Home Tags Useful software

Tag: useful software

પિકાસા રીટાયર થાય તે પહેલાં…

તમે પીસીમાં જ ફોટોઝ સ્ટોર અને મેનેજ કરવા માગતા હો તો તાબડતોબ પિકાસા સોફ્ટવેર ડાઉનલોડ કરી લો આખીર વહી હુઆ, જિસકા હમેં ડર થા! બોલીવૂડની ફિલ્મનો જૂનો ડાયલોગ ફરી યાદ આવે એવું બન્યું છે  ગયા વર્ષે ગૂગલે આપણા તમામ ડિજિટલ ફોટોઝના એક કાયમી ઓનલાઇન સરનામા તરીકે નવી ફોટોઝ સર્વિસ લોન્ચ કરી અને ફ્રી અનલિમિટેડ સ્ટોરેજ આપી ત્યારથી ગૂગલના જ પિકાસા સોફ્ટવેરના દિવસો ગણાવા લાગ્યા હતા. હવે આખરે ગૂગલે પિકાસાને રીટાયર કરવાની જાહેરાત કરી છે. ગૂગલના મતે, દુનિયા આખી હવે બધું કામકાજ અને પોતાનો બધો ડેટા ઓનલાઇન...

સોફ્ટવેર ડાઉનલોડ કરો, પેઇન્ટર બની જાઓ!

વોટરકલર કે કેન્વાસ પર ઓઇલ કલરથી પેઇન્ટિંગ કરવાની તમને ઇચ્છા થતી હોય, પણ એ કળા શીખી ન શક્યા હો તો અફસોસ ન કરશો, આ ફ્રી સોફ્ટવેરની મદદથી તમે માઉસના લસરકે પેઇન્ટિંગ કરવાની મજા માણી શકો છો. તમે ક્યારેય કોઈ કલાકારને પોતાના સ્ટુડિયોમાં કામ કરતા જોયા છે? સામે કોરોધાકોડ કેનવાસ હોય, એક હાથમાં રંગોની પેલેટ હોય, બીજા હાથમાં બ્રશ હોય અને મનમાં અનેક તરંગોનો ઘૂઘવતો દરિયો - એને કેનવાસ પર ઉતારવાની કલાકારની મથામણ જોવાનો આનંદ તમે ક્યારેય માણ્યો હોય, તો અચૂક એવો વિચાર પણ આવ્યો જ...

કમ્પ્યુટરની આપોઆપ સફાઈ!

કમ્પ્યુટરમાં ખડકાતી જતી બિનજરુરી ફાઇલ્સને સાફ કરવાનું કામ કરતા  ‘સીક્લિનર’ સોફ્ટવેર વિશે તમે જાણતા જ હશો.  હવે તેનું ઓટેમેટિક શેડ્યુલિંગ કરતાં શીખીએ. કમ્પ્યુટર સમયાંતરે ધીમું થઈ જવાનું એક મોટું કારણ - તેમાં જમા થતો ડિજિટલ કચરો હોય છે. આવી બિનજરુરી બાબતોની નિયમિત સફાઈ જરુરી હોય છે. આ કામ તો જ અસરકારક થાય જો એ નિયમિત રીતે થાય.આ વાતના મહત્ત્વ વિશે અને તે માટેના એક બહુ લોકપ્રિય ફ્રી સોફ્ટવેર ‘સીક્લિનર’ વિશે આપણે એપ્રિલ ૨૦૧૨ના અંકમાં ઘણી વિગતવાર વાત કરી છે. હવે એ જાણીએ કે આપણું કમ્પ્યુટર...

ભૂલથી ડિલીટ થયેલી ફાઇલમાં ફરી પ્રાણ ફૂંકતી સંજીવની સમાન સોફ્ટવેર

કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ અચાનક ઊડી ગઈ? કેટલાય ફોટોગ્રાફ્સ ખેંચ્યા પછી કેમેરાને પીસી સાથે કનેક્ટ કરતાં કાર્ડ ખાલીખમ દેખાય છે? આવું બને ત્યારે ડિલીટ થયેલી ફાઇલ્સ રીકવર કરવાના થોડા ચાન્સ છે, આ રીતે... આગળ શું વાંચશો? હાર્ડ ડ્રાઈવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે? આ વાત આપણા માટે શી રીતે કામની છે? તો શું કરવુ? રીકુવા સોફ્ટવેરના પ્રકાર રીકુવાનો ઉપયોગ કરો આ રીતે ક્યારેક એવું બનતું હોય છે કે આપણે જે ન કરવા ઇચ્છતા હોઈએ એ જ થઈને રહે. આપણે કમ્પ્યુટરની સાફસફાઈ કરવા માટે...

પિકાસામાં ફોટો એડિટ થયા બાદ, સેવ થયેલ ફોટો પ્રિન્ટ માટે અલગ ફોલ્ડરમાં કેવી રીતે લેવાય?

સવાલ લખી મોકલનારઃ યોગેશ પટેલ, અમદાવાદ વેકેશનમાં ટુર પરથી પરત આવ્યા પછી ખાસ કામ લાગે એવો સવાલ! પિકાસા એક ખરેખર અદભુત પ્રોગ્રામ છે. સામાન્ય રીતે આપણે ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા પછી તેમને જેમના તેમ સેવ કરી લેતા હોઈએ છીએ, પણ જો આપણી ફોટોગ્રાફી પર માસ્ટરી ન હોય અને આપણે લીધેલા ફોટોગ્રાફ્સ બધી રીતે પરફેક્ટ  ન હોય તો પિકાસા જેવા પ્રોગ્રામની મદદથી તેે સરસ રીતે અને સહેલાઈથી ટચઅપ કરી શકીએ છીએ. અલબત્ત, પિકાસામાં ફોટો એડિટિંગની સુવિધાઓ તો પછી ઉમેરાઈ, મૂળમાં એ ફોટો મેેનેજમેન્ટ અને શેરિંગ માટેનો પ્રોગ્રામ છે....

વિન્ડોઝમાં ફોલ્ડરની સાઇઝ જાણો, એક સાથે!

કમ્પ્યુટરમાં કયું ફોલ્ડર કેટલી જગા રોકે છે એ જાણવાનો એક સહેલો રસ્તો જાણી લો... તમે કમ્પ્યુટરમાં આવી સ્થિતિનો ઘણી વાર સામનો કર્યો હશે, હાર્ડડિસ્ક ફૂલ થઈ રહી હોવાનો મેસેજ મળે, તમે માય કમ્પ્યુટરમાં જઈને જુદાં જુદાં ફોલ્ડર, તેમાંનાં સબ-ફોલ્ડર્સ અને વળી તેમાં ઠાંસીને ભરેલી જુદી જુદી ફાઇલ્સ ફંફોસી જુઓ, પણ ડ્રાઇવમાં આ બધું એટલું બધું છૂટુંછવાયું ને ખૂણેખાંચરે ધરબાયેલું પડેલું હોય કે એક્ઝેક્ટલી કયું ફોલ્ડર ડ્રાઇવ પર કેટલી સ્પેસ રોકી રહ્યું છે તેનો પાકો અંદાજ મળે જ નહીં. આમ થવાનું એક કારણ, આપણું ગરબડીયું ફાઇલ મેનેજમેન્ટ...

ડુપ્લિકેટ ક્લીનર!

આવું બધાની સાથે બનતું હોય છે - ઓફિસના કમ્પ્યુટરમાંથી કોઈ પ્રેઝન્ટેશન પેનડ્રાઇવમાં કોપી કરીને ક્લાયન્ટને બતાવવા માટે લઈ જવાનું હોય, પણ પેનડ્રાઇવ ફૂલ હોય! આપણે ઉતાવળમાં હોઈએ એટલે પેનડ્રાઇવમાંની ફાઇલ્સ ડિલીટ કરવાને બદલે, ‘શાંતિથી તપાસીને ડિલીટ કરીશું’ એવું વિચારીને પેનડ્રાઇવનું બધું કોપી કરી, કમ્પ્યુટરમાં એક નવું ફોલ્ડર બનાવી તેમાં ખડકી દઈએ. આ બધું જ, અગાઉ આપણે કમ્પ્યુટરમાંથી જ પેનડ્રાઇવમાં કોપી કર્યું હોય. પરિણામે હવે કમ્પ્યુટરમાં ડુપ્લિકેટ ફાઇલ્સ સર્જાઈ! બિલકુલ આવું જ ડિજિટલ કેમેરા કે મોબાઇલમાંથી ફોટોગ્રાફ કમ્પ્યુટરમાં લેતી વખતે થતું હોય છે. ક્યારેક શાંતિથી તપાસીએ...

વિશાળ સોફ્ટવેર ડાઉનલોડ હબ

અંકનાં બધાં પાનાં વંચાઈ ગયાં હોય તો ફરી સમય છે આખું મેગેઝિન રિવાઇન્ડ કરવાનો! આ વખતે ઘણાં બધાં પાનાંમાં છેક નીચે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લઈ શકાય એવાં વિવિધ સોફ્ટવેરનાં નામ આપેલાં છે. આમાંની કેટલાંક તમારા માટે જાણીતાં હશે, કેટલાંક જાણીતાં હશે, પણ એમનું સ્વરૂપ નવું હશે (જેમ કે ગૂગલ ક્રોમ પોર્ટેબલ!) તો કેટલાંક એવાં સોફ્ટવેર હશે જે તમારા જૂના પ્રશ્નોનો ઉપાય બતાવતાં હશે, પણ તમે સોફ્ટવેરનું નામ જાણતા નહીં હો! જેમ આપણા સ્માર્ટફોનમાં અનેક પ્રકારની એપ્સ ડાઉનલોડ કરી શકાય છે એ જ રીતે આપણા પીસી...

શોર્ટકટ શીખવતું સોફ્ટવેર

કી-બોર્ડના શોર્ટકટ આપણું કામ ઝડપી બનાવે છે એમાં બેમત નથી, પણ અઢળક શોર્ટકટ્સ યાદ કેવી રીતે રહે? આગળ શું વાંચશો? જીમેઈલના શોર્ટકટ્સ શીખો કીરોકેટથી આ સવાલનો જવાબ આપે છે કીરોકેટ - તે આપણી જરુર પૂરતા જ શોર્ટકટ આપણને શીખવે છે! શોર્ટકટ્સનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ. ડેસ્કટોપ પરના પ્રોગ્રામમાં કામ કરવું હોય કે વેબબ્રાઉઝિંગ કરવું હોય કે વેબમેઇલમાં કામ કરવું હોય, હાથ વારંવાર કી-બોર્ડ પરથી હટાવીને માઉસ પર લઈ જવાનો અને માઉસથી કર્સરને સ્ક્રીન પર યોગ્ય બટન પર લઈ જઈને ક્લિક કરવું... જ્યારે દિમાગ આપણા હાથ કરતાં...

પ્રોગ્રામ વિના ફાઈલ ઓપન કરો

ઘણી વાર થતું હશે, કોઈએ આપણને ઈ-મેઇલ દ્વારા કોઈ કામની ફાઈલ મોકલી, આપણે એ ડાઉનલોડ કરી અને તેને ઓપન કરવાનો પ્રયાસ કર્યો તો મેસેજ વાંચવા મળ્યો કે એ ફાઈલને ઓપન કરવા માટે જરુરી પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં નથી! આવી સ્થિતિમાં આપણી મદદે આવી શકે છે ફ્રી ઓપનર નામનો, નામ મુજબનો એક બિલકુલ ફ્રી પ્રોગ્રામ (http://www.freeopener.com/). એક વાર આ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લો. પછી કોઈ પણ ફાઈલ ઓપન કરવા માટે આટલું જ કરવાનું : કમ્પ્યુટરમાં ફ્રી ઓપનર પ્રોગ્રામ ઓપન કરો. ફાઈલ ટેબમાં જઈને ઓપન...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.