એટીએમમાંથી કાર્ડ વિના રૂપિયા ઉપાડો

x
Bookmark

તમારે અણધારી રોકડા રૂપિયાની જરૂર પડી, પણ બેન્કનું ડેબિટ કાર્ડ સાથે નથી તો? તો તમે ફક્ત સ્માર્ટફોનની મદદથી, એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકો છો, આ રીતે…

માની લો કે તમે કોઈ કામસર બહારગામ ગયા છો અને અણધારી તમને રૂપિયાની જરૂર ઊભી થઈ છે. મુશ્કેલી એ છે કે તમે તમારા બેન્ક ખાતાનું ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા છો. શહેર અજાણ્યું છે, તમે કોઈ ઓળખીતા પાસેથી રૂપિયા મેળવી શકો તેમ નથી. તમે શું કરશો? (અગાઉ જ્યારે આપણું ઈ-મેઇલ એકાઉન્ટ હેક થતું, ત્યારે હેકર્સ આવી જ સ્થિતિનો દેખાવ ઊભો કરીને આપણા મિત્રો કે સ્વજનો પાસેથી રૂપિયા મંગાવતા મેઇલ આપણે નામે મોકલતા હતા, એ યાદ છે ને?!)

અથવા એવું પણ બની શકે કે તમે પોતે નહીં, પણ પરિવારની બીજી કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાં મુકાઈ છે અને તમે તેમને હાથમાં રોકડા રૂપિયા મળે એવી કંઈક વ્યવસ્થા કરવા માગો છો. તમે શું કરશો?

સામાન્ય રીતે તો આપણા પર્સમાં બેન્કનું ડેબિટ કાર્ડ હોય તો નજીકના કોઈ પણ બેન્કના એટીએમમાં જઇને આપણે રૂપિયા ઉપાડી શકીએ, પરંતુ ડેબિટ કાર્ડ સાથે ન હોય ત્યારે વાત બહુ મુશ્કેલ બની જાય છે.

ઓનલાઇન પેમેન્ટના હવે અનેક રસ્તાઓ ખુલી રહ્યા છે ત્યારે આ સ્થિતિનો પણ એક સરસ ઉપાય મળી ગયો છે. વિવિધ બેન્ક હવે આપણને ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની સગવડ આપવા લાગી છે. જુદી જુદી બેન્ક અનુસાર આ પદ્ધતિ થોડે ઘણે અંશે બદલાઈ શકે છે. પણ આ માટેનાં સરેરાશ પગલાં નીચે મુજબ છે.

Please to view this content. (Not a member? Join Today!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here