની શક્યતા છે. ઇન્ટરનટે એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને માર્કેટ રિસર્ચ કંપની આઇએમઆરબી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુલ ૬૦ કરોડ યુઝર્સ સાથે ચીન વિશ્વમાં સૌથી આગળ...
દસ વર્ષથી, મોઝિલા ફાયરફોક્સમાં ડીફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલનો દબદબો હતો, પરંતુ ગયા મહિને, ફાયરફોક્સ આવતાં પાંચ વર્ષ માટે ગૂગલને ખસેડીને યાહૂને પોતાનું ડીફોલ્ટ સર્ચ એન્જિન બનાવવાનો નિર્ણય કર્યો. ફાયરફોક્સ કહે છે કે "નવા વિચાર અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે આ...
પાસવર્ડ મજબૂત હોવા જોઈએ એ આપણે બધા જાણીએ છીએ, પણ પાસવર્ડ પસંદ કરવાની વાત આવે ત્યારે ઘણા ખરા લોકો આ મુદ્દો ભૂલી જાય છે. તમે દુનિયાના બહુમતી લોકો સાથે છો કે નહીં, તે અહીં જાણી લો!આપણે વારંવાર અખબારમાં સમાચાર વાંચતા રહીએ છીએ કે યાહૂ, ફેસબુક, જીમેઇલ વગેરેના પાસવર્ડ લીક...
મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો આ સૌથી સાદો, છતાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે. ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરો આ અત્યાર સુધીની સૌથી સલામત પદ્ધતિ છે. ‘સાયબરસફર’ના મે ૨૦૧૩ અંકમાં આપણે તેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજ આપેલી છે. શંકાસ્પદ ઈ-મેઇલ ઓપન ન કરો વિષયમાં...
કોલેજમાં અભ્યાસ કરતા પોતાના સંતાનને સ્માર્ટફોન અપાવતાં મા-બાપ ખચકાય છે. અભ્યાસ પર વિપરિત અસર થવાનો ડર સ્વાભાવિક છે, પણ આ જ સ્માર્ટફોન વિદ્યાર્થીઓને ઘણો મદદરૂપ પણ થઈ શકે છે. ઘાસની ગંજીમાં સોય શોધવી સહેલી, પણ સ્માર્ટફોન માટે એપ સ્ટોરમાંથી સારી એપ શોધી મુશ્કેલ - વાતમાં...
તમારા મોબાઇલમાં પેન ડ્રાઇવથી સ્ટોરેજ કેપેસિટી વધારવા માગતા હો કે પછી મોબાઇલ/ટેબલેટ સાથે કી-બોર્ડ, માઉસ વગેરે કનેક્ટ કરવા માગતા હો - તમારા માટે આશીર્વાદરૂપ છે ઓટીજી કનેક્ટિવિટી! આગળ શું વાંચશો? ડ્યુઅલ પેન ડ્રાઈવ શું છે આ ઓટીજી? તમારો મોબાઈલ ઓટીજી કોમ્પિટેબલ છે? ઓટીજીના...
જો તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ હોય તો તમારે માટે એક સરસ ગુજરાતી કી-બોર્ડની સુવિધા હવે મફતમાં ઉપલબ્ધ છે. ફેસબુકમાં ગુજરાતી? હા, કમ્પ્યુટરમાં તો પોસિબલ છે. વોટ્સએપમાં ગુજરાતી? ના - એ તો ફક્ત મોબાઇલમાં એટલે એમાં તો ઇંગ્લિશમાં જ ગુજરાતી લખવું પડે છે! તમને આ વાતનો...
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! જેમ આપણે મગજ ઠંડું રાખવું જરૂરી હોય છે, તેમ કમ્પ્યુટરના મગજ જેવા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ)ને પણ ઠંડું રાખવું જરૂરી...
વારંવાર વંચાતા અને સંભળાતા, પણ ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની સરળ સમજણ સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત નીકળે એટલે ચર્ચા કરનારા જો જરા જાણકાર હોય તો એક શબ્દ જરૂર સાંભળવા મળે - રેટિના ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઇફોન ૬ લોન્ચ થયા પછી, તેમાં...
કમ્પ્યુટરમાં અગત્યનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે કોઈ પ્રોગ્રામ કે વિન્ડોઝ એક્સપ્લોરર અટકી પડે ત્યારે સામાન્ય રીતે કમ્પ્યુટરે રીસ્ટાર્ટ કર્યા વિના છૂટકો રહેતો નથી - પણ આપણે એ છેલ્લો રસ્તો ટાળી શકીએ છીએ. આગળ શું વાંચશો? કોઈ પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે ત્યારે... વિન્ડોઝ...
ગૂગલ હેંગઆઉટમાં હવે વોઇસકોલિંગની સુવિધા ઉમેરાઈ છે, જેની મદદથી તમે યુએસ કે કેનેડામાં રહેતા પરિચિતો સાથે બિલકુલ મફત કે નજીવા દરે વાતચીત કરી શકો છો. એનઆરઆઇની ‘ઇન્ડિયા વિઝિટ’ની આ મોસમમાં તમારે ત્યાં પણ કોઈ એનઆરઆઇ પરિવાર આવે તો, "તમારા ઇન્ડિયામાં તો હજી એવું ને એવું એવી...
હજી હમણાં સુધી, માઇક્રોસોફ્ટની માલિકીની સ્કાઇપ સર્વિસમાં, ભારતમાંના લોકો પોતાના સ્કાઇપ એકાઉન્ટની મદદથી, ઇન્ટરનેટ દ્વારા ભારતમાં જ મોબાઇલ કે લેન્ડલાઇન પર પણ વોઇસ કોલિંગ કરી શકતા હતા. પરંતુ નવેમ્બર ૧૦, ૨૦૧૪થી આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ પરની બીજી મેસેન્જર...
"જો બકા! વોટ્સએપમાં તો ઈમેજીસનો મારો થવાનો જ, એનાથી થાકવાનું નહીં! એવું કોઈ કહે તો માની લેવાની જરૂર નથી. વોટ્સએપને તમે સહેલાઈથી અંકુશમાં રાખી શકો છો અને ડેટા બિલ તેમ જ ફોનની મેમરીની બચત કરી શકો છો. તમે ‘હેપ્પી ન્યૂ યર’ ફિલ્મ જોઈ? તમારા ઓળખીતા-પાળખીતા સૌએ લગભગ એક અવાજે...
અત્યાર સુધી આપણા રાજકારણીઓ જે રમત રમતા હતા એ હવે મોટી મોટી ટેકકંપનીઝ પણ રમવા લાગી હોય એવું લાગે છે. ખેલાડી રાજકારણીઓ પહેલાં, તેમનો જેમાં ફાયદો હોય એવી ચીજવસ્તુઓના ભાવમાં જરુર કરતાં વધારે વધારો કરે અને પછી જનતા વિરોધ કરે એટલે થોડો-ઘણો ભાવવધારો પાછો ખેંચે અને એ રીતે...
ઘરમાં બર્થડે પાર્ટી હોય, પિકનિક પર જવાનું હોય કે પછી કોઈ કારણ ન હોય - દરેક ઘરમાંથી પેપરડીશ તો અચૂક મળી આવે. આગળ શું વાંચશો? કાગળમાંથી બનાવો વડું સહેલાઈથી સોલ્વ કરો ક્યુબ કાગળમાંથી બનાવો કેન્ડલ સ્ટેન્ડ આવી પેપરડીશમાંથી તમે બાજુમાં બતાવ્યા મુજબનાં મજાનાં બાસ્કેટ બનાવી...
નવમી ડિસેમ્બર, ૧૯૪૬. આ તારીખ વાંચીને તમને કોઈ વિચાર આવે છે? નહીં આવે. અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦? તમે કહેશો, ‘એ તો ખબર જ હોયને, આપણો ગણતંત્ર દિવસ!’ ભારત એક ગણતંત્ર, લોકશાહી દેશ બન્યો એ પ્રક્રિયાની શરૂઆત ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના દિવસે થઈ હતી. આપણા સ્વાતંત્રય દિવસની પણ પહેલાં....
‘એક્સપોર્ટનો ઓર્ડર કેન્સલ થતાં અમે પાણીના ભાવે માલ વેચી રહ્યા છે. આથી ઓછા ભાવે મળે તો જાહેરમાં ફાંસીએ ચઢી જઈશું...’ આપણે ત્યાં અખબારોમાં સેલની આવી જાહેરખબરો અવારનવાર જોવા મળે છે. તહેવારના દિવસોમાં સાડીઓના મોટા શો રૂમ સેલ યોજે ત્યારે તેમણે પણ ફરજિયાત પોતાના સેલ માટે...
આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને પછી ખરીદી કરવાની આખી ઢબ બદલી નાખવાનું શ્રેય એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને ફાળે જાય છે. વિશ્વના સથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં ૧૯મા ક્રમે પહોંચેલા આ માણસ પાસેથી, બિઝનેસની સફળતાના વિચારો શીખવા જેવા છે. આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને...
‘સાયબરસફર’ના દરેક અંક વાંચવાની ખૂબ મજા પડે છે. અમારા સમગ્ર પરિવારને ‘સાયબરસફર’ના દરેક અંકમાંથી ઘણું બધું નવું જાણવા મળે છે. અમે મેગેઝિનની શરૂઆતથી જ તમામ અંકો કિંમતી ઘરેણાની જેમ સાચવી રાખ્યા છે! - નીનાબહેન આર. પટેલ (જીએનએફસી ટાઉનશીપ, નર્મદાનગર, જિ. ભરૂચ) થોડાક...
તમે તમારી પોતાની કે પરિવારની મેડિકલ ફાઇલ વ્યવસ્થિત રીતે જાળવો છો? ત્રણ વર્ષ પહેલાં દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવી હતી, એ પછી એક વાર પગમાં મોચ આવી હતી, હમણાં હમણાંથી ડાયાબિટીસ કે કોલેસ્ટરોલના ટેસ્ટ કરાવવાના શરૂ થયા છે... તમારી હેલ્થને લગતી આવી બધી જ માહિતી તમારી...
ગયા મહિને, આંધ્ર પ્રદેશ સરકારે એક અનોખી પહેલ કરી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નહીં, પણ ‘સીઇઓ’ તરીકેની પોતાની છાપ જાળવી રાખવા માટે મથતા ચંદ્રબાબુ નાયડુના મંત્રીમંડળની ગયા મહિને એક બેઠક મળી ત્યારે તેમાં મુદ્દાઓ તો બીજી સામાન્ય બેઠકો જેવા જ ચર્ચાયા પણ આ બેઠકમાં ફેર એ હતો...
એન્ડ્રોઇડનાં વર્ઝનનાં નામ મોંમાં પાણી લાવે તેવાં હોય છે એ તો આપણે જાણીએ જ છીએ. કિટકેટ પછીના એન્ડ્રોઇડના વર્ઝનને હાલ પૂરતું ‘એન્ડ્રોઇડ એલ’ એવું કોડનેમ અપાયું છે. આ વર્ઝનનું નામ લોલીપોપ રહે તેવી પૂરી શક્યતા છે! અત્યાર સુધી લોકો એલથી શરૂ થતી જુદી જુદી સ્વીટ્સનાં નામ શોધી...
‘સાયબરસફર’નું લવાજમ ભરવું હોય કે રીન્યુ કરાવવું હોય તો નાની રકમ માટે તમારે કેટલી મોટી કસરત કરવી પડે છે? મનીઓર્ડર કરવો કે ચેક લખીને કુરિયર કરવાનું તો ભારે પીંજણવાળું કામ છે જ, ઓનલાઇન પેમેન્ટ કરવાનું કામ પણ પ્રમાણમાં લાંબી વિધિવાળું છે. આ તો લવાજમની વાત થઈ, ફક્ત એકાદ...
હજી આપણાં ઘણાં કમ્પ્યુટર્સ વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યાં છે, ત્યાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોંચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇન્સાઇડર પ્રોગ્રામમાં...
"સાહેબ રજા પર છે, કાલે આવજો! આ શબ્દો આપણામાંના ઘણા લોકોએ સરકારી ઓફિસમાં સાંભળ્યા હશે. જાણીતા એક્ટર પંકજ કપૂરની સિરિયલ ‘ઓફિસ ઓફિસ’માં પણ, મોટા ભાગની કચેરીઓમાં સામાન્ય માણસે જે તકલીફો વેઠવી પડે છે એનો આબેહૂબ ચિતાર રજૂ થયો હતો. હવે કેન્દ્ર સરકાર, સરકારી કચેરીઓની આ છાપ...
ગયા મહિને, દિવાળીના દિવસો દરમિયાન વાસ્તવિક જગતમાં જેટલા ફટાકડા ફૂટ્યા, લગભગ એટલા જ ધૂમધડાકા ઓનલાઇન રિટેઇલિંગ જગતમાં પણ થયા. આગળ શું વાંચશો? આટલો હોબાળો કેમ? ભારતમાં ઓનલાઈન શોપિંગની શરુઆત? એ બધું તો ઠીક, ગ્રાહક તરીકે મારી માટે મહત્વની વાત કઈ? ફ્લિપકાર્ટ અને એમેઝોન...
શરીરના સ્નાયુઓની જેમ આપણા મગજને પણ કસરતની જરૂર પડે છે - રોજેરોજ, નિયમિત કસરત! મગજે તેની પૂરેપૂરી કાર્યક્ષમતાએ પહોંચાડવા માટે આપણને સતત તેની ધાર કાઢતા રહેવું પડે. સ્માર્ટફોમાંની સંખ્યાબંધ એપ્સ આપણને આ કામમાં મદદ કરી શકે છે. આવી એક એ છે માઇન્ડ ગેમ્સ. વાસ્તવમાં આ એપમાં...
ગૂગલનો બહુ ચર્ચાયેલો અને છતાં કદાચ ઓછો ઉપયોગમાં લેવાતો કોઈ પ્રોગ્રામ હોય તો તે છે ગૂગલ અર્થ! આપણે સૌ જાણીએ છીએ કે ઘેરબેઠાં આખી દુનિયામાં ફરી વળવું હોય તો ગૂગલ અર્થમાં ખાબકવું પડે. હવે તો ગુજરાતના ગામડે ગામડે પણ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ કનેક્શન આવી ગયાં છે, શિક્ષકો...
આજની દુનિયા એના થકી ચાલી રહી છે એમ કહીએ તો ખોટું નથી, તેમ છતાં ચીપ્સ વિશે બહુ લોકો ઝાઝું જાણતા નથી. તેના વિશે થોડું વધુ જાણીએ. મિત્રો, આપણે ગયા અંકમાં કમ્પ્યુટર અને ચીપનો ઇતિહાસ સંક્ષિપ્તમાં જોયો. હવે આ વખતે આ ક્ષેત્રોમાં કારકિર્દીની શું તકો રહેલી છે એની ચર્ચા કરીએ....
[vc_row][vc_column][vc_column_text] કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! સવાલ લખી મોકલનારઃ મહેશ સોલંકી આમ તો આપણે ટવીટર વિશેના અગાઉના લેખોમાં આ વિશે થોડી ચર્ચાઓ...
કમ્પ્યુટર સામે કલાકો બેઠા રહેવાથી જ્ઞાન વધતું હશે, તેમ સ્વાસ્થ્ય સામેનાં જોખમ પણ વધે છે. આ જોખમો સમજીને કામ કરવાની યોગ્ય શૈલી કેળવી શકીએ એ આપણા જ લાભની વાત છે. એક દિવસમાં કેટલાક કલાક તમે બેઠા રહો છો? કોઈ પણ ડોક્ટરને પૂછો તો એ કહેશે કે બેઠા઼ડુ જીવન એટલે રોગને આમંત્રણ,...
તમે ગૂગલ ડ્રાઇવ વિશે સાંભળ્યું ઘણું હશે, પણ તેનો ઉપયોગ કરતાં ખચકાતા હો તો અહીં હાજર છે તેનો સ્ટેપ-બાય-સ્ટેપ પરિચય. આગળ શું વાંચશો? ક્રિએટ, અપલોડ અને ઓર્ગેનાઈઝ ફાઈલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ ડીટેઈલ્સ, એક્ટિવિટીઝ અને સેટિંગ્સ ગૂગલ પ્લસ ઈન્ટીગ્રેશન તમે વિદ્યાર્થી હો, શિક્ષક...
તમે મોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ કરતા હો તો તેનાં સેટિંગ્સ બરાબર સમજી લેવાથી તમારું કામ ઘણું આસાન બની શકે છે આગળ શું વાંચશો? કોઈપણ મેસેજ નોટિફિકેશન્સને મ્યુટ કરી શકાય મેસેજ લોકેશન બંધ કરો તમારા નોટિફિકેશન્સ રિફ્રેશ ઈન્ટરવલની પસંદગી કરો નોટિફિકેશન્સને સમગ્રપણે ડિસેબલ કરો...
સંગીતના રસિયાઓ માટે ઇન્ટરનેટ બહુ મોટો ખજાનો છે. જો શોધવા બેસો તો એક પ્રકારના એક સ્રોત મળી આવે છે. જો તમારો શોખ ફિલ્મી ગીતો કે ગઝલ પૂરતો સીમિત હોય તો યુટ્યૂબ જ તમારી બધી અપેક્ષા પૂૂરી કરી લેશે. તેા સિવાય પણ સંખ્યાબંધ સાઇટ્સ પર અઢળક ફિલ્મી ગીતો મળી રહે, પણ જો તમે...
દસ-બાર વર્ષ પહેલાં, અમદાવાદમાં ઇસરોમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) વિશેની એક તાલીમમાં ભાગ લેવાની તક મળી ત્યારે શહેરની જુદી જુદી માહિતી નક્શા પર જુદાં જુદાં લેયર પર મૂકવાના કેવા ફાયદા છે એ ખાસ સમજાયું નહોતું. હવે આટલાં વર્ષ પછી અને સ્માર્ટ સિટી શબ્દ આટલો...
કોઈએ કહ્યું છે કે લોકોને આજે જેટલી ઝંખના નવો આઇફોન મેળવવાની છે, એટલી શાંતિ પામવાની હોત તો જગતમાં ક્યારની શાંતિ સ્થપાઈ ગઈ હોત. હમણાં નવો આઇફોન લોન્ચ થયો છે ત્યારે યાદ કરીને, એપલની તમામ પ્રોડક્ટને આટલી લોકપ્રિય બનાવનાર સ્ટીવ જોબ્સને! જ્યારે તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ...
વિશેષમાં લખવાનું કે અત્યારે અમારા સરકારી કર્મચારીઓ માટે જીટીયુ, ગાંધીનગર સીસીસીની પરીક્ષાઓ પૂરબહારમાં લેવાઈ રહી છે અને અમારા જેવા શિક્ષકો માટે સીસીસી પાસ કરવું ઘણું મુશ્કેલ બને છે. ગયા અઠવાડિયે હું ખુદ સીસીસી એક્ઝામ આપવા ગયેલો. થિયરીમાં ભલભલા કર્મચારીઓ રોઈ પડ્યા કે...
સ્માર્ટફોન અત્યંત સસ્તા બનાવવાની જાણે હરીફાઈ શરૂ થઈ હોય એવું લાગે છે. હજી હમણાં જ માંડ રૂ. ૨,૨૯૯ના ફાયરફોક્સ ફોન લોન્ચ થયા છે એ ત્યાં સમાચાર આવ્યા છે કે જીવી જેએસી ૨૦ નામનો એક એન્ડ્રોઇડ ફોન ફક્ત રૂ. ૧,૯૯૯માં મળી રહ્યો છે! આટલા સસ્તા ફોનમાં સ્વાભાવિક રીતે સંતોષજનક...
ડિજિટલ ડેટાનું પ્રમાણ કેટલું વધતું જાય છે એ જુઓ - હવે આપણે એસડીકાર્ડ લેવા જઈએ તો દુકાનદાર ૮ કે ૧૬ જીબીનું એસડી કાર્ડ બતાવે છે. ૨-૪ જીબીનાં કાર્ડ તો હવે જાણે ખોવાઈ જ ગયાં છે. જોકે હવે ૮-૧૬ જીબીનાં કાર્ડ પણ ભૂલાવા લાગે એવા દિવસો દૂર નથી. છેક ૨૦૦૩માં સેન્ડિસ્ક કંપની ૫૧૨...
ઓનલાઇન સેલિંગમાં અત્યારે ઝિયોમી કંપનીનો રેડએમઆઇ વનએસ ફોન જબરી ધમાલ મચાવી રહ્યો છે. માત્ર ફ્લિપકાર્ટ પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યા છી જ મળતા આ ફોન માટે પહેલી વાર સેલ કાઉન્ટ ઓપન થયું ત્યારે ફક્ત ૪.૨ સેકન્ડમાં ૪૦,૦૦૦ ફોન વેચાયા અને ફોન ‘આઉટ ઓફ સ્ટોક’ થઈ ગયો. બીજી વાર સેલ...
એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન્સ સો ગૂગલે યુટ્યૂબા વીડિયો ઓફલાઇન પણ જોઈ શકાય એવી સુવિધા ટૂંક સમયમાં શરુ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં યુટ્યૂબનો વપરાશ સતત વધી રહ્યો છે. ભારતમાં દર મહિને ૩.૭ અબજ ઓનલાઇન વીડિયો જોવાય છે. તેની સાથોસાથ મોબાઇલમાં વીડિયો જોવાનું પ્રમાણ પણ સતત વધી...
જેમ આપણે આકાશમાં પ્લેન જોઈને રાજી થતાં થતાં મોટા થયા, એમ નવી પેઢી આકાશમાં ઊડતાં ઢગલાબંધ, માનવરહિત ટચૂકડાં પ્લેન જોઈને મોટી થાય એવા દિવસો નજીક આવી રહ્યા છે. ડ્રોન પર એક બાજનજર. આગળ શું વાંચશો? હવામાં ઊડતાં ડ્રોનનાં મૂળ એમેઝોન અને ડ્રોન આમાં દિવાળીની વાત કેમ આવી?...
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યાર પછી વારંવાર આપણે આ ‘સ્માર્ટ સિટી’ શબ્દ સાંભળી રહ્યા છીએ. વાસ્તવમાં કેવું હોય આ સ્માર્ટ સિટી? જાણવા માટે પહોંચીએ સ્પેનના એક ખરેખરા સ્માર્ટ શહેરમાં. આગળ શું વાંચશો? એવું તે શું ચાલી રહ્યું છે સેન્ટેન્ડરમાં? આ સેન્સર્સ શું કામ...
એક સ્થળના અનેક ફોટોગ્રાફ્સ લઈને તેમાંથી સર્જાતા પેનોરમા વિશે તો હવે તમે જાણો છો. દુબઈમાં આ ટેક્નોલોજીને જરા આગળ વધારીને, વીડિયો જેવો અનુભવ આપતા ઇન્ટરએક્ટિવ પેનોરમા સર્જવાનું કામ શરૂ થયું છે ૩૬૦ ડીગ્રી પેનોરમિક હવે કોઈ ખાસ નવી વાત રહી નથી. વિશ્વની અનેક લક્ઝરી હોટેલ્સથી...
ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં શિરમોર આઇઆઇટીમાં એડમિશન ન મળે તો? તો તમારા માટે અને આજીવન એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર થયું છે આ પોર્ટલ... એક સવાલ - કોંક્રિટ એટલે શું? તમે કહેશો કે સીમેન્ટ, કપચી અને પાણીનું મિશ્રણ, બીજું શું? વાત સાવ સાચી, પણ આ કોંક્રિટ વિશે...
જરા વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું - આ બંને બાબત આગળ વધવાની અનિવાર્ય...
જરા વિચારીને કહો, તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એમઆઇટી, બર્કલી, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, પ્રિન્સટન કે યેલ યુનિવર્સિટી કેવીક રહેશે? ખરેખર ફોરેન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રયાસ કરતા લોકો બરાબર જાણતા હશે કે આ બધી યુનિવર્સિટી કેવી છે અને ત્યાં પહોંચવું હોય તો કેટલા વીસે સો...
કોફીશોપ હોય કે એરપોર્ટ, લેપટોપ હોય કે સ્માર્ટફોન, ફ્રી વાઇફાઇનો ઉપયોગ સતત વધી રહ્યો છે, મફતમાં મજાની લાગતી આ સુવિધાનાં જમા-ઉધાર પાસાં જાણી લેવાં જરૂરી છે પબ્લિક પ્લેસમાં ઓપન વાઇફાઇના ઉપયોગ અંગે ઘણા લોકોને ખાસ જાણકારી નથી હોતી અને જે લોકોને છે તેમાંથી પણ ઘણાખરા તેના...
આજનાં ડિવાઇસીઝનું હાર્દ હોય છે તેમનામાંની ચીપ. આ નાની અમથી ચીપ અત્યારે કારકિર્દીની મોટી તકો ઊભી કરી રહી છે. પરંતુ તેની ચર્ચા કરતાં પહેલાં કમ્પ્યુટર્સ અને તેમાંની ચીપ કેવી રીતે વિકસી તેની વાત જાણી લઈએ. છેલ્લા ૫૦ વર્ષમાં અને ખાસ તો છેલ્લા ૨૦ વર્ષમાં મનુષ્યજાતે દરેક...
ફેસબુકની સરખામણીમાં આપણે ત્યાં ટવીટરનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે, તેમ છતાં, પોતાના નાના-મોટા બિઝનેસને આગળ ધપાવવા માટે તમે ટ્વીટરની ફ્રી સર્વિસનો સારો એવો ઉપયોગ કરી શકો છો. આવો સમજીએ પાયાની વાતો... આગળ શું વાંચશો? તમારા એકાઉન્ટને સજાવો ટવીટ્સ કેવી રીતે કરશો?...
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! આગળ શું વાંચશો? મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો? સ્માર્ટફોનમાં ઓટોકરેક્ટ કેવી રીતે બંધ થાય? આમ તો ગૂગલનું એકાઉન્ટ આપણને પૂરા...
ગયા મહિને, ન્યૂ યોર્ક શહેરને ૩૫૦ વર્ષ પૂરાં થયાં. શહેર તો એ પહેલાં પણ હતું, પણ એ સમયે એ ન્યૂ એમ્સ્ટરડેમ તરીકે ઓળખાતું અને ડચ શાસન હેઠળ હતું. સપ્ટેમ્બર ૮, ૧૯૬૬ના દિવસે ઇંગ્લેન્ડની સેનાએ મેનહટ્ટન ટાપુ પરના આ શહેરનો કબજો સંભાળ્યો અને કિંગ ચાર્લ્સ બીજના ભાઈ તથા યોર્કના...
ફોટોગ્રાફી જેટલી અદભુત કલા છે, એટલી જ આનંદમય પ્રવૃત્તિ ફોટોગ્રાફ્સમાંથી સરસ આલબમ બનાવવાની છે. આલબમ કુટુંબીઓ અને મિત્રોને બતાવવામાં તો મજા આવે જ, પોતે પણ તેને વારંવાર જોવાનો આનંદ કંઈક જુદો જ છે. આજની અતિ વ્યવસ્ત જિંદગીમાં, સ્માર્ટફોનને કારણે ફટાફટ સંખ્યાબંધ ફોટોગ્રાફ...
કવર સ્ટોરી ફોટોગ્રાફ્સ વિશે છે, તો એ સંદર્ભે ફોટોગ્રાફી પર ફોકસ્ડ કેટલાક વિચારો! સારા ફોટોગ્રાફના કોઈ નિયમો હોતા નથી, સારા ફોટોગ્રાફ બસ સારા હોય છે.સારો કેમેરા ખરીદવાથી તમે ફોટોગ્રાફર બની જતા નથી, તમે ફક્ત કેમેરાના માલિક બનો છો. કેમેરાનો સૌથી મહત્ત્વનો ભાગ, તેનાથી...
‘સાયબરસફર’થી ટેકનોલોજીનું જ્ઞાન આપવા બદલ આપનો આભાર માનું છું. હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું અને મે જાતે મારી શાળાના બ્લોગનું નિમર્ણિ કરેલું છે અને તે પણ ત્રણ વર્ષ પહેલાં. નિયમિત બ્લોગને અપડેટ પણ કરું છું. વિશેષમાં દર ત્રણ માસે મારી શાળાનું મુખપત્ર...
તમે હજી ફીચર (એટલે કે સાદા) ફોનનો ઉપયોગ કરતા હો અને સ્માર્ટફોન લેવો કે નહીં એની મૂંઝવણમાં હો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે આ વાંચી રહ્યા હશો ત્યારે સ્પાઇસ કંપનીનો ભારતનો પહેલો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો સ્માર્ટફોન બજારમાં આવી ગયો હશે. આ ફોન સૌથી સસ્તા...
ધારો કે તમારી પાસે તમારી પોતાની લાયસન્સ્ડ ગન છે. સામાન્ય રીતે તમે તેને લોક કરેલા ડ્રોઅરમાં મૂકી રાખો છો, પણ એક વાર ડ્રોઅર લોક કરવાનું ભૂલી ગયા અને ગન તમારી નાનકડી દીકરીના હાથમાં આવી ગઈ... આપણા દેશમાં રાયફલ સાફ કરવા જતાં કે ભૂલથી ટ્રીગર દબાઈ જતાં પોલીસ કે લશ્કરી જવાનના...
સમય કેવો બદલાતો જાય છે એ જુઓ - પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ સિવાય, હવેે આપણે સૌ મોટા ભાગે પોતાના સ્માર્ટફોનથી જ ફોટોગ્રાફી કરીએ છીએ. ૨-૩ વર્ષ પહેલાં હાથવગા ડિજિટલ કેમેરાથી ફટાફટ ક્લિક્સ કરવામાં આવતી. એનાં થોડાં વર્ષ પહેલાં પેલા એઇમ-એન્ડ-શૂટ પ્રકારના પણ ‘રોલ ધોવડાવવા’ પડે...
બેન્ક્નું કામકાજ ઘટાડતા અને લોકોની સગવડ વધારતા એટીએમમાં આપણા કાર્ડની વિગતો અને પિનની ચોરી કરવાી પ્રવૃત્તિ વધુ ને વધુ આધુનિક બનતી જાય છે ત્યારે જરુરી બને છે જાણકારી અને સાવધાની આગળ શું વાંચશો? એટીએમ સ્કીમિંગનો ભોગ ન બનવા માટે શું સાવધાની રાખવી એટીએમ સ્કીમિંગનો ભોગ બની...
સવાલ લખી મોકલનારઃ ભરતભાઈ જયસ્વાલ "ઘણી સાઇટમાં ટવીટર, ફેસબુક, ગૂગલ+ સિવાય પણ ઘણા લોગો હોય છે, જેમ કે લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ટમ્બલર, સ્ટમ્બલ અપો વગેરે. આ બધાનો શું ઉપયોગ હોય છે અને એ બધામાં કઈ રીતે જોડાઈ શકાય? આપણી ગુજરાતી ભાષામાં બે બિલકુલ વિરોધાભાસી...
સવાલ લખી મોકલનારઃ રાજેશ કાછિયા, વિસાવદર (જૂનાગઢ) "વોટ્સએપમાં ડિલીટ થઈ ગયેલ ટેક્સ્ટ મેસેજીસ રીકવર કરવા હોય તો થઈ શકે? વોટ્સએપ વેબસાઇટ પરનો એફએક્યુ વિભાગ કહે છે કે આપણા માટે વોટ્સએપના મેસેજીસ બહુ અગત્યના હોય શકે અને કંપની આપણે એ ક્યારેય ગુમાવીએ નહીં એવા પ્રયત્ન પણ કરે...
સવાલ લખી મોકલનારઃ લક્ષ્મીકાંતભાઈ કોઠારી, નાગપુર "મોબાઇલમાં ફોટોગ્રાફ પાડ્યા પછી અને કમ્પ્યુટરમાં કઈ રીતે લઈ શકાય અને વોટ્સએપ જેવી સર્વિસની તેે બીજા લોકો સાથે શેર કેવી રીતે કરવા? સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યા પછી સોશિયલ શેરિંગના જુવાળને હજી વધુ વેગ મળ્યો છે કેમ કે હવે તો...
જો તમે બીજાથી કંઈક જુદું વિચારી શકતા હો એ એ વિચારે સાકાર પણ કરી શકતા હો તો ગૂગલ તમને આવતી આખી સદી માટે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું આહ્વાન આપે છે ‘૩ ઇડિયટ્સ’ ફિલ્મનો રેન્ચો યાદ છે? કોઈના રીસેપ્શનમાં ઘૂસી ગયા પછી ત્રણેય જણા પકડાય છે અને ભરેલી થાળીએ...
ઇટાલીના એક કમ્પ્યુટર એન્જિનયરે વિવિધ પ્રકારના ધ્વજ વિશે વધુ જાણવાનો શોખ હતો, એ શોખને આજે ધ્વજ વિશેના ઇન્ટરનેટ પરના કદાચ સૌથી મોટા રીસોર્સનું સ્વરુપ લઈ લીધું છે વેક્સિલોલોજી એટલે શું, જાણો છો? કાર્ડિયોલોજી કે ન્યુરોલોજીની જેમ આ પણ મેડિકલ સાયન્સની કોઈ ટર્મિનોલોજી હશે...
આ કોલમમાં આપણે નિયમિત રીતે આઇટીનાં વિવિધ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા વિશેનું માર્ગદર્શન મેળવતા આવ્યા છીએ. એ બધી જાણકારી જેટલી જ મહત્ત્વી વાત છે ઇન્ટરવ્યૂની યોગ્ય તૈયારી. આ વિશે કેટલીક પ્રાથમિક માહિતી. આગળ શું વાંચશો? ઈન્ટરવ્યૂઃ આગલા દિવસની તૈયારીઓ ઈન્ટરવ્યૂઃ શું...
હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે. આગળ શું વાંચશો? જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ જોબ...
ટવીટરના વધતા ઉપયોગ વિશે તમે સાંભળ્યું તો ઘણું બધું છે પણ એ એક્ઝેક્ટલી શું છે એ તેમાં ઝંપલાવવું કે નહીં એની ગડમથલમાં છો? અથવા એમાં કઈ રીતે એક્ટિવ થઈ શકાય એ વિશે ગૂંચવણો છે? તો આ રહ્યા જવાબ… આગળ શું વાંચશો? એકાઉન્ટ ખોલાવો ફોલો કરવા જેવા લોકો શોધો સેટિંગ્સ તપાસો ૧૪૦...
કશુંક નવું વિચારી શકીએ તો કંઈક નવો આકાર આપી શકાય. બે ભેજાબાજ લોકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે કંઈક નવું વિચાર્યું અને એે સાકાર પણ કરી બતાવ્યું! "જરૂરિયાત સંશોધનની જનની જન્મદાતા છે એ કહેવત અમથી જ નહીં પડી હોય. ગોર્ડન એલન સ્ટીવર્ટ નામના એક વીડિયોગ્રાફર દસેક વર્ષ પહેલાં...
ઓગસ્ટ ૬, ૧૯૪૫ના દિવસે જાપાનના શહેર હીરોશીમા પર અમેરિકન બી-૨૯ બોમ્બર પ્લેનમાંથી ‘લિટલ બોય’ નામ ધરાવતો અણુબોમ્બ ઝીંકાયો. એ સાથે એકસાથે ૮૦,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા. અણુબોમ્બની પ્રચંડ તાકાતને કારણે શહેરનાં ૬૯ ટકા જેટલાં મકાનો તદ્દન ધરાશાયી થયાં અને બીજાં અનેક મકાનોને...
ટેક્નોલોજી સતત વિસ્તરતી જાય છે અને આપણા હાથમાં સાધનો સતત વધી રહ્યાં છે. ગયા મહિને આવેલી સ્માર્ટવોચ એનું તાજું ઉદાહરણ છે. સંપર્ક સાધનો વધ્યાં ને સોશિયલ નેટવર્ક્સ અત્યંત ફૂલ્યાં ફાલ્યાં હોવા છતાં, માણસ-માણસ વચ્ચેના વાસ્તવિક સંબંધની ઉષ્મા હવે ઓસરતી જાય છે એવી એક વ્યાપક...
‘સાયબરસફર’ વેબસાઇટ પરના અમૂલ્ય માર્ગદર્શનથી આજથી ચાર વર્ષ પહેલા હું ઇન્ટરનેટમાં રસ લેતો થયો હતો. એ સમય મારા અને મારા જેવા અનેક મિત્રોને ઇન્ટરનેટ પર કોઈ પણ કામ કરવામાં ડર લાગતો, પરંતુ ‘સાયબરસફર’ કોલમ, વેબસાઇટ અને હવે મેગેઝિનના માર્ગદર્શનથી આજે અમારા માટે...
ભારતના સ્માર્ટફોન માર્કેટમાં, માત્ર ઓનલાઇન માધ્યમ દ્વારા ફોન વેચવાનું ચલણ વધી રહ્યું છે. મોટોરોલા કંપનીએ તેા મોટો-ઇ, મોટો-જી, મોટો-એક્સ વગેરે ફોન માત્ર ફ્લિપકાર્ટ દ્વારા મળે એવી વ્યવસ્થા કરી છે, મતલબ કે આ ફોન આપણે નજીકની મોબાઇલ શોપમાં જઈને ખરીદી શકતા નથી. બીજી અમુક...
ગૂગલે એન્ડ્રોઇડ વેર નામે નવી ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે, ખાસ વેરેબલ ડિવાઇસીઝ માટે. અત્યારે એલજી, સેમસંગ અને મોટોરોલા કંપનીએ એના આધારે સ્માર્ટવોચ રજૂ કરી છે. કેવીક છે આ સ્માર્ટવોચ, આવો જાણીએ! આગળ વાંચતાં પહેલાં, તમારા કાંડા પર એક નજર નાખો. થોડા સમય પહેલાં...
નેટ એક્સેસ ધરાવતા લોકોની સંખ્યાની દૃષ્ટિએ ચીન અને ભારત જેવા દેશો ભલે દુનિયામાં આગળ હોય, પણ કુલ વસતિમાંના નેટ કનેક્ટેડ લોકોની ટકાવારીની દૃષ્ટિએ દુનિયાના નાના દેશો આપણાથી બહુ આગળ છે. ‘સાયબરસફર’ જ્યારે માત્ર અખબારની કોલમ હતી ત્યારે જે વાતનો અંદાજ આવતો નહોતો, એ પ્રિન્ટેડ...
ઇન્ફર્મેશન ટેકનોલોજીથી આપણા સંપર્કો વધી રહ્યા છે, એમની સંપર્ક માહિતી વધુ ને વધુ વિખરાતી જાય છે. આપણે કામના બધા જ કોન્ટેક્ટ્સ ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે સાધન પર કેવી રીતે મેળવવા તે જાણીએ... આગળ શું વાંચશો? જૂના સાદા ફોનમાંથી કોન્ટેક્ટસ ઈમ્પોર્ટ કરવા માટે જૂની...
શું આ બધા કારકિર્દીના સારા વિકલ્પો છે? માત્ર ખાનગી સંસ્થાઓનાં સર્ટિફિકેટ્સના આધારે આ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવી મુશ્કેલ છે, પણ જો ટેકનિકલ કોર્સની સાથે ગ્રેજ્યુએશન પણ કરી લેવામાં આવે અને વ્યક્તિમાં આવડત હોય તો આ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ જઈ શકાય. આગળ શું વાંચશો?...
ઓપરેટિંગ સિસ્ટમ (OS: Operating System) સ્માર્ટફોન વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમથી ચાલી શકે છે, જેમ કે અત્યારે સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે. આઇઓએસ, વિન્ડોઝ વગેરે અન્ય પ્રકારની લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે. આગળ શું વાંચશો? પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ ટીએફટી...
તમે પઝલ્સ ગમતી હોય તો આ ગેમ ગમશે. એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ આઇટ્યૂન્સ બંનેમાં આ ગેમ ‘હોટ લિસ્ટ’માં સામેલ થઈ ચૂકી છે. અત્યારે આ ગેમ પાંચમા વર્ષમાં પહોંચી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ છે! સમજવામાં આ ગેમ બિલકુલ સરળ છે - ગેમ શરૂ કરીએ એટલે એક ચોરસ ખાનામાં નાના મોટા...
તમારે એક સરખા ઇ-મેઇલ જુદા જુદા લોકોને વારંવાર મોકલવાના થાય છે? એક રસ્તો આપણો ઈ-મેઇલ કમ્પોઝ કરીને તેને આપણને પોતાને ઈ-મેઇલ કરીએ અને બાકીના લોકોનાં ઈ-મેઇલ એડ્રેસ બીસીસી (બ્લેન્ક કાર્બન કોપી)માં લખવાનો છે, પણ આપણે એક જ મેઇલ એક વાર નહીં, વારંવાર જુદા જુદા લોકોને મોકલવાની...
લોકો ટીવી સામે કે મૂવી જોતાં જોતાં પણ જેના પરથી નજર હટાવી શકતા નથી એ મોબાઇલ એપ્સ બનાવવી અને તેમાંથી કમાણી કરવી એ સહેલું નથી. તમે એ દિશામાં આગળ વધવા માગતા હો તો આ ઈ-બુક્સ ચોક્કસ કામ લાગશે. આગળ શું વાંચશો? આઈઓએસ સસિકટલી ૩ ઈઝી સ્ટેપ્સ ટુ મોનેટાઈઝ એન્ડ્રોઈડ એપ્સવીથ એડ્સ...
વર્ડમાં કામ કરતી વખતે ન્યૂઝ વેબસાઇટ પર નજર રાખવી છે? કે પછી સર્ફિંગ કરતાં કરતાં યુટ્યૂબ પર મસ્ત ગીતોની મજા માણવી છે? તો ટ્રાય કરવા જેવું આ એક એક્સપરિમેન્ટલ એક્સટેન્શન. જમાનો મલ્ટિટાસ્કિંગનો છે. ભણતાં ભણતાં સેવ-મમરા ફાકવા કે રેડિયો સાંભળવો એ તો જૂનું થયું. હવે ભણતાં...
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! સવાલ મોકલનારઃ જેમિન મકવાણા આ શબ્દો જરા ધ્યાનથી વાંચો : ‘લેખિત શબ્દો સમયની સાથે ચાલી શક્યા નથી. મૂવીઝ તેનાથી આગળ નીકળી ગઈ છે....
સવાલ મોકલનાર- કિશોર રાવલ, માણાવદર તમે જીમેઇલ સિવાયની કોઈ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરતા હો અને સાથોસાથ ફેસબુક કે ટવીટર જેવી સોશિયલ સાઇટ પર પણ સક્રિય હો તો તમે તમારા મેઇલના ઇનબોક્સમાં આવી પડતાં સોશિયલ નોટિફિકેશન્સથી પરેશાન હશો. સોશિયલ નોટિફિકેશન્સ મેઇલ એટલે જે તે સોશિયલ...
મારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા નથી શું કરવું? સવાલ મોકલનારઃ દિગંત અંતાણી, ભૂજ ‘સાયબરસફર’ના અંક જુલાઈ ૨૦૧૩માં આપણે આ વિશે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ છતાં, એક મિત્રોનો આ સવાલ હોવાથી અહીં ટૂંકમાં વાત કરી લઈએ. મોબાઇલ અને ટેબલેટમાં બ્રાઉઝરમાં વિવિધ સાઇટ્સ અને એપ્સમાં...
વિકિપીડિયામાં કોઈ આર્ટિકલમાં ઇમેજ કેવી રીતે અપલોડ કરાય? સવાલ મોકલનારઃ પ્રતીક નારોલા આપણે સૌ જાણીએ છીએ તેમ, મારા-તમારા જેવા એક સ્વયંસેવકો કોઈ રકમ મેળવ્યા વિના વિકિપીડિયા પર લેખો લખે છે. ઇન્ટરનેટ એક્સેસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ, કેટલાક અપવાદને બાદ કરતાં, વિકિપીડિયાના...
ચોક્કસ ભાગનો સ્ક્રીનશોટ કેવી રીતે લેવાય? સવાલ મોકલનારઃ- હર્ષદ ગાંધી, મુંબઈ હર્ષદભાઈનો સવાલ એ છે કે તેમનેે ઇમેઇલમાં આવેલી રેલવેની ટિકિટ પ્રિન્ટ કરવી હોય ને આખા પેજનો સ્ક્રીનશોટ લેવાની જરુર હોય તો શું કરવું? આમ તો ભારતીય રેલવે પોતે હવે સૌને પ્રોત્સાહન આપે છે કે તમે...
ઓફિસ કામે કે વેકેશનમાં થોડા દિવસ માટે બહારગામ જવાનું થાય ત્યારે શરુઆતમાં તો પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, પીઝા વગેરે વગેરે જમવાની મજા આવે, પણ પછી ઘરનાં દાળ, શાક ને રોટલી યાદ આવવા લાગે અને ખરેખર ઘરે પહોંચીએ ત્યારે તો ખીચડી જ ખાવાનું મન થાય! એમ આપણી આ સફરમાં ભલે દર...
ડિજિટલ ફાઇલનાં એક્સટેન્શન જે તે ફાઇલ કયા પ્રકારના ફોર્મેટની છે તે બતાવે છે. જો તમારા કમ્પ્યુટરના વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલનેમના છેડે તેનાં એક્સટેન્શન ન દેખાતાં હોય તો આટલું કરો.... તમે તમારા મોબાઇલથી કોઈ ફોટોગ્રાફ ક્લિક કરો અને પછી તમારા કમ્પ્યુટરમાં એ ઇમેજને...
આપણાં શહેરોમાં સામાન્ય કરતાં જરા વધુ વરસાદ પડે એટલે જુદા જુદા વિસ્તારો નેે રસ્તાઓ જળબંબાકાર થવા લાગે છે નેે અખબારોએ મોટા અક્ષરે હેડલાઇન્સ બાંધવી પડે છે કે સ્ટોર્મ વોટર મેેનેજમેન્ટ માટેનો બધો ખર્ચ ધોવાઈ ગયો. શ્રેષ્ઠ સ્ટોર્મ વોટર મેેનેજમેન્ટ કેવું હોવું જોઈએ એ જોવા માટે...
આ વખતના અંકમાં અખબારોએ જેની ખાસ નોંધ લીધી નથી એવી બે બાબતો તરફ વધુ ધ્યાન આપ્યું છે. દુનિયાઆખીને અત્યારે ફૂટબોલજ્વર ચઢ્યો છે, અખબારો પાનેપાનાં ભરીને દરેક મેચની ઝીણવટભરી વાતો લખે છે, પણ ટીવી પર વર્લ્ડકપની મેચીઝ લાઇવ જોવાની મજા જેનાથી ચાર ગણી ચઢી જાય છે એ ટેક્નોલોજીસ...
રમતના આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. એથી મુશ્કેલ ત્યાં ટકી રહેવું હોય છે અને એથી પણ વધુ મુશ્કેલ, ત્યાંથી વિદાય લેવાનું હોય છે. વિવિધ રમતોના મહારથીઓએ તેમની નિવૃત્તિ સમયે અનુભવેલી લાગણી... ૨૪ વર્ષમાં ૨૨ યાર્ડ વચ્ચેની મારી જિંદગી, આખરે એનો અંત આવે...
પહેલાની જેમ જ હજુ પણ ‘સાયબરસફર’માં વહેતા ટેકનો-જ્ઞાનના પ્રવાહમાં તણાવાનું ચૂકતો નથી. મેં આપને પહેલાં જણાવ્યું તેમ આપના લેખમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ-સમાજના એક નાના એવા મેગેઝિનમાં ટેકનો-કોર્નર નામનો લેખ શરુ કર્યો. દર મહિને ટેક્નોલોજીના વિષય...
ખિસ્સા અને મોભાને પરવડે એવો કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ સ્માર્ટફોન મોબાઇલ ફોન્સની દુનિયામાં રોજબરોજ નવીનતા જોવા મળી રહી છે. હમણાં કાર્બન કંપનીનો ‘કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ’ નામનો તેનો મોબાઇલ ઓનલાઇન રિટેલર વેબસાઇટ પર લિસ્ટેડ થઈ ચૂક્યો છે. જેની કિંમત રૂ. ૯૯૯૦ રાખવામાં આવી...
હાલમાં જ આપણા દેશમાં લોકસભા ચૂંટણી સંપન્ન થઈ તેમાં ભાજપને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને મળેલી સફળતાનાં રહસ્યો કોઈ પૂછે તો નાનું છોકરું પણ સોશિયલ મીડિયાનું નામ અચૂક લે! આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વીટરની ભૂમિકા મહત્ત્વની રહી. નવી સરકાર રચાઈ તેમાં પણ...
ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે? ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં...
જગત આખામાં ફૂટબોલ ફીવર છવાયો છે, પરંતુ આ વખતનો વર્લ્ડકપ ઘણી બધી રીતે કંઈક જુદો છે. આપણા મીડિયાની નજરમાં ન આવેલા આ મુદ્દાઓ જાણી લો અહીં… આગળ શું વાંચશો? દૂધનું દૂધ, પાણીનું પાણી કરી આપતી ગોલલાઈન ટેકનોલોજી વેનેશિંગ સ્પ્રેઃ કામચલાઉ લક્ષ્મણરેખા આંકવાની કમાલ હાઈટેક પ્રસારણ...
ક્રિકેટમાં નવી ટેક્નોલોજીના વધા ઉપયોગ પાછળ મોટા ભાગે રમતની મૂળભૂત જરુરિયાત કરતાં, પ્રેક્ષકોના મનોરંજનનો મુદ્દો વધુ મહત્ત્વનો રહ્યો છે, છતાં વિવિધ ટેક્નોલોજીથી ક્રિકેટમાં ચોક્સાઈ અને રોમાંચ બંનેનો ઉમેરો થયો છે એ સ્વીકારવું રહ્યું! આગળ શું વાંચશો? હોક-આઈઃ બાજ-નજર નહીં,...
એપ્રિલ મહિનામાં, એવરેસ્ટની સૌથી મોટી દુર્ઘટનામાં એક સાથે ૧૬ શેરપાનાં મૃત્યુ થયાં. ડિસ્કવરી ચેનલે શેરપા સમુદાયને મદદરુપ થવા અને તેમનું કામ કેટલું મુશ્કેલ છે એ હૂબહૂ દશર્વિતી એક વેબસાઇટ તૈયાર કરી છે. આગળ શું વાંચશો? મોબાઈલમાં એવરેસ્ટનો ૩ડી મેપ ઉનાળાની શરુઆતમાં, એપ્રિલ...
ગુજરાતની શાળાઓ અને શિક્ષકો પાસેથી એક અપેક્ષા છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે ગુજરાત આ અપેક્ષા પૂરી કરી જ શકશે, કેમ કે ઘણી શાળાઓમાં આવી પહેલ થવા પણ લાગી છે. પણ આ અપેક્ષાનો ફોડ પાડતાં પહેલાં, થોડી બીજી વાત કરી લઈએ. સર્ચ એન્જિનથી શરૂઆત કરીને બીજી અનેક રીતે આપણા જીવનમાં...
સ્માર્ટફોનનો નવો સવો ઉપયોગ શરુ કર્યો હોય તો તેમાંની ઘણી વાતો ગૂંચવણ ઊભી કરી શકે છે. આવો એક મુદ્દો છે વેબબેઝ્ડ સર્વિસીઝ અને આપણા મોબાઇલમાંના ડેટાનું સિન્કિંગ. જાણીએ તેની ખૂબીઓ. ‘અરે યાર... બહુ મસ્ત ગેમ હતી, ભૂલથી ડિલીટ કરી નાખી ને હવે નામ પણ યાદ નથી!’ આવું તમારી સાથે...
આજકાલ હાથેથી લખવાનું તો જાણે ભૂલાઈ જ ગયું છે. જેમને ખૂબ લખવાનું થાય છે એમને કમ્પ્યુટર કે મોબાઇલમાં ટાઇપ કરવું પણ કંટાળાજનક લાગે છે. એમને માટે ખરેખર ઉપયોગી છે આ સર્વિસ… આજે તો લખી લખીને આંગળાં દુખી ગયાં! આવું કાં તો તમે પોતે ક્યારેક ને ક્યારેક બોલ્યા હશો, કાં વારંવાર...
તમારા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ કે માલવેર ઘૂસી જાય તો કેટલીક બાબતો તેની હાજરીની તરત ચાડી ખાય છે. આવાં લક્ષણો સમજી લેશો તો ઉપાય કરવામાં સરળતા રહેશે. આગળ શું વાંચશો? કમ્પ્યુટરમાં રોગનાં લક્ષણો વેબસાઈટમાં રોગનાં લક્ષણો ટૂલબાર્સમાં રોગનાં લક્ષણો સર્ચન એન્જિનમાં રોગનાં લક્ષણો...
માઇક્રોસોફ્ટ વર્ડ દુનિયાનો કદાચ સૌથી વધુ વપરાતો પ્રોગ્રામ હશે, છતાં તેની કેટલીય ખૂબીઓ આપણી જાણ બહાર રહે છે. અહીં જાણી લો વર્ડમાં તમારું કામ વધુ ઝડપી અને સરળ કેવી રીતે બની શકે? આગળ શું વાંચશો? શબ્દ, વાક્ય કે ફકરાને ખસેડો, સહેલાઈથી ટેકસ્ટને ડબલ અન્ડરલાઈન કરો...
પ્રેઝન્ટેશન તૈયાર કરવું અને તેને રજૂ કરવું એ એક કળા છે. નાની નાની વાતની કાળજી લઈને તમે પણ તેમાં માસ્ટર બની શકો છો. આજના યુગમાં "જો દિખતા હૈ વો બિકતા હૈના નાતે તમે જે પ્રેઝન્ટ કરો તે વધુ ફેલાય છે, વધુ અપીલ કરે છે - તો પ્રસ્તુત છે આદર્શ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેવું...
લાગે છે કે ગૂગલ ગ્લાસમાંથી ઘણા લોકો જુદી જુદી પ્રેરણા લઈ રહ્યા છે. રશિયાના કેટલાક મોટરસાઇકલિંગ પ્રેમી એન્જિનિયર્સ ગૂગલ ગ્લાસના કન્સેપ્ટને હેલ્મેટમાં સમાવી રહ્યા છે! મોસ્કોના આ એન્જિનિયર્સે લાઇવમેપ નામની એક કંપની બનાવી છે અને તેઓ હેલમેટમાં જ ઓગમેન્ટેડ રિયાલિટી સાથેની...
સામાન્ય રીતે ‘સાયબરસફર’ના પાને આપણે એવી જ વાતો કરીએ છીએ કે એ વાંચીને કે વાંચતાં વાંચતાં જ, મેગેઝિનનું ફીંડલું વાળીને તમે તમારા પીસી કે મોબાઇલ પર ત્રાટકી શકો અને અહીં જણાવેલી વાતોનો જાતઅખતરો કરી શકો! ‘હાલને હાલ, અત્યારે જ ઉપયોગી’ એ ‘સાયબરસફર’માં વિષય પસંદગીનો મુખ્ય...
આજે સવારમાં અંક મળ્યો ને તરત જ વંચાઈ ગયો (એક બેઠકે વાંચવો ન હતો તો પણ). પૂરો થયો પછી ખૂબ જ પસ્તાવો થયો... ભારે કરી... હવે આખો મહિનો શું કરીશું?... એટલે નિષ્કર્ષ એવો કે ‘સાયબરસફર’નો અંક રોજિંદો પ્રગટ થવો જોઈએ અથવા નવલકથા સ્વરુપે ૫૦૦થી ૧૦૦૦ પૃષ્ઠો તો હોવા જ જોઈએ....
જો તમે નવો સ્માર્ટફોન લેવાનું કે જૂનો બદલવાનું વિચારી રહ્યા હો તો ગયા મહિને અખબારોમાં આખા પેજની એક જાહેરખબરે જરુર તમારું ધ્યાન ખેચ્યું હશે. મોટોરોલા કંપનીએ મોટો જી પછી હવે મોટો ઇ ફોન ફક્ત રુ.૬૯૯૯/-ની કિંમતે રજૂ કર્યો છે. જો તમને નાની સ્ક્રીન સાઇઝનો વાંધો ન હોય તો...
ઓફિસના કામકાજથી કે અભ્યાસથી કંટાળ્યા હો અને ઘડી-બે ઘડી કંઈક જુદું કરવાનો વિચાર આવે ત્યારે વોશિંગ્ટનનું વ્હાઇટ હાઉસ, દિલ્હીનું સંસદ ભવન કે કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ કે હિમાલયમાંનું માનસરોવર કે પછી હોલીવૂડના સ્ટાર્સનાં ભવ્ય મેન્શન્સ વગેરે વગેરે સ્થળોએ લટાર...
ઉનાળાની ઋતુમાં બે જ વાત સામાન્ય રીતે સૌના મનમાં રમતી હોય છે - ગરમી અને કેરી. ધારો કે અત્યારે તમારે કેરી વિશે વધુ જાણવું હોય તો તમે શું કરો? સિમ્પલ, ગૂગલ પર ત્રાટકો અને દુનિયાભરની કેરીની વિવિધ જાતો વિશે ક્યારેય ખૂટે નહીં એટલાં વેબપેજીસ ફંફોસવા લાગો! પણ તાલાળા-ગીરી...
Guess Word ફુરસદના સમયમાં જાતે કંઈક મજા પડે એવું રમવું હોય કે પરિવાર સાથે મળીને દિમાગની ધાર તેજ કરવી હોય તો આ ગેમ તમને ગમશે. ગેમમાં જુદાં જુદાં પાંચ આલ્બમ છે, જે એક પ્રકારે લેવલ છે. લેવલ પાર કરતાં પછીનાં લેવલ અનલોક થાય. ગેમમાં આપણને એકમેક સાથે કંઈક સંબંધ ધરાવતી ચાર...
કોઈ પણ વેબ સર્વિસમાં લોગ-ઇન થતી વખતે તમે જોયું હશે કે બ્રાઉઝર આપણને પાસવર્ડ સેવ કરી રાખવાની ઓફર કરે છે. આ સુવિધા કેટલી ઉપયોગી અને કેટલી જોખમી એ જાણી લો. આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમઃ દરવાજા મોકળા ઈન્ટરનેટ એક્સપ્લોરરઃ પ્રમાણમાં વધુ સલામત મોઝિલા ફાયરફોક્સઃ સરળ અને સલામત...
ફોટોગ્રાફમાં ધાર્યા ફેરફાર કરવા માટે ફોટોશોપ કે પિકાસા જેવા સોફ્ટવેર ઘણા ઉપયોગી છે, પણ એમાં એટલી બધી ખૂબીઓ છે કે શિખાઉ વ્યક્તિ ગૂંચવાઈ જાય. એના ઉપાય તરીકે ફોટોશોપે જ આપ્યાં છે તદ્દન સરળ ઓનલાઇન ટૂલ્સ! વેકેશનમાં ફરવા ગયા હોઈએ ત્યારે જે તસવીરો લીધી હોય એને વારંવાર જોવાની...
બજારમાં હવે ફોરકે ટીવીની ચર્ચા શરુ થઈ છે. વધુ શાર્પ, વધુ ક્લિયરની આ રેસ ક્યાં અટકશે એ તો ખબર નથી, પણ ટીવીની ખરીદીમાં આપણે ક્યાં અટકવું એ નક્કી કરવામાં આ માહિતી તમને કામ લાગશે. છેલ્લા થોડા સમયથી તમે ટીવી લેવાનું વિચારતા હો તો ટીવીના શોરૂમમાં સેલ્સમેનને ફોરકે ટીવી વિશે...
લાંબો સમય રાહ જોવડાવ્યા પછી હવે એલઆઇસીએ પણ ઓનલાઇન ટર્મ પોલિસી રજૂ કરી છે. તમે ઓનલાઇન વીમો ખરીદ્યો હોય કે ખરીદવા માગતા હો તો તેનાં જમા-ઉધાર પાસાં જાણી લેવા જેવાં છે. આગળ શું વાંચશો? ભારતમાં વીમાની સ્થિતિ ઓનલાઈન પોલિસીનું વેચાણ ઈન્ટરનેટ પર પોલિસી ખરીદાય? લાભ ગેરલાભ...
જેટલી ઝડપે ઇન્ટરનેટે આપણા જીવનમાં પગપેસારો કર્યો તેના કરતાં ઘણી વધુ ઝડપે મોબાઇલ્સ પોતાની અસર ઊભી કરી રહ્યા છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીને ખરા અર્થમાં સૌના હાથમાં લાવી મૂકતા આ ક્ષેત્રમાં તમારા માટે કેવી તકો વિકસી રહી છે એ જાણો આ લેખમાં… આગળ શું વાંચશો? મોબાઈલ ટેસ્ટિંગ...
સવાલ લખી મોકલનારઃ નલીન શાહ, કપડવંજ કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! હા અને ના. બ્રાઉઝરની જરુર ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ છે, એટલે જેમ રિપોર્ટ તૈયાર કરવા માટે...
સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા વર્ડ ૨૦૦૭ અને ૨૦૧૦માં બે લાઇન વચ્ચે ૧.૧૫ લાઇનનું સ્પેસિંગ હોય છે. આપણે તેને જરુરિયાત મુજબ બદલી શકીએ છીએ, આ રીતે : રીબનમાં હોમ ટેબમાં, પેેરેગ્રાફ વિભાગમાં સૌથી નીચે જમણી એરો પર ક્લિક કરી, પેરેગ્રાફનાં સેટિંગ્સનું ડાયલોગ બોક્સ...
સવાલ લખી મોકલનાઃ મહેશ જાદવ વર્ડથી અનેક ખૂબીઓથી ઓછા પરિચિત મિત્રોને પણ આ સવાલના જવાબનો લાભ મળે એ માટે પહેલાં તો વર્ડમાં ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરાય એ જાણી લીએ. વર્ડમાં આપણે જ્યાં કોષ્ટક બનાવવું હોય તે જગ્યાએ કર્સર રાખીને ઉપરની રીબનમાં ઇન્સર્ટ ટેબમાં જઈ, ટેબલ પર ક્લિક...
સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા પહેલી વાત તો કે ૨જી, ૩જી કે ૪જીમાંનો જી ‘જનરેશન’ શબ્દ પરથી આવ્યો છે. આપણો ફોન તેા મોડેલ મુજબ વિવિધ પ્રકારની ટેકનોલોજીથી કોઈ વાયર વિના ઇન્ટરેટ સાથે કનેક્ટ થઈ શકે છે. આ ટેકનોલોજી જે રીતે તબક્કાવાર વિકસતી જાય છે તે અનુસાર તેે...
કમ્પ્યુટરમાં ખડકાતી જતી બિનજરુરી ફાઇલ્સને સાફ કરવાનું કામ કરતા ‘સીક્લિનર’ સોફ્ટવેર વિશે તમે જાણતા જ હશો. હવે તેનું ઓટેમેટિક શેડ્યુલિંગ કરતાં શીખીએ. કમ્પ્યુટર સમયાંતરે ધીમું થઈ જવાનું એક મોટું કારણ - તેમાં જમા થતો ડિજિટલ કચરો હોય છે. આવી બિનજરુરી બાબતોની નિયમિત સફાઈ...
તમે પર્વતની ધાર પર ઊભા હો અને નીચે નજર નાખો તો ચાર હજાર ફૂટ ઊંડી ખીણ દેખાતી હોય તો તમે આગળ ડગલું માંડો ખરા? જવાબ આપતાં પહેલાં એટલું વિચારી લો કે દસ માળના બિલ્ડિંગની અગાશીએથી નીચે નાખતાં તમને કેવી લાગણી થાય છે? આ એવાં લગભગ ૩૫-૪૦ બિલ્ડિંગ ઉપરાઉપર ગોઠવ્યા પછી, છેક ટોચના...
આપણું ધાર્યું કરવા માટે એક આખી જિંદગી પણ ઓછી પડતી હોય છે, તો એક વેકેશન ક્યાંથી પૂરું પડે? વેકેશન નજીક આવવાનું હોય ત્યારથી, આપણને પોતાને વેકેશન મળવાનું હોય કે સંતાનોને, આપણે સૌ જાતજાતના વિચારોના ઘોડા દોડાવવા લાગીએ છીએ અને પછી દિવસો ઓછા પડે છે! આ અંકમાં વેકેશનમાં ધારણા...
ખૂબ ખુશ છું કે જે માહિતી મને ગૂગલ જેવડું મોટું સર્ચ એન્જિન આપી શકતું નથી, તે બધી માહિતી, ક્રિએટિવિટી, નોલેજ વગેરે મને ‘સાયબરસફર’ દ્વારા મળે છે. બધા લોકો કરતાં કંઈક અલગ જાણવા માટે એક માત્ર મેગેઝિન એટલે ‘સાયબરસફર’. - ચિંતક સોઢા એપ્રિલના એફએક્યુ વિભાગમાં...
ગયા મહિને ગૂગલે ટાઇટન એરોસ્પેસ નામની એક કંપની ખરીદી. આ કંપની ડ્રોન (એક પ્રકારનાં માનવરહિત પ્લેન) બનાવે છે. ગૂગલ કહે છે કે આ કંપનીએ બનાવેલા ડ્રોનથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં અને લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં તેને મદદ મળશે. આગળ શું વાંચશો? પૃથ્વી ખરેખર ગરમ થઈ...
કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ અચાનક ઊડી ગઈ? કેટલાય ફોટોગ્રાફ્સ ખેંચ્યા પછી કેમેરાને પીસી સાથે કનેક્ટ કરતાં કાર્ડ ખાલીખમ દેખાય છે? આવું બને ત્યારે ડિલીટ થયેલી ફાઇલ્સ રીકવર કરવાના થોડા ચાન્સ છે, આ રીતે... આગળ શું વાંચશો? હાર્ડ ડ્રાઈવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય...
તમે તમારી સિસ્ટમમાંના ડિજિટલ ડેટાની સાફસફાઈ કરી રહ્યા છો, સિસ્ટમની સ્ટોરેજ કેપેસિટી વધારવા તમે નકામી ફાઇલ્સ ડિલીટ કરી રહ્યા છો અને એ ઉત્સાહમાં કોઈ કામની ફાઇલ કે ફોલ્ડર પણ ઉડાવી દીધું! હવે? તમે કહેશો, નો પ્રોબ્લેમ - રીસાયકલ બીનમાં જઈ, એ ફાઇલ કે ફોલ્ડર શોધીને તેને...
ઇન્ટનેટ પર એવી સંખ્યાબંધ મેપ ગેમ્સ ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે દુનિયાની ભૂગોળ વિશે આપણે કેટલુંક જાણીએ છીએ એ તપાસી શકીએ છીએ. જાણીએ આવી કેટલીક મજાની ગેમ્સ! આગળ શું વાંચશો? પોતાના દેશને જાણવાની અનોખી રીત ભારત વિશે તમે કેટલું નથી જાણતા? ગેમ કરતાં કંઈક વિશેષ ભારતની જિગ્સો...
ગૂગલ મેપ્સમાં હવે ભારતનાં ૨૨ શહેરોનાં ૭૫ સ્થળોના ઇન્ડોર મેપ્સ ઉપલબ્ધ થયા છે, મતલબ કે મોલમાં કોઈ ચોક્કસ શોપ શોધવા હવે ફાંફાં મારવાં પડશે નહીં! માની લો કે તમે બે-ચાર મિત્રકુટુંબો બેંગલોર ફરવા ગયા છો અને ત્યાં ઓરિઓન કે ગોપાલન સિગ્નેચર મોલ જેવા કોઈ મોટા મોલમાં શોપિંગ કરવા...
મજબૂત પાસવર્ડનું મહત્ત્વ આપણે સૌ જાણતા હોવા છતાં તેના તરફ પૂરતું ધ્યાન આપતા નથી. આવો જાણીએ કે લોકો આપણો પાસવર્ડ કઈ રીતે તોડી કે ચોરી શકે છે અને બચાવના ઉપાય શા છે? આગળ શું વાંચશો? પાસવર્ડ ક્રેકિંગની મુખ્ય ટેકનિક વિશે જાણીએ પાસવર્ડ સિક્યોરિટી વિશે આમ તો આપણે ઘણું જાણતા...
ઇન્ટરનેટ આપણા જીવનમાં વધુને વધુ પગપેસારો કરી રહ્યું છે ત્યારે ઓનલાઇન સલામતી માટેનાં કેટલાંક મહત્ત્વાં પગલાં જાણી લેવાં જરુરી છે, તેના પર અમલ કરવાનું એથી પણ વધુ અગત્યનું છે! આગળ શુ વાંચશો? કમ્પ્યૂટર, ફોન, ટેબલેટ વગેરેને પાસવર્ડ પ્રોટેકટેડ રાખો પેટ્રોલ પંપ પર સાવધ રહો।...
જો તમે નવો નવો સ્માર્ટફોન લીધો હોય તો આ ફોનમાં જેમ ઊંડા ઊતરતા જશો તેમ તેમ તેની અનેક નવી ખૂબીઓ તમારી નજર સામે આવતી જશે. અહીં સ્માર્ટફોનની કેટલીક બહુ પાયાની, પણ નવા ફોનધારકો માટે નવી વાત આપી છે. સ્માર્ટફોન એક રીતે ભારતની ચૂંટણી વ્યવસ્થા જેવા છે - ઉપયોગી બહુ, પણ ગૂંચવે...
આ કોલમમાં આપણે આઇ.ટી. ક્ષેત્રે રહેલી વિવિધ તકોની વાત કરતા આવ્યા છીએ. આજે એ ફલક થોડું વિસ્તારીને, આ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા અને સારી રીતે આગળ વધવા માટે શું શું જાણી લેવું અને કેવી તૈયારીઓ કરવી એ તપાસીએ. આ ક્ષેત્રોમાં તકો વધી છે તેમ હરીફાઈ પણ વધી જ છે! આગળ શું વાંચશો?...
સવાલ લખી મોકલનારઃ હેમાંગ પારેખ, સુરત આ સવાલ વાંચીને તમારા બે પ્રકારના પ્રતિભાવ હોઈ શકે છે, જો તમે જીમેઈલનો ઉપયોગ કરતા હશો તો થશે કે આ કામ તો તદ્દન સહેલું છે, અને જો તમે યાહૂ મેઇલનો ઉપયોગ કરતા હશો તો થશે કે બસ આપણે પણ અહીં જ અટકીએ છીએ! સવાલ મોકલનાર વાચકમિત્ર યાહૂ...
સવાલ લખી મોકલનારઃ મનહર શુક્લા જીમેઇલમાં થોડા થોડા સમયે યુઝર ઇન્ટરફએસ બદલાતા હોવાથી પાસવર્ડ ક્યાંથી બદલવો તેની ક્યારેક ગૂંચવણ થય છે. સામાન્ય રીતે આપણે માનીએ કે સેટિંગ્સમાં જઈને પાસવર્ડ બદલી શકાતો હશે, પણ આપણા જીમેઇલાં યુઝરનેમ અને પાસવર્ડ વાસ્તવમાં આખા ગૂગલમાં આપણા...
સવાલ લખી મોકલનારઃ દીપક બારૈયા તમારા પ્રશ્નના જવાબો આધાર, તમે કયા હેતુથી ગીતો ઇન્ટરનેટ પર અપલોડ કરવા માગો છો તેના પર છે. જો તમે વિશ્વમાં અલગ અલગ ખૂણે વસતા ફક્ત નજીકના મિત્રો સાથે આ ગીતો શેર કરવા માગતા હો તો સૌથી સહેલો રસ્તો જીમેઇલમાં આ ગીતો એટેચ કરીને મેઇલ કરી દેવા છે....
સવાલ લખી મોકલનારઃ યોગેશ પટેલ, અમદાવાદ વેકેશનમાં ટુર પરથી પરત આવ્યા પછી ખાસ કામ લાગે એવો સવાલ! પિકાસા એક ખરેખર અદભુત પ્રોગ્રામ છે. સામાન્ય રીતે આપણે ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા પછી તેમને જેમના તેમ સેવ કરી લેતા હોઈએ છીએ, પણ જો આપણી ફોટોગ્રાફી પર માસ્ટરી ન હોય અને આપણે...
વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ જેવા પ્રોગ્રામ્સની સાથોસાથ માઇક્રોસોફ્ટે ટાબરિયાંઓને મજા પડે એવા એક પ્રોગ્રામ પેઇન્ટની પણ ભેટ આપી છે. આવો જાણીએ આ પ્રોગ્રામની કેટલીક ખાસિયતો અને બનાવીએ એક મજાની રંગોળી. આજે વાત કરીએ, વેકેશનમાં બાળકોને મજા પડે એવા એક પ્રોગ્રામની. વિન્ડોઝની...
તમે પ્લેનમાં કેટલી વાર મુસાફરી કરી છે? બે શક્યતા છે - કાં તો ક્યારેય નહીં, અથવા ઘણી વાર. પણે જો એમ પૂછવામાં આવે કે તમે પ્લેનમાં પાઇલટની સાથે કોકપીટમાં રહીને મુસાફરી કરી છે, તો? એક જ જવાબ હોઈ શકે - ક્યારેય નહીં, સિવાય કે તમે પોતે પાઇલટ હો. આ અશક્ય લાગતી વાત આપણે સંભવ...
ડિજિટલ ડેટાનું પ્રમાણ અત્યંત તેજ ગતિએ વધી રહ્યું છે, તેમ તેની સાથે તાલ મિલાવવા ડેટા સ્ટોર કરતાં સાધનોની ક્ષમતા પણ વધી રહી છે, જેમ કે હવે આવી રહી છે ૨૫૦ ડીવીડી ફિલ્મ સમાવી સકતી એક ડિસ્ક!સોની અને પાનાસોનિક કંપની બ્લુ-રે ડિસ્કથી આગળ વધીને નેક્સ્ટ જનરેશન સ્ટોરેજ ડિસ્ક...
જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમારા પોતાના ધ્યાનમાં આવે એ પહેલાં, તમે ડેસ્કટોપ કરતાં મોબાઇલમાં વધુ નેટ સર્ફિંગ કરતા થઈ ગયા હશો! મોબાઇલ બ્રાઉઝિંગ સતત વધી રહ્યું છે અને આ ક્ષેત્રની કેટલીક ગ્લોબલ કંપનીઓના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૩માં દુનિયામાં જેટલું નેટ બ્રાઉઝિંગ થયું...
ગયા મહિને, ચૂંટણી ઉપરાંત મલેશિયાનું પ્લેન ગાયબ થવાનો મુદ્દો અખબારોમાં છવાયેલો રહ્યો. ગૂગલ ન્યૂઝ પર પણ આ સમાચારનો શેરબજારની જેમ ઉપર-નીચે થતો ટ્રેન્ડ જોવા મળ્યો. શરૂઆતના દિવસોમાં દુનિયાભરનાં અખબારોમાં આ સમાચાર છવાયેલા રહ્યા, દિવસો વીતતાં સૌનો રસ ઓછો થયો અને પ્લેન તૂટી...
‘સાયબરસફર’ ખૂબ સરસ મેગેઝિન છે, પણ મારું એક સૂચન છે. જ્યારે પણ સ્માર્ટફોન, મોબાઇલ કે તેની એપ્સ વિશે માહિતી આપવામાં આવેશે ત્યારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લગતી માહિતી હોય છે. મારું સૂચન છે કે વિન્ડોઝ ૮, વિન્ડોઝ ફોન ૮ અને લુમિયા સ્માર્ટફોન વિશે માહિતી આપવા વિનંતી છે....
સ્માર્ટફોનમાં ખરેખર અફરાતફરીનો માહોલ છે! એક તરફ માઇક્રોસોફ્ટ પોતાની લાઇસન્સ ફી જતી કરીને પણ સ્માર્ટફોન માર્કેટમાં વિન્ડોઝ પુશ કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ નોકિયાએ સાડા સાત-સાડા આઠ હજાર જેવી બજેટ પ્રાઇસમાં એન્ડ્રોઇડ ફોન રજૂ કર્યા છે. થોડા સમય પહેલાં...
આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શરુ થવામાં હશે કે શરુ થઈ ગયો હશે. આ ચૂંટણીમાં કુલ ૮૧.૪ કરોડ લોકો મત આપી શકશે (આખા યુરોપના બધા દેશોની કુલ વસતિ આના કરતાં ઓછી છે), વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં આના કરતાં ૧૦ કરોડ ઓછા મતદાર હતા. ભારતમાં કુલ...
આ લખાઈ રહ્યું છે ત્યારે મલેશિયા એરલાઇન્સનું પ્લેન ગૂમ થયાની ઘટનાને પૂરા ૧૫ દિવસ વીતી ગયા પછી, પ્લેન હિંદ મહાસાગરમાં તૂટી પડ્યું હોવાની જાહેરાત થઈ છે, છતાં આ ઘટના વિશે ઘણા પ્રશ્નો અનુત્તર રહ્યા છે. જેનો જવાબ મળ્યો નથી એ મુખ્ય સવાલ એ જ રહ્યો છે કે ટેક્નોલોજી આટલી આગળ...
તમે પોતે પૃથ્વી પરના અફાટ આકાશમાં ઊડી રહેલાં વિવિધ પ્લેનને ટ્રેક કરવા માગતા હો તો પહોંચો આ વેબસાઇટ પર: www.flightradar/24.com તમે આ સાઇટ પર જઈને જોશો તો શરુઆતમાં ભારતના નક્શા પર ગણ્યાંગાઠ્યાં પ્લેન જોવા મળશે, પણ સ્ક્રીન પર જમણા ખૂણે ‘જમ્પ ટુ એરિયા’ ડ્રોપ ડાઉન મેનુમાં...
વેકેશન નજીક આવતાં જ આપણે પ્રવાસ માટે રેલવે રિઝર્વેશનની તપાસમાં લાગી જઈએ છીએ. તમારે એજન્ટના ભરોસે ન રહેવું હોય તો ઘેરબેઠાં રિઝર્વેશન કરાવવું સહેલું છે, જો કેટલીક ખાસ વાત જાણી લઈએ તો! આગળ શું વાંચશો? આઈઆરસીટીસી શું છે? ઓનલાઈન બુકિંગનું તંત્ર ઓનલાઈન બુકિંગની શરુઆત...
પ્રવાસનું વહેલાસર આયોજન કરી, જોઈતા દિવસે, જોઈતી ટ્રેનમાં રિઝર્વેશન મેળવી નિશ્ર્ચિંત બની જવું અને પછી પ્રવાસના મજાના દિવસો ગણતા રહેવાનો આનંદ કંઈક જુદો જ છે, પણ કામકાજ કે અભ્યાસ કે સ્વાસ્થ્ય જેવા કોઈ પણ કારણસર તમે મુસાફરીની ચોક્કસ તારીખ નક્કી કરી શકતા ન હો તો અગાઉથી...
માર્ચ મહિનામાં વર્લ્ડ વાઈડ વેબને ૨૫ વર્ષ થયાં, ત્યારે આખી દુનિયાને એકમેક સાથે સાંકળી રહેલું આ અજબ-ગજબ જાળું કેવી રીતે ગૂંથાયું એ જાણવું રસપ્રદ બનશે. ૧૨ માર્ચ, ૧૯૮૯ બ્રિટિશ કમ્પ્યુટર વિજ્ઞાની ટીમ બર્નર્સ-લીએ યુરોપીયન સંગઠન સીઇઆરએન સાથે સંકળાયેલા વિશ્વભરના...
૧૯૭૩માં આજના મોબાઇલની સૌથી નજીકના ગણાય એવા મોબાઇલ ફોનથી ન્યુ યોર્કથી ન્યુ જર્સી ફોન કોલ થયો, એ પહેલાં એવું શું શું બન્યું, જેનાથી જગતને મોબાઇલ ફોનની ભેટ મળી? આવો જાણીએ… આજે જેના વિના લોકો એક ડગલું માંડતા નથી, એ મોબાઇલ ફોનની શરૂઆત કેવી રીતે થઈ? હાથમાં ઉપાડ્યો હોય તો...
મોબાઇલ ફોનની શોધને ૪૦ વર્ષ થઈ ગયાં હોવા છતાં, તેનાથી માનવમગજને નુક્સાન થાય છે કે નહીં એ વિષે નિષ્ણાતો એકમત નથી. એમની દલીલો ચાલુ છે ત્યારે, નવાં ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અને વાઇ-ફાઈ પણ જોખમી હોવાનો સૂર ઊઠી રહ્યો છે. આગળ શું વાંચશો? મોબાઈલ હાનિકારક છે? સાર શું છે?...
એક સમયે વેબડિઝાઇનિંગ ખૂબ સારી કારકિર્દી ગણાતી હતી, પણ પછી એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વાસ્તવમાં આ ક્ષેત્રે હજી પણ વિશાળ તકો છે, જો તમે સમય પ્રમાણે તકો પારખી શકો અને તે અનુસાર જરુરી નવી કુશળતાઓ કેળવી શકો છો. આ લેખમાં એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આગળ શું વાંચશો?...
તમારા ખિસ્સામાં એક સ્માર્ટફોન હોય પછી તમારે કાંડાઘડિયાળ, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, કેલેન્ડર વગેરે અલગ અલગ ઘણી ચીજોની જરૂર રહેતી નથી. ફોન સાદો હોય કે સ્માર્ટ, દરેકમાં કેલ્ક્યુલેટર અચૂક હોય છે, પણ એ હોય છે તદ્દન બેઝિક. તમને થશે કે કેલ્ક્યુલેટરમાં ગણતરીની સગવડથી વધુ હોય પણ...
એક સમય એવો હતો જ્યારે લોકો પોતાની યાદશક્તિ માટે પોરસાતા. હવે યાદશક્તિ કરતાં, શોધશક્તિનું મહત્ત્વ વધી ગયું છે - કેમ કે વાંચીને યાદ રાખવાને બદલે શોધી લેવાની ટેવ વધી રહી છે! ઇન્ટરનેટની આપણા વાંચન અને વિચાર પર કેવી અસર થઈ રહી છે એ વિશે થોડા વિચારો…વર્ષો પહેલાંના સમયમાં,...
સવાલ લખી મોકલનારઃ નિખિલ મહેતા, સુરત બહુ મહત્ત્વનો સવાલ. નિખિલભાઈ લખે છે કે "હું જીમેઇલમાં ઈ-મેઇલ એકાઉન્ટ ધરાવું છું. હું જ્યારે મારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઈ-મેઇલ ઓપન કરું છું ત્યારે મારો ઈ-મેઇલ પાસવર્ડ પૂછવામાં આવતો નથી અને ડાયરેક્ટ ઇનબોક્સ ઓપન થઈ જાય છે. એનો અર્થ તો એ...
સવાલ લખી મોકલનારઃ પ્રશાંત દવે, જામનગર જો આપ ફક્ત ઓનલાઈન ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરીની શોધમાં હો તો આ સાઇટ બહુ ઉપયોગી થશે : http://gujaratilexicon.com / આ સાઇટમાં શબ્દોના પ્રોનાઉન્સિએશન - ઉચ્ચાર પણ જાણવા મળશે.અને જો આપ આખાં વાક્યો ટ્રાન્સલેટ કરવા માગતા હો તો આ સાઇટ જુઓ :...
સાયબરસફરના જૂના વાચકોને યાદ હશે કે નવેમ્બર ૨૦૧૨ના અંકમાં આપણે ‘ભારતીય રેલવેના નવા મુકામ’ની વાત કરી હતી, જેમાં ગૂગલ મેપ પર દરરોજ ભારતભરમાં દોડતી સાડા છ હજાર જેટલી ટ્રેનનાં લાઇવ લોકેશન બતાવતી રેલરડાર સર્વિસની વાત કરી હતી. એ સર્વિસ એક ખાનગી કંપનીએ બનાવી હોવાથી હવે તેનું...
આપણને માનવી ગમે નહીં એવી હકીકત એ છે કે ઇન્ટરનેટનો સમાજના ભલા માટે જેટલો ઉપયોગ થઈ શકે છે, એના કરતાં ઘણો વધુ ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થાય છે. એક જમાનામાં પોતાની પ્રોગ્રામિંગ સ્કિલ્સ ટેસ્ટ કરવા માટે આતુર યુવાનો વાઇરસ પ્રોગ્રામ તૈયાર કરતા હતા પણ એ વાત હવે વાસ્તવિક...
‘સાયબરસફર’ મેગેઝિનના બધા અંકો નિયમિત વાંચન કરું છું અને તેના થકી અમારા જ્ઞાનમાં ઘણો વધારો થયો એ બદલ આપ સૌે મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. હવે જો શક્ય હોય તો આગામી અંકોમાં ગુજરાતી લાઇબ્રેરી, હિન્દી લાઇબ્રેરીના પુસ્તકો પૂરાં ફ્રીમાં વાચન કરવા મળે તેવી કોઈ ટિપ્સ, લિંક કે પછી...
ગયા મહિને અખબારોમાં પહેલા આખા પેજની જાહેરાત સાથે જે સ્માર્ટફોન લોન્ચ થયો અને મોટો જી ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર લોન્ચ થયાના થોડા જ સમયમાં આઉટ-ઓફ-સ્ટોક પણ થઈ ગયો હતો. હવે એ ફરી ઉપલબ્ધ થઈ ગયો છે. જો તમે સરખામણીમાં આકર્ષક કિંમતે પાવરપેક્ડ સ્માર્ટફોન ફોન તરીકે મોટો જી તરફ...
તમે કોઈ કોફીશોપમાં કોફી પીવા ગયા હો અને મેનુકાર્ડમાં જેનું નામ વાંચવામાં પણ તકલીફ પડતી હોય એવી કોઈ ખાસ પ્રકારની કોફી ઓર્ડર કરવા માગતા હો, પણ એ પહેલાં, એ કોફી વિશે વિકિપીડિયા પર સર્ચ કરી લેવા માગતા હો તો? આગળ શું વાંચશો? મોબાઈલને મળશે આંખો ને મગજ તો થોડા સમય પછી એવી...
કમ્પ્યુટરને નુકસાન કરે તે વાઇરસ એવી આપણી એક સામાન્ય સમજ છે, પરંતુ વાઇરસ જેવા બીજા પણ ઘણા હાનિકારક સોફ્ટવેર હોય છે, આવો તેમાંના જાણીતા માલ્વેર વિશે માહિતી મેળવીએ. આગળ શું વાંચશો? વાઈરસ વાઈરસના પ્રકાર ઈ-મેઈલ વાઈરસ વર્મ એડ્વેર સ્પાયવેર સ્પાયવેર શું કરી શકે છે? પહેલો...
પેરિસના ડેવલપરે બનાવેલી એક મજાની વેબસાઇટ પર આખી દુનિયાનાં અજબ-ગજબનાં સ્થળો વિશે જોઈ-જાણી શકાય છે જગત આખું પોતે ખેંચેલા ફોટોઝ સૌ સાથે શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ નામની એપનો ઉપયોગ કરે છે પણ પેરિસ, ફ્રાન્સના એક ડેવલપર બેન્જામિન નેટરને જુદો વિચાર આવ્યો - તેણે ઇન્સ્ટાગ્રામ...
ઇન્ફર્મેશન ટેક્નોલોજી કરતાં પણ વધુ ઝડપે શું વિકસી રહ્યું છે, જાણો છો? ડેટા! આપણે પોતે જનરેટ કરેલો ડેટા. આ ડેટાને ધાર્યો ઉપયોગ કરવા માટે તેને વૈજ્ઞાનિક ઢબે ગોઠવવો અને જાળવવો જરી છે. આઇટીનાં અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઉજ્જવળ તકો છે. આગળ શું વાંચશો?...
આજના સમયમાં દિવસમાં લાંબો સમય કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું ઘણા લોકો માટે અનિવાર્ય થઈ પડ્યું છે, જેની લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જો અહીં આપેલી બાબતોને સદંતર અવગણીએ તો! આગળ શું વાંચશો? કમરને આધાર આપવા.... કાંડા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ ગરદનની યોગ્ય...
જો તમે ઇન્ટરનેટનાં વેબપેજીસની વારંવાર પ્રિન્ટ લેતા હો તો પયર્વિરણ અને પ્રિન્ટરની ઇંક બંનેના બચાવ માટે વેબપેજમાં જેટલું જરુરી હોય તેટલી જ બાબતોને પીડીએફ તરીકે સેવ કરીને તેની પ્રિન્ટ લઈ શકાય છે. આ રીતે... આ એક સાવ સાદું સત્ય છે, જે આપણે સૌ જાણીએ છીએ - કાગળ પર્યાવરણનો...
સવાલ લખી મોકલનાર - રજનીકાંત સાપાવડિયા, ગામ ઘણાદ, તા. લખતર આપણે કોઈ પણ વેબસાઇટમાં ઈમેઇલ સબસ્ક્રિપ્શન કરીએ ત્યારે ફીડબર્નર દ્વારા સબસ્ક્રિપ્શન થાય છે. તો આ ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઈમેઇલ અપડેટ ઈમેઇલ કેવી રીતે આપે છે તેની સંપૂર્ણ માહિતી આપશો. આપણે કોઈ પણ...
સવાલ લખી મોકલનાર- અલકેશ દવે, અમદાવાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં સામાન્ય રીતે ડીફોલ્ટ પેજસાઇઝ લીગલ અથવા લેટર હોય છે. લેટર (૮.૫ x ૧૧ ઇંચ) અને એ૪ (૮.૨૭ x ૧૧.૬૯)ના માપમાં નજીવો તફાવત છે, પણ લીગલ પેજની સાઇઝ (૮.૫ x ૧૪ ઇંચ) હોય છે, એટલે કે ઊંચાઈમાં તે ખાસ્સું વધુ હોય છે. આપણે...
ઇંગ્લિશ ગ્રામર ગૂંચવણભર્યું તો છે, પણ એ પણ સ્વીકારવું રહ્યું કે તેને સહેલું બનાવવાના પ્રયાસો પણ સતત થતા રહે છે. ઇંગ્લિશ ગ્રામરના કેટલાક પાયાના સિદ્ધાંત સમજવામાં ચિત્રો બહુ મદદરૂપ થઈ શકે છે. આ રહ્યાં ઉદાહરણ... પ્રેપોઝિશન વાક્યમાંના નાઉન, પ્રોનાઉન અને ફ્રેઝને અન્ય શબ્દો...
રીલેક્સિગં ઝેન રિંગટોન્સ ‘એ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ’ એટલે કે વ્યક્તિની ઓળખ એ કેવા લોકોની સંગતમાં રહે છે તેનાથી ઘડાય છે. આજના જમાનામાં આ કહેવત બદલીને ‘એ મેન ઇઝ નોન બાય ધ રિંગટોન હી કીપ્સ’ એવી કરી શકાય. તમારા ફોનમાંનો રિંગટોન કે કોલરટ્યૂન તમારા સ્વભાવ કે મિજાજ...
પળ પળનો પાક્કો હિસાબ એકધારું કમ્પ્યુટર પર કામ કરીને થાક્યા, ૧૦ મિનિટનો બ્રેક લેવા માગો છો? અથવા કોઈ મહત્ત્વનું કામ હાથ પર લીધું છે અને બરાબર અડધા કલાકમાં પૂરું કરવા માગો છો? કોઈ પણ કામમાં સમયનો પાકો હિસાબ રાખવામાં પણ હવે ગૂગલની મદદ લઈ શકાય છે. ગૂગલ સર્ચ બોક્સમાં Set...
ઘર ઘરમાં જોવા મળતી મજાની ચકલી મોબાઇલ સિગ્નલ્સના પાપે હવે ગૂમ થઈ ગઈ છે, પણ ધ નેધરલેન્ડ્સના એક પેઇન્ટર અને પેપરક્રાફ્ટ આર્ટિસ્ટ જોહાન શેફ્ટ પોતાની રીતે ચકલીની યાદ જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. બાજુમાં દેખાય છે એ બધાં જ પંખી કાગળમાંથી બનાવેલાં ૩ડી મોડેલ છે. જોહાન પ્લેઇન...
ભારત દુનિયાના એવા કેટલાક અજબ દેશોમાંનો એક છે, જ્યાં ઇન્ટરનેટના યુઝર્સમાં પુરુષોનું પ્રમાણ ઘણું વધુ છે, ભારતમાં ઇન્ટરનેટ પર એક્ટિવ યુઝર્સમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ૩૦ ટકા છે! ગૂગલે આ સ્થિતિ સુધારવા કમર કસી છે કેમ કે ગૂગલના મતે જો મહિલાઓ ઓનલાઇન સક્રિય થાય તો તેમના જીવન...
આઇટી સ્ટુડન્ટ માટે રોલમોડેલ બની ગયેલા માઇક્રોસોફ્ટ કંપનીના નવા સીઇઓ તેમના પોતાના વિશે, પોતાની કંપની વિશે અને આપણા સૌ વિશે શું વિચારે છે? જાણીએ એમણે માઇક્રોસોફ્ટ કંપનીના તમામ એમ્પ્લોઇને મોકલેલા પહેલા ઈ-મેઇલમાંથી. આજનો દિવસ મને ૨૨ વર્ષ પહેલાંંનો માઈક્રોસોફ્ટ ખાતેનો મારો...
જીવનમાં આગળ વધવા માટે જવાબો જાણવા કરતાં, સવાલો જાગતા રહે એ વધુ જરૂરી હોય છે. આ વાત ઇન્ટરનેટનાં સર્ચ એન્જિન્સથી વિશેષ આપણને કોણ સમજાવી શકે?! ઇન્ટરનેટમાં અપાર માહિતીનો ગંજ ખડકાયો છે, અહીં એક સવાલના અનેક જવાબો હાજર છે, પણ આ જવાબો સુધી પહોંચવા માટે સવાલો જાણવા જરુરી છે....
‘સાયબરસફર’ એક ખૂબ જ સરસ મેગેઝિન છે, જે બધી જ ઉંમરના વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. કમ્પ્યુટર એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતે જ્ઞાનનો સાગર છે તે આ મેગેઝિન સમજાવે છે. - મુકુંદ કંટારિયા, ભાવનગર મને તમારો પ્રયાસ ગમ્યો. તમે યુએસએમાં હાર્ડ કોપી મોકલો છો ખરા? જો મોકલતા હો તો મને...
તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે? બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ...
દુનિયા આખી પર સ્માર્ટફોન છવાઈ રહ્યા છે, તેમના ઉપયોગના બદલાતા ટ્રેન્ડની રસપ્રદ માહિતી એક મિનિટ માટે, તમારા હાથમાં રહેલા આ છાપાની ગડી વાળો અને આજુબાજુ નજર ફેરવો. તમે ઘરમાં એકલા જ બેઠા હો તો જુદી વાત છે (તો બીજા હાથમાં મોબાઇલ હશે!), બાકી બીજી ફક્ત એક વ્યક્તિ તમારી...
ભારતીય ચલણી નોટો આજકાલ ચર્ચામાં છે, અસલી-નકલી કારણોસર. નકલી નોટોના મોટા પડકારને પહોંચી વળવા રિઝર્વ બેન્ક વિવિધ પગલાં લઈ રહી છે, એમાંનું એક પગલું છે લોકજાગૃતિ કેળવતી એક ખાસ વેબસાઇટ. આગળ શું વાંચશો? આરપાર જોવાથી બનતી સખ્યા વોટરમાર્ક રંગબદલતી સંખ્યા ફ્લુરોસન્ટ રંગનો...
આપણે દરરોજ ગૂગલના સર્ચબોક્સમાં કંઈક ને કંઈક લખીને સર્ચ કરીએ છીએ અને પછી સંખ્યાબંધ પરિણામો જોઈને ગૂંચવાઈએ છીએ. સર્ચ કરવાની કેટલીક ચોક્કસ રીત જાણી લઈએ તો આપણું કામ ઘણું આસાન બની શકે છે. આગળ શું વાંચશો? સર્ચના મૂળ તમારા જન્મદિને, વિશ કરશે ગૂગલ સેફસર્ચ કેવી રીતે કરાય?...
જેમ આપણે ઇન્ટરનેટમાં જોઈતી માહિતી આપતી સાઇટ્સ શોધીએ છીએ, તેમ બધી સાઇટ્સ આપણી નજરમાં આવવા માટે મથતી હોય છે. ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન વગેરે ક્ષેત્રનો મેળવીએ પ્રાથમિક પરિચય, આ લેખમાં. છેલ્લાં ૧૦-૧૨...
સવાલ લખી મોકલનારઃ ધીરજ પરીખ, અમદાવાદ હા, આવી સગવડ છે. એ માટે જીમેઇલમાં લોગ-ઇન થઈને જમણી તરફના ગિયર આઇકન પર ક્લિક કરી, જીમેઇલના સેટિંગ્સમાં જાઓ. તેમાં સૌથી પહેલા ‘જનરલ’ ટેબમાં ‘અનડુ સેન્ડ’ વિકલ્પ દેખાશે. તેને પહેલાં ઇનેબલ કરો અને પછી તમે કેટલા સમયની મર્યાદામાં સેન્ડનો...
સવાલ લખી મોકલનારઃ રિયાઝખાન પઠાણ, અમદાવાદ આ સવાલનો ટૂંકો જવાબ જાણવાને બદલે, આપણે મૂળમાંથી બ્રાઉઝરનાં સેટિંગ્સ સમજીએ કેમ કે ઘણા વાચકમિત્રો સાથેની વાતચીતથી લાગે છે કે બ્રાઉઝરના ઉપયોગ વિશે વિવિધ પ્રકારની ઘણી મૂંઝવણ ને ગૂંચવણ છે. આપણે એના ઉકેલ જાણીએ. ઘણા બધા મિત્રો...
સવાલ લખી મોકલનારઃ ભરત ગણાત્રા, ભૂજ આમ તો, મિનિ ટૂલબાર એક કામની સગવડ છે કેમ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેક્સ્ટ સાથે કામ કરતી વખતે, ટેક્સ્ટ સિલેક્ટ કરતાં અલ્લાદિનના જીનની જેમ, આપણે સિલેક્ટ કરેલી ટેક્સ્’ની બાજુમાં જ આ મિનિ ટૂલબાર હાજર થાય છે અને ટેક્સ્ટમાં આપણે જે...
સવાલ લખી મોકલનાર- ધારા ત્રિવેદી, મહેસાણા બિલકુલ કરી શકાય! સામાન્ય રીતે, તમે સ્માર્ટફોન કે ટેબલેટમાં જ પ્લે સ્ટોરમાં જઈને ગમતી એપ ડાઉનલોડ કરી શકો છો, પણ તમારી પાસે નાના સ્ક્રીનવાળો સ્માર્ટફોન હોય તો તમે પીસીના મોટા સ્ક્રીનનો લાભ લઈ શકો છો. એ માટે... સૌથી પહેલાં તમારા...
સવાલ લખી મોકલનાર- વિનાયક મજમુદાર, સુરત હા અને ના. ટેકનિકલી જોઈએ તો હા અને લિગલી જોઈએ તો કોપીરાઇટવાળા આખેઆખા વીડિયો કે ફ્ક્ત તેના સાઉન્ડને ડાઉનલોડ કરવાની કાયદેસર ના હોય છે! વાત ૨૦૧૪ની સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘જય હો’ના ‘તેરે નૈના માર હી ડાલેંગે...’ ગીતની હોય કે ૬૦...
ગયા અંકમાં આપણે એક્સેલમાં સરવાળાની વિવિધ રીત સમજ્યા. હવે સમજીએ, આંકડાનો અને વિવિધ શરતો મુજબ તારવવાની પદ્ધતિઓ, જેમાં આપણે સરેરાશ અને અન્ય બાબતોને પણ આવરી લઈશું. આગળ શું વાંચશો? શરતી સ્થિતિ મુજબની ગણતરી શરતી સરેરાશને લગતી ગણતરીઓ માઈક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ...
ગયા મહિને અખબારોમાં સમાચાર ચમક્યા હતા કે લંડન આઇ, સિંગાપોર ફ્લાયર, આઇ ઓફ એમિરેટ્સ કે ન્યૂ યોર્ક વ્હીલને પગલે અમદાવાદ રીવરફ્રન્ટમાં પણ, ૬૭ મીટર ઊંચી પતંગ હોટલની બાજુમાં ૧૩૫ મીટર ઊંચું જાયન્ટ વ્હીલ (તળપદી ગુજરાતી ભાષામાં એને ‘ફજેતફાળકો’ કહેવાય!) તૈયાર કરવા માટે અમદાવાદ...
‘‘આજે કેટલી વાર ફોન કર્યા, એક પણ વાર રિંગ સંભળાઈ નહીં?’’ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી માંડીને પત્ની કે પતિ અને બોસ કે ક્લાયન્ટમાંથી કોઈને કોઈએ તમને આ ફરિયાદ કરી જ હશે. તમારી પાસે બચાવની ફક્ત એક દલીલ હોય, "મીટિંગમાં હતો, ફોન મ્યૂટ કર્યો હતો અને મીટિંગ પૂરી થયા પછી વોઈસ...
સ્માર્ટવર્કિંગનો પહેલો નિયમ આ છે - આપણે કમ્પ્યુટરના નહીં પણ કમ્પ્યુટર આપણું ગુલામ હોવું જોઈએ! એટલે કે જે કામ કમ્પ્યુટર સારી રીતે કરી શકે તેમ હોય તેની જવાબદારી તેના શિરે જ નાખવી અને આપણે આપણા પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું. માઇક્રોસોફ્ટ વર્ડમાં આવું કરવા માટેની એક...
ધારો કે તમે વર્ડમાં કોઈને પત્ર લખ્યો. હવે પત્ર પ્રિન્ટ કરીને, એન્વેલપમાં પેક કરીને પોસ્ટ કે કુરિયર કરવાનો છે. સામાન્ય રીતે, આપણે કવર પર હાથેથી એડ્રેસ લખવા બેસીએ, પણ એકથી વધુ પત્રો હોય, અલગ અલગ એડ્રેસ હોય અને મદદ કરવાવાળું કોઈ ન હોય તો? તો વર્ડના ઓટોમેટિક એન્વેલપ...
"કમ્પ્યુટર, સ્માર્ટફોન, ૩જી કનેક્શન... આ બધું હોવા છતાં આપણા વિદ્યાર્થીઓ તેનો પૂરો લાભ લઈ શક્યા હોય એવું લાગતું નથી. નવી ટેક્નોલોજી, નવા ટ્રેન્ડ વગેરેની સામાન્ય જાણકારી પણ તેમને હોતી નથી. આપણા વિદ્યાર્થીઓ પાસે ઇન્ફર્મેશનની એક્સેસ છે, પણ તેઓ ઇન્ફોર્મ્ડ નથી. આ શબ્દો આ...
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપણે સૌ એક ટેક્નોસેવી વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તેઓ પોતે તો સોશિયલ મીડિયાનો પૂરો ઉપયોગ કરી જ જાણે છે, પણ ગુજરાતનાં ગામડાંની શાળાઓ સુધી કમ્પ્યુટર અને તેનું શિક્ષણ પહોંચાડવા માટે પણ વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. ગયા મહિને એક...
મોટો સ્ક્રીન અને પાવરપેક્ડ પરફોર્મન્સ તમારી પસંદ હોય, પણ બજેટ ઇન્ટરનેશનલ બ્રાન્ડ જેટલું મોટું ન હોય તો તમારા માટે ઝોલો ક્યુ૨૦૦૦ સારી ચોઈસ બની શકે છે. આગળ શું વાંચશો? બજેટ સ્માર્ટફોન વિન્ડોઝ ફોન હાઈએન્ડ એન્ડ્રોઈડ ઝોલો વિરુધ્ધ નેકસસ આ ફેબલેટ ૫.૫ ઇંચનો આઇપીએસ ડિસ્પ્લે...
કેવું રહ્યું ૨૦૧૩નું વર્ષ? એક શબ્દમાં કહેવું હોય તો... ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૩ને એક શબ્દમાં વર્ણવવું હોય તો કયો શબ્દ સૌથી યોગ્ય ગણાય? આઇટી સાથે જેમને ડેવલપમેન્ટનો નાતો છે એવા લોકો ‘ક્ધવર્જન્સ’ જેવો કોઈ ભારેખમ શબ્દ બોલશે અને આપણા જેવા, જેમને આઇટી સાથે...
આ કવર સ્ટોરી ખરેખર તો ચાર-પાંચ અંક પહેલાં ‘સાયબરસફર’માં પ્રકાશિત થઈ ગઈ હોત, પણ ત્યારે એ વિચાર પડતો મૂકવામાં આવેલો અને હવે, અત્યારે તમે એ જ મુદ્દો, કવર સ્ટોરી તરીકે જ વાંચી રહ્યા છો, કેમ?
મોબાઇલમાં નેટ કનેક્શનના દર સતત ઘટી રહ્યા છે, પણ સામે ઉપયોગ વધી રહ્યો છે. બિલને કંટ્રોલમાં રાખી શકાય આ રીતે... આગળ શું વાંચશો ? ડેટા પ્લાન બચાવતી એપ ડેટા ક્યાં વપરાય છે તે જાણો વાઈ-ફાઈનો વધુ ઉપયોગ કરો ડેટાની ઓટોમેટિક આપલે કંટ્રોલ કરો ડેટાભૂખી એપ્સ જાણી લો ઓટો-અપડેટ્સ...
બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે. આગળ શું વાંચશો? આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે? અમારી...
‘અત્યારે જમાનો આઇ.ટી.નો છે’ વાતવાતમાં આપણે આવું સાંભળીએ છીએ, પણ આ સતત વિકસતા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જ પૂરતી જાણકારી ન હોય તો તેમના વાલીને તો ક્યાંથી હોય! અહીં એમની પ્રાથમિક ગૂંચવણો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આગળ શું વાંચશો? સોફ્ટવેર અને...
ઓફિસના રોજબરોજના હિસાબ-કિતાબમાં આપણે સ્પ્રેડશીટ અને તેમાં સરવાળા-બાદબાકીનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. કેટલાક ખાસ સંજોગોમાં, ખાસ રીતે સરવાળા કરવાના થાય ત્યારે ગૂંચવણો ઊભી થાય છે. અહીં બતાવ્યા છે તેના ઉપાય... આ જે આપણે ‘સાયબર એક્સલ - સફર’માં સરવાળા અને સરવાળાની ખૂબીઓ વિષે...
જો તમે વિન્ડોઝ ૭ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો તો તમારે જાણવા જેવી એક સુવિધા છે ટાસ્કબારમાંનાં જમ્પ લિસ્ટ્સ. કમ્પ્યુટર ઓન થયા પછી, મોનિટર પર સૌથી નીચે દેખાતી પટ્ટીને ટાસ્કબાર કહે છે એ તો તમે જાણતા જ હશો. આપણે જે પ્રોગ્રામ કે ફોલ્ડર ઓપન કરીએ તેના આઇકન આ ટાસ્કબારમાં...
કમ્પ્યુટર પર અલગ અલગ રીતે થતી છેતરપીંડી સૌ કોઈ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આ સમસ્યાનો ઉપાય એક જ છે - સાવચેતી અને સાવચેત રહેવા માટે, હેકર્સ કઈ કરામતો કરી શકે છે એ જાણી લેવું જરુરી છે. આગળ શું વાંચશો? ફિશિંગ એટેક ટ્રોજન એટેક ડ્રાઈવ-બાય ડાઉનલોડ બાયપાસ પાસવર્ડ ઓપન...
સવાલ લખી મોકલનારઃ મીનાબહેન ઠાકર આ સૌ કોઈની સમસ્યા છે! આપણા માટે કામના ન હોય કે આપણે જે ઈ-મેઇલ મેળવવાની ક્યારેય ઇચ્છા દર્શાવ ન હોય એવા અનસોલિસિટેડ ઈ-મેઇલ્સ સ્પામ કે જંક મેઇલ તરીકે ઓળખાય છે. વિશ્ર્વઆખામાં આવા જંક મેઇલ્સનું બહુ મોટું પ્રમાણ છે અને દરેક ઈ-મેઇલ સર્વિસ...
સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી પ્રાચીન અને સૌથી સુવ્યવસ્થિત ભાષાઓમાંની એક ગણાય છે, ત્યાં સુધી કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સંસ્કૃતના ઉપયોગની હિમાયત કરનારા નિષ્ણાતો પણ છે. તેનું મુખ્ય કારણ એ છે કે સંસ્કૃત એકદમ આયોજનબદ્ધ વ્યાકરણના પાયા પર વિક્સેલી ભાષા છે. છતાં, મજા જુઓ કે...
ટેબલ પર દૂધ કે કોફી ઢોળાય તો તમે શું કરો? પોતાનું ઘર હોય તો પોતું મારો અને રેસ્ટોરાં હોય તો વેઈટર પાસે પોતું મરાવો રાઇટ? ફ્રેન્ચ આર્ટિસ્ટ વીવી મેક આથી જુદું કંઈક કરી શકે છે. એ સ્ટ્રોને પેઇન્ટ બ્રશ તરીકે વાપરીને ઢોળાયેલા દૂધ કે અન્ય પીણાંમાંથી અદ્ભુત કલાકૃતિઓ સર્જી...
ઉત્તરાયણમાં ધાબે ચઢીને પતંગ ચગાવીએ ત્યારે આપણા સૌની નજર ક્યાં હોય? આકાશ પર. ઊંચે ઊડતી પતંગો પર. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પતંગને આંખો હોય તો એને નીચે રહેલી ધરતી કેવી દેખાતી હશે? કાઇટ એરિયલ ફોટોગ્રાફી એ કોઈ નવી વાત નથી, પણ આ રીતે પતંગથી થતી ફોટોગ્રાફીને પોતાનું...
ગૂગલ ક્રોમના પાંચમાં જન્મદિને મળેલી આ નવી સોગાતથી, ઓફલાઇન અને ઓનલાઇન વચ્ચેનું અંતર ઘટ્યું છે અને હવે, પીસી લેપટોપ કે સ્માર્ટફોન પર કામ કરવાની આપણી ઢબ ફરી એક વાર બદલાઈ શકે છે! ગયા વર્ષે, ૨૨ નવેમ્બરે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો પાંચમો જન્મદિન ઉજવાયો અને એ દિવસે આપણને ગૂગલ જેવી...