Home Tags Photo creativity

Tag: photo creativity

ફોટોને આપો પ્રોફેશનલ ટચ

ફોટોગ્રાફ્સમાં જીવ લાવવો હોય તો પ્રોફેશનલ જેવો અનુભવ અને ફોટોશોપ જેવી ફીચર રીચ પ્રોગ્રામ જોઈએ એ વાત સાચી, પણ હવે સ્નેપસીડ જેવી એપ આપણું કામ ઘણું સહેલું બનાવી શકે છે. પ્રવાસ અને ફોટોગ્રાફી - આ બંને વાતના શોખીનો દિવાળી વેકેશન પૂરું થાય એટલે ક્રિસમસના વેકેશનની રાહ જોવા લાગે છે! તમે પણ આ કેટેગરીમાં આવતા હો, તો બે વેકેશન વચ્ચેના આ સમયમાં, જો ફુરસદ મળે તો, પહેલે વેકેશનમાં તમે લીધેલા ફોટોગ્રાફ્સ પર એક નજર ફેરવીને, તેમાંના તમારા દિલને સ્પર્શી ગયેલા ફોટોગ્રાફ્સને જરા વધુ મજેદાર બનાવી શકો...

સેલ્ફી લેતી વખતે સ્માર્ટફોનના સ્ક્રીન પર મિરર ઇમેજ કેમ દેખાય છે?

સવાલ મોકલનાર : વૈશાલી કામદાર, રાજકોટ તમારું આ મુદ્દા તરફ ધ્યાન ગયું એ માટે અભિનંદન! સાદો જવાબ એ કે એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન બરાબર અરીસા તરીકે જ કામ કરે છે, ફક્ત જ્યારે સેલ્ફી લેવાઈ જાય ત્યારે જે ઇમેજ જોવા મળે છે એ મિરર ઇમેજ રહેતી નથી! ગૂંચવાડો થયો? બાજુના સ્ક્રીનશોટમાં પહેલી તસવીર, ‘સાયબરસફર’ મેગેઝિનની સેલ્ફી લેતી વખતે સ્ક્રીન પર જે દેખાય છે તેની છે અને બીજી તસવીર સેલ્ફી ‘પોતાની’ છે. જાતે પણ ટ્રાય કરી જુઓ. ખાસ તો તમારી પાછળ કોઈ નામ લખેલું બોર્ડ કે પુસ્તક રાખીને સેલ્ફી...

ફેસબુકમાં ફોટો ટેગિંગમાં પરિવર્તન

કલ્પના કરો કે તમે મિત્રો સાથે પિકનિક કે પાર્ટીમાં ગયા છો. તમારા ગ્રૂપે રાબેતા મુજબ સંખ્યાબંધ ગ્રૂપ સેલ્ફી લીધી અને ગ્રૂપમાંના બેચાર મિત્રોએ એ ફોટોગ્રાફ ફેસબુક પર શેર કર્યા. અત્યાર સુધી એવું થતું હતું કે ફેસબુક પર ફોટોઝ અપલોડ કરનાર વ્યક્તિ એ ફોટોમાંના અન્ય મિત્રોને ટેગ કરે એટલે કે એ કોણ છે તે ફેસબુકને ઓળખાવે તો ફેસબુક એ અન્ય વ્યક્તિને  એટલે કે આપણને જાણ કરે કે તમારા ફલાણા મિત્રે ફેસબુક પર તમારો ફોટો અપલોડ કર્યો છે અને તમને ટેગ કર્યા છે. હવે ફેસબુક આમાં પરિવર્તન લાવે...

ફોટોગ્રાફીમાં નવા વિચાર લાવતા અનોખા ‘એપ્સપરિમેન્ટ્સ’!

આખી દુનિયામાં લગભગ બે અબજ લોકો પોતાના ખિસ્સામાં કેમેરા લઇને ફરે છે! એટલે જ તો હવે અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં આપણી જિંદગીનું ફોટો ડોક્યુમેન્ટેશ વા લાગ્યું છે! આજકાલ નાની નાની વાતમાં સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરીને ક્લિક ક્લિક કરવામાં આપણે પરોવાઇ જઈએ છીએ, પણ ફોટોગ્રાફી કેવી રીતે વિકસી અને એમાં કેવાં રસપ્રદ પરિવર્તનો આવી રહ્યાં છે એ મુદ્દા તરફ આપણું ભાગ્યે જ ધ્યાન જાય છે. ફોટોગ્રાફી શબ્દ છેક 1839ના વર્ષમાં જન્મ્યો. ગ્રીક ભાષામાં મૂળ ધરાવતા આ શબ્દનો અર્થ થાય છે પ્રકાશથી ચિત્રકામ! અત્યારે આપણે જેને...

ડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

થોડાં વર્ષ પહેલાં રીલિઝ થયેલી ‘જુડવા’ ફિલ્મ અને હમણાં રીલિઝ થયેલી ‘જુડવા-૨’ ફિલ્મમાં ફેર શું છે? ના. આપણે ફિલ્મની સ્ટોરી કે સ્ટારકાસ્ટની વાત નથી કરી રહ્યા. આપણા માટે રસપ્રદ ફેરફાર એ છે કે ૧૯૯૭માં પહેલી ‘જુડવા’ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આપણામાંથી લગભગ કોઈના હાથમાં સ્માર્ટફોન ન હતા અને હવે છે. તમને થશે કે ફિલ્મ અને સ્માર્ટફોનનું કનેકશન શું છે? કનેકશન એ છે કે, આ ફિલ્મ જોઈને તમને પણ ડબલ રોલ ભજવવાની ઇચ્છા થઈ હોય તો હવે હાથમાંના સ્માર્ટફોનની મદદથી તમે સહેલાઇથી સરસ મજાની ડબલ રોલ જેવી...

નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર લઈ જવાથી ફોટો આપોઆપ તેની ઓરિઝનલ સાઇઝમાં ઝૂમ થઈ જશે. એટલે કે આપણે કોઈ પણ થમ્બનેઇલ જોવા માટે તેના ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે ફક્ત માઉસ કર્સર લઈ જવાનું અને એટલું કરતાં તે ઓરિઝનલ સાઇઝમાં આપણી સામે આવશે. દા.ત. ફેસબુકમાં...

ફોટોગ્રાફીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ કૈસે? વેકેશનમાં ફરીને આવેલા કોઈ મિત્ર તેમની ફેમિલી ટૂરના ફોટોગ્રાફ્સ તમને ઉત્સાહથી બતાવતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક તમને આવો વિચાર આવી જતો હશે. એ તો દેખીતું છે કે મિત્રના ફોટોગ્રાફ્સની ક્લેરિટી તમે લીધેલા ફોટોગ્રાફ્સ કરતાં વધુ સારી હોય તો એમાં કોઈ ડિટર્જન્ટનો ફાળો નથી. ફોટોગ્રાફસની ક્લેરિટી ઘણી બાબતો પર આધારિત હોય છે. વ્યક્તિની પોતાની આવડત ઉપરાંત કેમેરા અથવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ અને લેન્સની ગુણવત્તાની તેમાં મોટી ભૂમિકા હોય છે. આપણે ખાતે જો આ બધું નબળું હોય તો આપણે લીધેલા...

ક્વિક ક્લિક્સ

આગળ શું વાંચશો? ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો જીમેઈલ એકસેસ કરો - નેટ કનેકશન વિના સોશિયલ મીડિયાનો બેકઅપ મનભરીને માણો મન્નાડે ભારખેમ ફાઈલ ટ્રાન્સફર કરો સહેલાઈથી ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો ડિજિટલ કેમેરા, સ્માર્ટફોન, લેપટોપ, ડીવીડી પ્લેયર, હોમથિયેટર, આઇપોડ... કેટકેટલાં ગેજેટ્સ આપણા ઘરમાં આવવા લાગ્યાં છે! દરેકમાં જાતભાતનાં ફીચર્સ. ફંક્શનિંગ પણ જુદું જુદું. રીડર્સ ડાઇજેસ્ટ સામયિકમાં એક વાર એક એસ્ટ્રોનોટે લખ્યું હતું કે "વીસીઆરનાં બધાં ફંક્શન્સ સમજવા કરતાં સ્પેસ શટલ ચલાવવું મને સહેલું લાગે છે. જો દરેક ગેજેટ...

ગૂગલ મેપ્સમાં બિઝનેસ ફોટોઝ અને ઇન્ડોર મેપ્સ

વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું  હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય જોયાં હોય અને પછી રેસ્ટોરાંમાં દાખલ થાવ ત્યારે ઝાટકો લાગે કે અહીં તો ટેબલ્સ એટલાં નજીક નજીક છે કે બાજુમાં બેઠેલા બીજા કપલ સાથે કોણી અથડાય! તો? કોઈ અજાણ્યા સ્થળે આપણે પહેલી વાર જઈએ ત્યારે જુદા જુદા સંદર્ભમાં આવા ઝાટકા લાગવાના...

આવી ગયો છે ઊડતો કેમેરા!

સેલ્ફીના શોખિનો માટે એક આનંદના સમાચાર - હવે આપણી સામે ઊડતો રહીને ફોટોગ્રાફ કે વીડિયો કેપ્ચર કરે એવા ડ્રોન કેમેરાનું વેચાણ શરૂ થઈ ગયું છે! સ્માર્ટફોનમાં આપણે સેલ્ફી લેતા હોઈએ ત્યારે હાથને એકદમ સ્ટ્રેચ કરીને દૂર રાખવો પડે. તેના ઉપાય તરીકે સેલ્ફી સ્ટીક આવી. પણ, સેલ્ફી લેવા માટે હાથ લંબાવવો ન પડે કે સેલ્ફી સ્ટીકને યોગ્ય એંગલમાં રાખવાની મથામણ ન કરવી પડે તો? કોઈ હિલ સ્ટેશન પર આપણે ફરવા ગયા હોઈએ અને પર્વતની ટોચેથી આથમતો સૂર્ય જોઈએ રહ્યા હોઈએ ત્યારે, ફિલ્મમાં જ જોવા મળે, એવા જરા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.