આમ તો પરિવારના બધા સભ્યો સાથે મળીને એક સાથે ટીવી પર એક જ કાર્યક્રમ જોતા હોય એવું હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે. ટીવી પર કોઈ પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે તેની સામે પરિવારના સૌ સભ્યો બેઠા તો હોય પરંતુ દરેક પોત પોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલા હોય.
આઇપીએલ મેચ સૌ પોત પોતાની રીતે પોતાના સ્માર્ટફોનમાં જુએ એવો સંદેશો આપતી અને ‘‘બહોત હો ગયા પરિવાર પરિવાર’’ એવો મેસેજ આપતી ટીવી જાહેરાત પણ બતાવે છે કે આપણે સૌ પોતપોતાના સ્માર્ટફોનમાં પોતાની રીતે આગવી જિંદગી જીવવા તરફ આગળ વધી રહ્યા છીએ.