જો તમે માઇક્રોસોફટ વર્ડના વિકલ્પરૂપે ગૂગલ ડોક્સ તરફ વળી ગયા હો તો તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે જ્યારે તેની સામે ગૂગલ ડોક્સની મજા એ છે કે તેમાં વર્ડના સરેરાશ યૂઝરને ઉપયોગી બધાં ફીચરનો સરળ ઉપયોગ કરી શકાય છે.