| Google

ગૂગલે કઈ રીતે બદલી આપણી જિંદગી

ગૂગલને આ મહિને ૨૫ વર્ષ થયાં! આ ૨૫ વર્ષમાં, આજના ઇન્ટરનેટને આકાર આપવામાં ગૂગલનો સિંહફાળો રહ્યો છે. આપણને આડકતરી રીતે અસર કરે તેવી એઆઇ જેવી ટેક્નોલોજી ઉપરાંત, ગૂગલે આપણા રોજિંદા જીવન પર જબરજસ્ત અસર કરી છે. ગૂગલનાં ૨૫ વર્ષ નિમિત્તે, આ એક કંપનીએ આપણા દૈનિક જીવનને કેટકેટલી રીતે બદલી નાખ્યું એની વાત કરીએ.

ગૂગલ લેન્સ હવે આવે છે પીસી પર

સર્ચ એન્જિન તરીકે ગૂગલ આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો છે. આપણે ભલે એમ માનીએ કે ગૂગલ બધું જ જાણે છે પરંતુ તેની એક મોટી મર્યાદા છે. થોડા સમય પહેલાં સુધી ગૂગલ સર્ચ એન્જિન માત્ર એ જ બાબતો વિશે આપણને વધુ માહિતી આપી શકતું હતું જેના વિશે આપણે કંઇક જાણતા હોઇએ. જેમ કે સરદાર...

તમારા ગૂગલ એકાઉન્ટમાં પૂરતી વિગતો આપી છેને?

આપણા સૌ માટે ગૂગલ એકાઉન્ટ પોતાની ડિજિટલ લાઇફનું કેન્દ્ર છે. ખાસ કરીને આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હોઇએ ત્યારે તેમાં ગૂગલ એકાઉન્ટથી દાખલ થયા હોવાથી આ એકાઉન્ટ જાળવી રાખવું બહુ મહત્ત્વનું બની જાય છે. અગાઉ જ્યારે માત્ર પીસી પર જીમેઇલ કે અન્ય જગ્યાએ ગૂગલ એકાઉન્ટનો...

ગૂગલ પણ એપલને પગલે ચાલશે

એપલે તેના એપ ડેવલપર્સ માટે તેઓ યૂઝરનો ક્યો ડેટા કેવી રીતે અને ક્યા હેતુ માટે એકઠો કરે છે તે દર્શાવવાનું ફરજિયાત કર્યું છે તેને પગલે હવે ગૂગલ પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આવતા વર્ષના શરૂઆતી મહિનાઓમાં પ્લે સ્ટોરમાં આ નવી નીતિ લાગુ થઈ જશે. આ નવી નીતિ મુખ્યત્વે...

ગૂગલ એકાઉન્ટ સ્ટોરેજ વિશે જરૂર જાણો…

આપણે જાણીએ છીએ કે ગૂગલ તેની સર્વિસિસમાં સ્ટોરેજ કેપેસીટીની બાબતે ફેરફાર કરી રહી છે. હમણાં થયેલી નવી સ્પષ્ટતાઓ મુજબ, આ ફેરફારોમાં પણ નવા ફેરફાર આવી રહ્યા છે. આપણે તેના પર એક ઉડતી નજર ફેરવી લઇએ. હાલમાં ગૂગલના ફ્રી એકાઉન્ટમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ એ ત્રણેય...

ગૂગલ ડોક્સમાં સ્પેલ ચેકિંગ થતું નથી?

ધીમે ધીમે આપણે સૌ ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ વળી રહ્યા છીએ. એટલે કદાચ તમે પણ માઇક્રોસોફ્ટ વર્ડને બદલે ગૂગલ ડ્રાઇવમાં ગૂગલ ડોક્સ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું હશે. માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સમાં પણ ઇંગ્લિશ ભાષામાં સ્પેલિંગ ચેક કરવાની ઘણી સારી સગવડ છે. ડોક્સમાં તમારા...

પીડીએફને ગૂગલ ડોકમાં કન્વર્ટ કરો

આજની ડિજિટલ લાઇફમાં આપણે વારંવાર પીડીએફ ફાઇલ સામે કામ પાર પાડવાનું થાય છે. ઘણી વાર એવું પણ બને કે તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ આવી હોય, જેમાંની ટેક્સ્ટનો તમારે એડિટેબલ ટેક્સ્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય. આમ તો ઇન્ટરનેટર પર તમે થોડું ગૂગલ કરો તો પીડીએફ ફાઇલને તેના મૂળ વર્ડ...

તમારા ગૂગલ એકાઉન્ટમાં પૂરતી વિગતો આપી છેને?

આપણા સૌ માટે ગૂગલ એકાઉન્ટ પોતાની ડિજિટલ લાઇફનું કેન્દ્ર છે. ખાસ કરીને આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હોઇએ ત્યારે તેમાં ગૂગલ એકાઉન્ટથી દાખલ થયા હોવાથી આ એકાઉન્ટ જાળવી રાખવું બહુ મહત્ત્વનું બની જાય છે. અગાઉ જ્યારે માત્ર પીસી પર જીમેઇલ કે અન્ય જગ્યાએ ગૂગલ એકાઉન્ટનો...

વિવિધ સાઇટ્સમાં ગૂગલ કે ફેસબુકથી ‘સોશિયલ લોગ-ઇન’ કર્યા પછી શું ધ્યાન રાખશો?

વિવિધ સાઇટ્સ પર અલગ યૂઝરનેમ-પાસવર્ડ યાદ રાખવાં ન હોય તો સોશિયલ લોગ-ઇન બહુ હાથવગી સુવિધા છે, પરંતુ એમ કર્યા પછી, તમે કેવી પરમિશન્સ આપી રહ્યા છો તે અચૂક તપાસવું જોઈએ. વિજ્ઞાન બેધારી તલવાર છે - પ્રાથમિક શાળાથી નિબંધસ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધાઓમાં આ વિષય પૂછાતો આવ્યો છે,...

અવાજ અને આસિસ્ટન્ટથી બદલો તમારી દુનિયા!

આપણે સૌ સ્માર્ટફોનથી વાત કરવા માટે ટેવાયેલા છીએ, પણ સ્માર્ટફોન સાથે વાત કરવાની આપણને ઓછી ટેવ છે! નજીકના ભવિષ્યમાં આપણે આ જ રીતે, આપણાં કામ કરવાની આદત પડવાની છે. અત્યારે ટીવી પર એમેઝોન એલેક્ઝા કે ગૂગલ હોમ જેવા સ્માર્ટ આસિસ્ટન્ટની જાહેરાતો જોઈને, આ ડિવાઇસીઝ એક્ઝેક્ટલી...

ઓળખાણ પળોજણ લાગે તો ગૂગલ કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરો

તમારા કોન્ટેક્ટ્સને ડિજિટલ સ્વરૂપે અને ક્લાઉડમાં સાચવવા હિતાવહ છે. ઓળખાણ મોટી ખાણ છે,  આવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને વર્ષોથી એના લાભ પણ મેળવ્યા હશે, પણ, જો તમે ઓળખાણની ખરેખર મોટી ખાણ ઊભી કરી હોય, તમારા સંપર્ક લિસ્ટમાં અનેક લોકોનાં નામ હોય તો તમે અનુભવ્યું...

ગૂગલ પોતે કૂકીઝ બ્લોક કરશે!

કંપનીએ હમણાં જાહેરાત કરી છે કે તે આવતા બે વર્ષમાં થર્ડ પાર્ટી કૂકીઝનો ઉપયોગ નાબૂદ કરી દેવા માગે છે. આપણે કોઈ પણ વેબપેજ પર જઇએ ત્યારે એ વેબપેજનો આપણો ઉપયોગ આપણને સાનુકૂળ બનાવવા માટે વેબપેજ તરફથી કેટલીક કૂકીઝ આપણા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થતી હોય છે. તે ઉપરાંત જો એ વેબપેજ પર...

ગૂગલ આસિસ્ટન્ટમાં અનુવાદ

ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની વિશ્વના ભાષાના અવરોધો દૂર કરવાની દિશામાં ઘણી આગળ વધી ગઈ છે. આ બંને કંપનીની ટ્રાન્સલેશન ટેકનોલોજીએ, હવે જે દેખાઇ રહ્યું હોય તેને સ્કેન કરીને તરત બીજી ભાષામાં જોઈ શકાય એવું શક્ય બનાવી દીધું છે. એ જ રીતે બે જુદી જુદી ભાષા જાણતી વ્યક્તિઓ...

ગૂગલ આસિસ્ટન્ટમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે રાઇડ બુક કરવા, આસિસ્ટન્ટને કહો!

સ્માર્ટફોનમાં આંગળી ઇશારે કે વોઇસ કમાન્ડથી હાજર થઈ જતા ગૂગલ આસિસ્ટન્ટ પાસે આપણે ઘણાં કામ કરાવી શકીએ છીએ, જેમ કે ટેક્સી બુકિંગ માટે ભાડાં સરખાવી આપવાનું કામ! તમારે અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તાથી કાંકરિયા જવું હોય અને પોતાનું વાહન ન હોય, ચોમાસામાં પણ ધોમ તડકો હોય તો...

પાર્ક કરેલી કાર બતાવશે ગૂગલ આસિસ્ટન્ટ!

આપણને ગૂગલ કેટલી હદે ટ્રેક કરી શકે છે એનું એક નવું ઉદાહરણ સામે આવ્યું છે, જે આમ તો જૂનું છે! થોડા સમય પહેલાં મોબાઇલમાં ‘ગૂગલ નાઉ’ નામની સર્વિસમાં આપણે કંઈ પૂછીએ નહીં તો પણ, આપણે કામની હોય શકે તેવી માહિતી સામે ચાલીને દર્શાવવામાં આવતી હતી. હવે ગૂગલ નાઉની મોટા ભાગની...

ગૂગલ શીટ્સમાં ડેટ પીકર ઉમેરો

તમે માઇક્રોસોફ્ટ એક્સેલ અને ગૂગલ શીટ્સ પ્રોગ્રામની સરખામણી કરી છે? એક્સેલ પાર વગરના ફીચર્સ ધરાવતો પ્રોગ્રામ છે, પરંતુ ગૂગલ શીટ્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે તેની ઘણી નજીક પહોંચી રહ્યો છે. જો તમે એક્સેલના પાવરયૂઝર હો તો જુદા જુદા લોકો સાથે શેરિંગ માટે કે ફાઇલ્સને ગમે તે...

ગૂગલ આસિસ્ટન્ટથી સ્ક્રીનશોટ લો

મોબાઈલમાં ઘણી વાર આપણે સ્ક્રીનશોટ લેવાના થતા હોય છે. જેમ સ્ક્રીનશોટ લેવાનાં કારણ જુદાં જુદાં હોય તેમ લગભગ દરેક મોબાઇલે સ્ક્રીનશોટ લેવાની પદ્ધતિ જરા જરા જુદી હોય છે. મોટા ભાગના સ્માર્ટફોનમાં પાવર બટન અને વોલ્યૂમ બટન એક સાથે પ્રેસ કરીને સ્ક્રીનશોટ લઈ શકાય છે. કેટલાક...

ગૂગલ ડ્યૂઓનું વેબવર્ઝન આવશે

વોટ્સએપ સામે તેના જેવી જ મેસેજિંગ એપ લોકપ્રિય બનાવવાના ગૂગલના કોઈ પ્રયાસ સફળ રહ્યા નથી. પરંતુ તેની વીડિયો કોલિંગ માટેની ડ્યૂઓ એપ વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસ સામે થોડી ટક્કર આપી રહી હોય તેવું લાગે છે. ઘણાં લોકો હવે સાદા કોલ કરવાને બદલે વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસનો...

કેલેન્ડરના ટકોરે કામકાજ!

પહેલાંના જમાનામાં, નવરાત્રિ નજીક આવે અને દિવાળીના દિવસોનો ઉમંગ મન પર છવાવા લાગે ત્યારથી, કાયમી કરિયાણાવાળાને ત્યાં કરિયાણું લેવા જઈએ ત્યારે આપણા મનમાં છાને ખૂણે એક આશા રહેતી - કરિયાણાવાળો નવા વર્ષનું કેલેન્ડર આપશે! કરિયાણાવાળો એ આશા પૂરી કરે તો વળી બીજા ઓળખીતા-પાળખીતા...

સ્માર્ટફોનમાંના ફોટોઝનો બેક અપ રાખવાની સહેલી રીત

તમારા સ્માર્ટફોનમાં તમે પોતે લીધેલા ફોટોગ્રાફ્સ બહુ જગ્યા રોકતા હોય, તો તમે તેનો ગૂગલ ફોટોઝ એપમાં ઓટોમેટિક બેક અપ લઈ શકો છો. એ માટે... ગૂગલ ફોટોઝમાં બેક અપ ઓન કરો ફોનમાં ફોટોઝ એપ ઓપન કરો. સૌથી ઉપર, ડાબી બાજુની ત્રણ આડી લીટી પર ક્લિક કરો. જે પેનલ ખૂલે તેમાં ‘સેટિંગ્સ’...

ગૂગલના સમર કેમ્પમાં જોડાવું છે?

 વેકેશન અને ઉનાળો બંને હવે પૂરાં થવામાં છે, પણ હમણાં, સોમવાર, મે 28, 2018 ગૂગલે ભારતના 13થી18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામમાં https://events.withgoogle.com/summercampwithgoogle/ પર તમને મે 28, સોમવારથી શરૂ કરીને ચાર...

હવે નોકરી પણ ગૂગલ કરો!

[vc_row][vc_column][vc_column_text]ગયા મહિને તમે અખબારોમાં વાંચ્યું હશે કે હવે ગૂગલે ભારતમાં નોકરી શોધી આપવાનું કામ શરૂ કર્યું છે. આ પહેલાં ફેસબુક પર શરૂ થયેલી આવી સર્વિસ વિશે આપણે વાત કરી ગયા છીએ. જો તમે નવી કે સારી નોકરીની શોધમાં હશો તો તમને ગૂગલની આ વાતમાં પણ રસ...

સોશિયલ શેરિંગ માટે ઇમેજની સાઇઝ ઘટાડો આ રીતે!

સ્માર્ટફોને ધીમે ધીમે કરીને કેમેરાનું સ્થાન લઈ લીધું છે. અત્યારે આપણે કેમેરા તો સાવ ભૂલી જ ગયા છીએ. પહેલાં કરતાં હવે સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી ક્લેરિટી પણ ઘણી સારી મળે છે, જોકે સ્માર્ટફોનના કેમેરામાં જેમ વધુ રેઝોલ્યુશાનના ફોટોગ્રાફ લેવાની સગવડ મળી તેમ, ફોટોની સાઇઝ પણ...

શરીરની આંતરિક વ્યવસ્થા સમજાવતો વિઝ્યુઅલ એન્સાયક્લોપીડિયા

આ વખતની ફાઇનલ ક્લિક આમ તો મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ માટે છે, પણ જો તમને આપણા શરીરની આંતરિક વ્યવસ્થા જાણવા-સમજવામાં રસ હોય તો આ સાઇટ તમને પણ ગમશે. યુકેની એક જાણીતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટના સહયોગથી ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સે સાથે મળીને,...

મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં ટેબ્ડ બ્રાઉઝિંગ સહેલું બનશે આ રીતે…

જો તમે સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો પીસીની જેમ તેમાં પણ જુદી જુદી ટેબ્ઝ ઓપન કરીને સર્ફિંગ કરતા હશો. બ્રાઉઝરમાં મથાળે એડ્રેસ બારની બાજુમાં ચોરસમાં જે સંખ્યા દેખાતી હોય છે તે આપણે ઓપન કરેલા ટેબ્ઝની હોય છે. તેના પર ક્લિક કરીને ઓપન કરેલી બધી ટેબ્ઝ...

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે...

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ...

ક્લિક કર્યા વિના ફોટોગ્રાફી કરતો કેમેરા!

તમારી સાથે આવું થતું હશે - તમારી ઢીંગલી જેવી દીકરી પૂરી તલ્લીન થઈને એની ઢીંગલી સાથે કંઈક રમત રમી રહી હોય, તમને એના ફોટોગ્રાફ્સ લઈ લેવાનું મન થાય, તમે સ્માર્ટફોન લઈને તેની સામે ધરો એ સાથે તેની રમત અટકી જાય! અત્યાર સુધી જે કોઈ કેમેરા શોધાયા છે એ બધામાં આ તકલીફ છે - ફોટો...

ગૂગલ વોઇસ સર્ચમાં ગુજરાતી ભાષા ઉમેરાઈ

ગૂગલે એન્ડ્રોઈડ પર વોઇસ સર્ચની સુવિધામાં ૮ ભારતીય ભાષાઓ ઉમેરી છે, જેમાંની એક આપણી ગુજરાતી પણ છે!  તમારા એન્ડ્રોઇડમાં આ નવી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે એ વિશે વધુ જાણીશું થોડા સમયમાં. ત્યાં સુધી, ગૂગલ વોઇસ સર્ચ વિશે વધુ જાણો આ લેખોમાં - તમે ફોન સાથે વાત કરો...

‘સાયબરસફર’ વિશે – થોડું નહીં, ઘણું!

તમે કોઈ સારા એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા હો તો ત્યાંની મજા બે રીતે માણી શકો - એક,  જુદી જુદી રાઇડમાં જાતે બેસીને મજા માણો અથવા પાર્કમાં કોઈ સારી બેસવાની જગ્યા શોધીને, આઇસક્રીમ ખાતાં ખાતાં, આસપાસની રાઇડમાં બેઠેલા લોકોની હાલત જાવાની મજા માણો. આજ સુધીમાં જો તમે કોઈ રીતે -...

ગૂગલ ફીડ : આપણું મન પારખવાનો નવો રસ્તો

તમે ફેસબુક પર સાઇનઇન થાવ એ સાથે તમને શું દેખાય? તમે ફેસબુક પર જે લોકોને મિત્ર બનાવ્યા હોય એ સૌએ, પોતપોતાના મનની જે વાત સ્ટેટસ તરીકે મૂકી હોય એ તમને દેખાય. તમારા અસંખ્ય મિત્રોમાંથી કયા મિત્રનું સ્ટેટસ તમને પહેલાં બતાવવું એ ફેસબુક પોતાની રીતે નક્કી કરે છે એ જુદી વાત છે,...

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને...

ઓછા ખર્ચે વીડિયો ડાઉનલોડિંગ

વિજ્ઞાનની દરેક બાબતની જેમ યુટ્યૂબ પણ એક બેધારી તલવાર છે, એ પણ જબરી ધારદાર. યુટ્યૂબ પર કલાકોના કલાકો વેડફવા પણ સહેલા છે અને અનેક પ્રકારની નવી-ઉપયોગી જાણકારી મેળવવી હોય તો પણ યુટ્યૂબનો જોટો મળવો મુશ્કેલ છે. સ્માર્ટફોન આવ્યા પછી યુટ્યૂબની લોકપ્રિયતા સતત વધી છે અને...

પહેલાં મેળવીએ ગૂગલ મેપ્સનો પ્રારંભિક પરિચય

ગૂગલ મેપનો ઉપયોગ આમ તો તદ્દન સરળ છે, પણ તેમાં એટલી બધી સુવિધાઓ છે કે ક્યારેક તેનો નવોસવો ઉપયોગ કરનારી વ્યક્તિ ગૂંચવાઈ શકે છે. અહીં ડેસ્કટોપ પર ગૂગલ મેપ્સમાં જોવા મળતો સામાન્ય ઇન્ટરફોસ અને તેનાં દરેક પાસાંની માહિતી આપી છે. આપણા દેશ અનુસાર, આમાંની કેટલીક બાબતો બદલાઈ શકે...

પ્લે સ્ટોરમાંથી ખરીદી હવે વધુ સરળ બનશે

 જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્સ, બુક્સ, મૂવી કે સોંગ્સ જેવું ડિજિટલ કન્ટેન્ટ ખરીદતા હો તો તમારા માટે સારા સમાચાર છે. હજુ ગયા વર્ષ સુધી આપણે માત્ર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડઝ કે નેટબેંકિંગ જેવા વિકલ્પથી ગૂગલને પેમેન્ટ કરી શકતા હતા. ગયા વર્ષથી ગૂગલે કેરિયર બિલિંગનો...

ગૂગલનો ટ્રેબલ પ્રોજેક્ટ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત આ સવાલનો જવાબ જાણતાં પહેલાં તમે પોતે એક વધુ સવાલનો જવાબ આપો! તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું કયું વર્ઝન છે? લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગટ? તેનાથી જૂનું માર્શમેલો? કે તેનાથી પણ જૂનું કોઈ વર્ઝન? જો તમે હમણાં હમણાં સ્માર્ટફોન...

ટુ-સ્ટેપ વેરિફિકેશન સલામત છે, પણ વધુ સાવધાની જરૂરી

ગયા મહિને દિલ્હી પોલીસે તેના ટવીટર એકાઉન્ટ દ્વારા આવા એક પ્રયાસ તરફ ધ્યાન દોરીને લોકોને ચેતવ્યા હતા કે વિવિધ લોકોનો ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જાણવા માટે હેકર્સ એક અલગ પ્રકારની ટ્રિક અજમાવી રહ્યા છે. દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપીના એકાઉન્ટ પરથી થયેલા આ ટવીટ...

ગૂગલે હેકર્સ માટેના ઇનામની રકમ વધારી

ગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપની તેમની પ્રોડક્ટસમાં રહેલી ખામી શોધી આપનારને બહુ મોટાં ઇનામ આપતી હોય છે. ગૂગલે બે વર્ષ પહેલાં એન્ડ્રોઇડ માટે આવી યોજનાની જાહેરાત કરી હતી. જે તે ખામીના મહત્વ અનુસાર ઈનામની રકમમાં વધઘટ થતી હોય છે. દુનિયાભરના સોફ્ટવેર એન્જિનીયર્સ...

ગૂગલનો સકંજો વધુ ટાઈટ થશે!

આપણે ક્રેડિટકાર્ડથી રકમ ચૂકવી હોય તો બેંક આપણને એ રકમ હપ્તાવાર ચૂકવવાની ઓફર આપે છે. આપણે જે કંપનીની પ્રોડક્ટ ખરીદી હોય તે પોતાની બીજી પ્રોડક્ટસ આપણને બતાવવા લાગે છે. તેમ તેમની હરીફ કંપની પણ પોતાની પ્રોડક્ટ આપણને બતાવવા લાગે છે. ઇન્ટરનેટ પરના સૌથી મોટા એડવર્ટાઇઝિંગ...

ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે?

આપણે સૌ કંઈ પણ સર્ચ કરવાનું થાય ત્યારે આપોઆપ ગૂગલ તરફ વળીએ છીએ. કેમ? આ સવાલના ઘણા જવાબ હોઈ શકે, પણ એક સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગૂગલ આપણને અને આપણી જ‚રૂરિયાતોને અન્ય સર્ચ એન્જિન કરતાં વધુ સારી રીતે ‘સમજે’ છે.  આ વાત ઉદાહરણ સાથે સમજવી હોય તો ગૂગલ, બિંગ અને યાહૂ,...

જાહેર શૌચાલયો હવે ગૂગલ મેપ પર

ગૂગલ મેપ્સ પર આપણે નજીકનું રેસ્ટોરાં કે બેન્કનું એટીએમ તો શોધી જ શકીએ છીએ, હવે જાહેર શૌચાલય શોધવાનું પણ સરળ બનશે!  ગૂગલ મેપ સર્વિસમાં નવી દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, ગુરુગ્રામ, નોઇડા, ફરિદાબાદ, ભોપાલ તથા ઇન્દોરમાંનાં 4,000 જેટલાં જાહેર શૌચાલયોનાં સરનામાં ઉમેરાઈ ગયા છે....

તમે મોબાઇલ વોલેટ અપનાવ્યું?

કેટલાક ભૂકંપ એવા હોય છે જેના આંચકા આપણા માટે લાંબા ગાળે લાભદાયી હોય છે. ગયા એક બે મહિનામાં આવા બે મોટા ભૂકંપનો આપણે અનુભવ કર્યો. એક નોટબંધીને પગલે આપણે સૌ નાની ચલણી નોટોના આધારે દૈનિક જરૂ‚રિયાતો પૂરી કરવા મજબૂર બન્યા. બીજો આંચકો એ પહેલાંનો હતો, જેમાં એક સાથે ૩૦ લાખ...

તમારા ફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે!

ચિંતા કરશો નહીં, આ વાત ફક્ત જૂના ફોનને જ લાગુ પડે છે! ગયા મહિને વોટ્સએપ સર્વિસ સાત વર્ષની થઈ. વોટ્સએપ કહે છે કે જ્યારે તે લોન્ચ થઈ ત્યારના મોબાઇલમાં નોકિયા અને બ્લેકબેરીની ઓપરેટિંગ સિસ્ટમ હતી. આજે વેચાતા 99.5 ટકા સ્માર્ટફોનમાં ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ...

ડ્રાઇવરનો દોસ્ત : એન્ડ્રોઇડ ઓટો

ચાલુ વાહનને તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વિના છૂટકો ન હોય, તો એન્ડ્રોઇડ ઓટોનો લાભ હવે મોંઘી-નવી કાર્સ પૂરતો સીમિત નથી. હવે એક એપ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આજુઓ, આનો ધીરુભાઈ અંબાણી કરતાં પણ મોટો બિઝનેસ છે, એટલે વાહન ચલાવતી વખતે પણ એના કાનેથી મોબાઇલ છૂટતો નથી....

બદલાતી દુનિયા પર ઊડતી નજર

[vc_row][vc_column][vc_column_text]વહેતા સમય સાથે, આપણી પૃથ્વી પર કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે એ જાણવા માટે જોવા જેવું છે, ગૂગલનું એક નવું ‘અર્થ’ એન્જિન. તમે ગૂગલ સર્ચ એન્જિનનો તો રાતદિવસ ઉપયોગ કરતા હશો, પણ ક્યારેય ગૂગલ અર્થ એન્જિનમાં ડૂબકી લગાવી છે? ‘એ વળી કયું...

રોજિંદા મેસેજિંગમાં આવી ગઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

[vc_row][vc_column][vc_column_text] વોટ્સએપનું સ્થાન લેવા ઘણી એપ્સે મથામણ કરી પણ કોઈ ફાવ્યું નથી. મિત્રો વિના, બધાં ફીચર્સ નકામાં! પણ ગૂગલ એલો એક જુદા કારણથી તપાસવા જેવી છે, ભલે પછી તેનો ઉપયોગ ન કરો! ઇન્ટરનેટ પર જ્યાં જુઓ ત્યાં આપણે બેધારી તલવારોનો સામનો કરવો પડે છે,...

ગૂગલના પોતાના સ્માર્ટફોન આવશે?

આઇફોનમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થાય ત્યારે જૂના આઇફોનમાં સિસ્ટમ અપગ્રેડ કરવાનું કામ ઘણું સહેલું હોય છે, પણ એન્ડ્રોઇડ ફોનમાં હાઇએન્ડ મોડેલ સિવાય મોટા ભાગના ફોનમાં એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ ક્યારેય મળતો નથી. આ જ કારણે ગૂગલ લગભગ દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન...

વિનમ્ર દાદીમાનું વિવેકી ગૂગલિંગ

દૂરદર્શન પર ‘રામાયણ’ કે ‘મહાભારત’ સિરિયલ આવતી એ વખતે તમે પણ કદાચ તમારાં દાદીમાને ટીવી પર જેટલી વાર શ્રીરામ કે શ્રીકૃષ્ણ દેખાય એટલી વાર ભાવપૂર્વક નમન કરતાં જોયાં હશે! આજે સમય બદલાયો હોવા છતાં દાદીમા બદલાયાં નથી. હમણાં ઇન્ટરનેટ પર, ઇંગ્લેન્ડનાં એક દાદીમાએ ગૂગલને કરેલી...

હવે ગૂગલ અને ફાયરફોક્સ પણ કહે છે ‘ટોરેન્ટ ડાઉનલોડિંગ જોખમી છે’

‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૬ અંકમાં આપણે ટોરેન્ટ ડાઉનલોડિંગ વિશે વિગતવાર વાત કરી હતી.  જો તમે ટોરેન્ટ ડાઉનલોડિંગમાં ઊંડા ઉતર્યા હશો તો ક્યારેક ને ક્યારેક તમારો ‘ધ પાયરેટ બે’ સાઇટ સાથે અચૂક ભેટો થયો હશે.  ટોરેન્ટ ડાઉનલોડિંગ કરતા લોકોમાં આ સાઇટ અત્યંત લોકપ્રિય છે પરંતુ...

બીમારીની પ્રાથમિક માહિતી આપે છે ગૂગલ

ક્યારેક માથું દુ:ખે, દાઢ દુ:ખે કે છાતીમાં જરા મૂંઝારા જેવું થાય તો આપણામાંના ઘણા લોકો તેના ઉપાય માટે ડોકટરની સલાહ લેવાના બદલે ‘ગૂગલ ડોકટર’ને પૂછવાનું પસંદ કરતા હોય છે. મોટી બીમારીમાં ડોકટરે અમુક ચોક્કસ સલાહ આપ્યા પછી બીજો અભિપ્રાય મેળવવા માટે બીજા કોઈ ડોકટરને મળવાને...

ગૂગલને સોશિયલ મીડિયામાં સ્પેસ મળશે?

સંખ્યાબંધ પ્રયાસો પછી પણ ગૂગલને સોશિયલ મીડિયામાં ધારી સફળતા મળી નથી. હમણાં ગૂગલે લોન્ચ કરેલી નવી સર્વિસ - સ્પેસિઝ - નો વિચાર સારો છે, પણ અગાઉની નિષ્ફળતા તેને નડશે. બારમા ધોરણના પરિણામ આવી ગયા પછી કઈ લાઈનમાં અને કઈ કોલેજમાં એડમિશન લેવાથી સારી કારકિર્દી ઘડાશે એની મૂંઝવણ...

આલ્ફાબેટનું એ ટુ ઝેડ

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના વિવિધ પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. ‘એ’ થી શરૂ થયેલી એ સફર અહીં ‘ઝેડ’ સુધી પહોંચીને વિરામ લે છે. આવા અવનવા પ્રોજેક્ટસ વિશે તો આપણે જાણતા જ રહીશું. આગળ શું વાંચશો? વાયરસ ટોટલ વેર (એન્ડ્રોઇડ) વોલેટ વેબ ટૂલકિટ એક્સ યુટ્યૂબ...

ગૂગલની નવી મેસેન્જર એપ?

ફેસબુકનો સામનો કરવામાં ગૂગલ પ્લસને સફળતા મળી નથી, છતાં ગૂગલ હવે ફેસબુક મેસેન્જર સાથે બાથ ભીડી શકે એવી એક નવી મોબાઇલ મેસેન્જિંગ એપ વિક્સાવી રહી હોવાના સમાચાર છે. ગૂગલે અલગ મેસેન્જર એપ આપી હતી, પછી હેંગઆઉટમાં મેસેજિંગને મર્જ કર્યું અને હવે ફરી, આ તદ્દન અલગ એપની તૈયારી!...

સ્માર્ટ હોમથી સ્માર્ટ ડિજિટાઇઝેશન સુધી

અગાઉના અંકોમાં આપણે જોયું કે ગૂગલ-આલ્ફાબેટ કંપની અનેક પ્રકારના પ્રોજેક્ટથી આપણા જીવન પર અસર કરી રહી છે. આ અંકમાં વાંચો અને અને ત્યાર પછીના આલ્ફાબેટના પ્રોજેક્ટ્સ કે સર્વિસની જાણકારી... આગળ શું વાંચશો? નેસ્ટ ઓફર્સ પ્લસ, પ્લે, ફોટોઝ, પિકાસા પિક્સેટ પેટન્ટ્સ ક્યુ...

ગૂગલના વધુ કેટલાક પ્રોજેક્ટ્સમાં ડોકિયાં

ગયા અંકની કવરસ્ટોરીમાં આપણે આલ્ફાબેટના એ ટુ ઈ સુધીમાં પથરાયેલી ગૂગલ/આલ્ફાબેટની કંપની અને પ્રોજેક્ટ્સ વિશે જાણકારી મેળવી હતી. ગૂગલ/આલ્ફાબેટ કેટલી અલગ અલગ રીતે આપણા જીવન પર અસર કરે છે એ સમજવા આ અંકમાં આગળના આલ્ફાબેટમાં થોડા વધુ ઊંડા ઊતરીએ! આગળ શું વાંચશો? ફાઇબર ફાઇ...

ગૂગલનું રાજ આખા આલ્ફાબેટમાં

આપણે રોજેરોજ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી સર્વિસમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ રીતે વિકસે છે તે જાણતા હોતા નથી. આવો જાણીએ, ગૂગલ - હવે આલ્ફાબેટ-ની વિવિધ કંપની અને પ્રોજેક્ટ વિશે. આગળ શું વાંચશો? એન્ડ્રોઇડ એડસેન્સ એનાલિટિક્સ એરા એડમોબ એલર્ટસ બ્લોગર...

વિચારોને સાચવી લો, સહેલાઈથી!

બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે... આ બધું તરત ને તરત સાચવી લેવું હોય  અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ. કલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો....

પ્લે સ્ટોર બન્યો ફેમિલિ ફ્રેન્ડલી

પ્લે સ્ટોરમાં એપની સંખ્યા લાખોમાં પહોંચી છે ત્યારે તેમાંથી આખા પરિવારને ઉપયોગી એપ્સ શોધવી વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે. સદભાગ્યે, આ કામ હવે થોડું સહેલું બન્યું છે. આગળ શું વાંચશો? વિન્ડોઝ એપ સ્ટોરમાં પણ ફેરફાર તમે હમણાં હમણાં ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લીધી છે? મોટા...

ગૂગલ એપ્સ એકાઉન્ટ શું છે?

સવાલ લખી મોકલનાર - પિંકલ પટેલ, અમદાવાદ ગૂગલ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ માટે છે, જે આપણે બિલકુલ મફતમાં ખોલાવી શકીએ છીએ અને પછી ગૂગલની એક ફ્રી સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. ગૂગલ એપ્સ (આખું નામ : ગૂગલ એપ્સ ફોર વર્ક) તેના નામ પ્રમાણે બિઝનેસ (કે અન્ય પ્રકારની સંસ્થાઓ) માટે છે....

આખરે ગૂગલ કોન્ટેક્ટ્સમાં અપડેશન!

ગૂગલની વિવિધ સર્વિસ સતત અપડેટ થાય છે, પણ એ દરેકના પાયામાં જે છે એ કોન્ટેક્ટ્સની સર્વિસ લાંબા સમયથી જેમની તેમ હતી. હવે તેમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યાં છે. સૌથી મોટી ખાણ, ઓળખાણ - આપણા વડીલો ઓળખાણના મહત્ત્વ વિશે આ વાત કહી ગયા છે, પણ ત્યારે જમાનો પોસ્ટકાર્ડનો હતો,...

જાણો તમારા ગૂગલ એકાઉન્ટની કર્મ-કુંડળી

ગૂગલનો તમે કેટલો ઉપયોગ કરો છે તેની વિગતોથી માંડીને ગૂગલની વિવિધ સર્વિસનાં મહત્ત્વનાં સેટિંગ્સ પર એક સાથે નજર રાખવી હોય તો એ માટે તમારે તપાસવું પડે તમારું ગૂગલ ડેશબોર્ડ - આ રીતે... આગળ શું વાંચશો? સમજીએ ગૂગલનું આપણું ડેશબોર્ડ ગૂગલના આપણા એકાઉન્ટની વિગતો ગૂગલની વિવિધ...

યુટ્યૂબમાં ઓફલાઇન વીડિયો

લાંબા સમયથી આપણે જેના આડાઅવળા રસ્તા શોધતા હતા તે કામ - યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવાનું કામ - હવે કાયદેસર રીતે થઈ શકે છે, અલબત્ત કેટલીક શરતો સાથે. આગળ શું વાંચશો? વીડિયો ડાઉનલોડ રીતે કરશો? યુ ટ્યૂબની શરતો હોટસ્હોટાર એપઃ હોટ વિચાર, ઠંડી કામગીરી તમે પીકે ફિલ્મું છેલ્લું...

ગૂગલ ઇનબોક્સ

ગૂગલે દુનિયાને જીમેઇલની ભેટ આપી એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. ગૂગલ કહે છે કે જ્યારે જીમેઇલનો જન્મ થયો ત્યારે સમય જુદો હતો. ત્યારે વાત લગભગ પીસી પૂરતી સીમિત હતી. હવે લોકો જુદાં જુદાં પ્લેટફોર્મ અને જુદાં જુદાં સાધનોમાં ઈ-મેઇલ એક્સેસ કરે છે અને લોકોની કામ કરવાની રીત પણ...

ગૂગલની પાવર ચેલેન્જ :જગાડો તમારી અંદરના ‘ઇડિયટ રેન્ચો’ને

જો તમે બીજાથી કંઈક જુદું વિચારી શકતા હો એ એ વિચારે સાકાર પણ કરી શકતા હો તો ગૂગલ તમને આવતી આખી સદી માટે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું આહ્વાન આપે છે  ‘૩ ઇડિયટ્સ’ ફિલ્મનો રેન્ચો યાદ છે? કોઈના રીસેપ્શનમાં ઘૂસી ગયા પછી ત્રણેય જણા પકડાય છે અને ભરેલી થાળીએ...

તમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે?

બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે. આગળ શું વાંચશો? આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે? અમારી...

જીમેઇલની કમ્પોઝ વિન્ડો મોટી થઈ શકે?

તમે નોંધ્યું હશે કે જીમેઇલમાં આપણે જ્યારે નવો ઇમેઇલ લખવા માટે ‘કમ્પોઝ’ બટન પર ક્લિક કરીએ ત્યારે જમણી તરફના નીચેના ખૂણામાં નવો ઇમેઇલ લખવાની વિન્ડો ઓપન થાય છે. આ થોડા સમય પહેલાં ઉમેરાયેલી નવી સગવડ છે. આ વિન્ડો ખૂલી હોય ત્યારે આપણે ઇનબોક્સમાં સહેલાઈથી બીજા મેઇલ્સ જોઈ...

ખોવાયેલો સ્માર્ટફોન ગૂગલ શોધી આપશે!

સાદા ફોન અને સ્માર્ટફોનમાં પાયાનો તફાવત એ છે કે તમારી આખી ડિજિટલ લાઇફ સ્માર્ટફોનમાં પણ સમાઈ જાય છે. જો તમે સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારા મેઇલ્સ (બિઝનેસ અને બેન્ક સંબંધિત બધા જ), બેન્ક એપ્સ, પર્સનલ ફોટોઝ સહિત ઘણી બધી સેન્સિટિવ ઇન્ફર્મેશન તમારા સ્માર્ટફોનમાં...

ગૂગલે સ્ટોરેજ કેપેસિટી ‘વધારી’

જીમેઇલની શરુઆત વખતે આપણને બીજા કરતાં સખ્ખત વધુ સ્ટોરેજનો લાભ મળ્યો હતો, એ લાભ સતત વધતો રહ્યો છે. તમારી ડિજિટલ લાઇફ કેટલીક હેવી છે? ઘણું ખરું, આપણા સૌની ડિજિટલ લાઇફ ફેસબુક અને ગૂગલ વચ્ચે વહેંચાયેલી છે. ફેસબુક પર આપણે મોટા ભાગે આપણા વિચારો અને ફોટોગ્રાફ શેર કરીએ છીએ,...

ગુજરાતમાંથી ગૂગલમાં

આખી દુનિયામાં એવી કંપની બહુ ઓછી હશે, જ્યાં કામ કરતા લોકોને વધુ સારી તકની આશામાં બીજી કોઈ કંપનીમાં જવાની જરુર ન લાગતી હોય. ફોર્બ્સ, ફોર્ચ્યુન, સીએએન, લિંક્ડઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ વર્ષોવર્ષ, વિશ્વવ્યાપી સર્વેક્ષણ કરીને નોકરી કરવા માટે વિશ્વની સૌથી સારી કંપનીઓની...

“સફળતા માટે ક્રિયેટિવ થિંકિંગ બહુ અગત્યનું છે’’

બોની પ્રજાપતિ (એલડીઆરપી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ ગાંધીનગર) હું લગભગ બીજા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરવાળું કમ્પ્યુટર લાવેલા. કમાન્ડ પ્રોમ્પ્ટથી જ ચાલે. જેમની પાસેથી લીધું હતું એમણે થોડાક કમાન્ડ લખી આપેલા. ત્યારથી હું કમ્પ્યુટર...

“ગુજરાતી માધ્યમને લીધે મને કોઈ મુશ્કેલી નડી નહીં’’

વૈભવી દેસાઈ (ધીરૃભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર) અમારી કોલેજમાં એકાદ વર્ષથી ગૂગલ ડેવલપર ગ્રુપ કાર્યરત છે, જે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ યોજે છે. તેમાંથી જ મને ગૂગલ વિશે ઘણું વધુ જાણવા મળ્યું અને જીએસએ પ્રોગ્રામની માહિતી મળી....

“લાઇફનો પહેલો જ ઇન્ટરવ્યૂ ક્રેક કર્યો, એ પણ ગૂગલનો!’’

હરનીતસિંહ સીતલ, (બાબરિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વડોદરા) ગૂગલના ટેલિફોનિક ઇન્ટરવ્યૂની તૈયારી કરવા મેં કેટલાક સારા બ્લોગ સર્ફ કર્યા મને કેવા સવાલો પૂછાઈ શકે એની એક યાદી બનાવી. ગૂગલ ટીમ સાથેના ઇન્ટરએક્શન દરમિયાન મારે ફોકસ કરવા જોઈએ એવા કેટલાક મુદ્દાઓ પણ મેં નોંધી...

“ફેર ફક્ત ભાષાનો છે, બીજો કોઈ નહીં’’

કાવેરી ધવન (ફેકલ્ટી ઓફ આર્કિટેકચર, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા) ગૂગલ સ્ટુડન્ટ પ્રોગ્રામ અગાઉ એક ઓપન પ્રોગ્રામ હતો, પણ વિદ્યાર્થીઓના જબરજસ્ત પ્રતિભાવ પછી ગૂગલે પસંદગીની કોલેજોને પાંચ-પાંચ વિદ્યાર્થીઓ સૂચવવા કહ્યું અને તેમાંની પોતાના એમ્બેેસેડર પસંદ કરવાની પદ્ધતિ અપનાવી....

“અગાઉના અનુભવો કામ લાગ્યા’’

બ્રિજેશ પટેલ (એલડી કોલેજઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ) મારી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદતે મને ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામથી વાકેફ કરાવ્યો. મારા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન મને ૩-૪ ક્રોસ ક્વેશ્ચેન્સ પણ પૂછ્યા હતા, પણ મેં મારી બધી બેઝિક ઇન્ફર્મેશન પહેલેથી કાગળમાં નોટ...

“ખુદને શોધવાની કોશિશ કરો’’

હર્ષ નિષાર (ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર) મારી કોલેજના એક સિનિયર વિદ્યાર્થી ગયા વર્ષે જીએસએ હતા અને એમણે મને આ પ્રોગ્રામ વિશે જણાવ્યું. મારા માટે આ પહેલો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ હતો, જે બહુ સારો અનુભવ રહ્યો. ઇન્ટરવ્યૂ...

બિઝનેસ આગળ ધપાવો, સ્માર્ટલી!

આખું મેગેઝિન વંચાઈ ગયું? લેખો વાંચી લીધા હોય તોય, આપણા આ મેગેઝિનની ખાસિયત મુજબ તેમાં આપેલી લિંક્સ પર જઈને ઘણું બધું કરવાનું તો બાકી રહે જ છે. તેમ, મોટા ભાગનાં પાનાં પર છેક નીચે આપેલા વિવિધ શબ્દોથી ઊભી થયેલી જિજ્ઞાસા સંતોષવાનું પણ બાકી રહે છે. ઉત્સુકતા ઊભી કરવી અને પછી...

ગૂગલનો આકાશી તુક્કો કે દૂરગામી તીર?

લોકોની કલ્પનાની કામ ન કરે એવું કંઈક કરીને સતત સમાચારમાં રહેવું એ ગૂગલની જાણે આદત બની ગઈ છે. સર્ચ એન્જિનથી શરુઆત કરનારી આ કંપનીએ હવે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગૂગલનું આ નવું સાહસ સફળ થશે તો બહુ ઝડપથી દુનિયાની...

ઉત્તરાખંડના આફતગ્રસ્ત પરિવારોની મદદે ગૂગલ

સાયબરસફર’ના દરેક લેખ તમને એટલે કે દરેક વાચકને વાસ્તવિક જીવનમાં ઉપયોગી થાય એવા મુખ્ય હેતુથી જ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ એક લેખમાં અપાયેલી માહિતીનો ઉપયોગ કરવાની આપને ક્યારેય જરુર ન પડે એવી પ્રાર્થના સાથે, આપણે ગૂગલ પર્સન ફાઇન્ડર સેવા વિશે જાણી લઈએ. ગયા મહિને...

આકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો!

ગૂગલ અર્થ વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે ગૂગલ અર્થની મદદથી, આપણે આખી દુનિયામાં ગમે ત્યાં પ્લેન ઉડાવીને નીચેની દુનિયા જોવાનો આનંદ માણી શકીએ છીએ? એ માટે તમારે મુલાકાત લેવી પડે આ ખાસ વેબસાઇટની. આગળ વાંચો આ સાઇટનો પૂરો લાભ લેવા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી....

ક્વિક ક્લિક્સ

આગળ શું વાંચશો? ગમતાં ગીતો શોધો, ગૂગલ મ્યુઝિક ઈન્ડિયા પર જાણો તમામ ટીવી પ્રોગ્રામ્સનાં શિડ્યુલ તમે સીધેસીધું ગૂગલ.કોમ પર જઈને આતીફ અસલમ (કે પછી કે. એલ. સાયગલ, જેવી જેની પસંદ!) સર્ચ કરો તો રિઝલ્ટના લિસ્ટમાં પહેલવહેલી એન્ટ્રી જે તે ગાયક વિશેના વિકિપીડિયાના આર્ટિકલની...

ઇન્ટરનેટ પર રચાયો અનોખો ઇતિહાસ

આ તસવીરની મજા ઓનલાઇન એડિશનમાં કલરફુલ જોવાની છે. ઓબામા જીત્યા એટલે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર બ્લૂ રોશની થઈ. રોમ્ની જીત્યા હોત તો લાલ રોશની થઈ હોત! આગળ શુ વાંચશો? હેન્ડહેલ્ડ ડિવાઈસીઝમાં ઉથલપાથલ ગૂગલમાં સખળડખળ અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાયેલા બરાક ઓબામાની એક તસવીર...

તમામ ઓનલાઇન ફોટોઝ, જુઓ એક સાથે

તમે અને તમારા મિત્રો જુદી જુદી અનેક સાઇટ્સ પર ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હો તો તમને ક્યારેક તો એ બધા જ ફોટોઝ એક સાથે, એક જોવાની ઇચ્છા થઈ જ હશે. હવે એ શક્ય છે, આ રીતે... આગળ શું વાંચશો? કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો એકાઉન્ટ બંધ કેવી રીતે કરશો? આપણી જિંદગીમાં ઇન્ટરનેટનો...

ગૂગલ સર્ચ કેવી રીતે કરે છે?

આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું...

સોશિયલ મીડિયાની સમાંતર દુનિયા

જે એક સમયે ચોરે, ઓટલે, ગલ્લે કે કિટલીએ થતી તે ચર્ચાનો દોર હવે ઇન્ટનેટ પર આખી દુનિયા સુધી વિસ્તર્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની આ સમાંતર દુનિયા ટેક્નોલોજીથી એટલી સમૃદ્ધ છે કે તે વ્યક્તિગત સંબંધો અને બિઝનેસનાં સમીકરણો બદલી રહી છે આગળ શું વાંચશો? જમા પાસા ઉધાર પાસા સોશિયલ...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop
    B