| Smart Life

કામવાળી બહેને અચાનક રજા પાડી? સ્માર્ટફોનથી બીજા કોઈને મદદમાં બોલાવી લો!

ઘરે અચાનક મહેમાન આવી ચઢ્યા? તાત્કાલિક કરિયાણું કે દૂધ-દહીં મંગાવવાં પડશે? આપણે પોતે ક્યાંય બહાર જવું છે? રીક્ષા કે ટેકસી શોધો છો કે રેસ્ટોરાંમાં જમવા જવા માટે ટેબલ બુક કરાવવું છે? કે પછી ઘેર બેઠાં ફૂડ મંગાવી લેવું છે? આ પ્રકારની, આપણી આજની જિંદગીની જાતભાતની જરૂરિયાતો...

નજીકના સ્વજનને હાર્ટ એટેક આવે તો? ડોક્ટરને ફોન જોડો અને યુટ્યૂબ ઓપન કરો!

આજકાલ આપણે અખબારો અને અન્ય મીડિયામાં નાની ઉંમરે હૃદયરોગનો હુમલો થવાના સંખ્યાબંધ કિસ્સાઓ વાંચીએ છીએ. કુદરત ન કરે પરંતુ તમારા પરિવારમાં કે નજીકની કોઈ વ્યક્તિ આવી રીતે - કોઈ પણ ઉંમરે - હૃદયરોગના હુમલાનો ભોગ બને તો તાત્કાલિક તમારે કેવાં પગલાં લેવાં જોઇએ તે તમે જાણો છો? એ...

ઉબર ઓટો એપ સર્વિસમાં મોટો ફેરફાર

તમારો કદાચ અનુભવ હશે કે આપણે કોઈ જગ્યાએ જવા માટે રીક્ષા શોધતા હોઈએ તો કાં તો ખાલી રીક્ષા મળે જ નહીં અને જો મળે, તો રીક્ષા ડ્રાઇવર સામાન્ય કરતાં વધુ ભાડું કહે. સરકારે રીક્ષાઓ માટે મીટર વ્યવસ્થા ફરજિયાત બનાવી છે, પણ એ ઘોળીને પી જવામાં આવે છે. આવે સમયે, જો આપણા શહેરમાં...

મેપ્સ મુસાફરી સમયે ઇંધણ બચાવવામાં પણ મદદ કરી શકે છે

તમે જાણતા હશો કે આપણે મુસાફરી સમયે ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો લાભ લઇએ તો આપણને વિવિધ રુટ સંબંધિત જુદી જુદી માહિતી મળે છે અને તેને આધારે આપણે પોતાનો રુટ પસંદ કરી શકીએ છીએ. થોડા સમયથી રુટની પસંદગીમાં એક નવી સુવિધાનો ઉમેરો થયો છે. આપણે ગૂગલ મેપ્સની મદદથી એ પણ જાણી શકીશું...

મેપ્સમાં આપણું પોતાનું લોકેશન જાણવા માટે…

આપણે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ એપ ઓપન કરીને મેપ પર પોતાનું લોકેશન જોઈ શકીએ છીએ. તે માટે આપણે મેપના હોમસ્ક્રીન પર નીચેની તરફ જમણી બાજુ દેખાતા બ્લુ ટાર્ગેટ જેવા નિશાન પર ક્લિક કરવાનું રહે છે. જ્યારે કોઈ પણ કારણસર ગૂગલ મેપને આપણું ચોક્કસ લોકેશન સમજાય નહીં ત્યારે મેપ પર આ...

રેલવેની નવી સુપર એપ – સ્વરેલ

થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં વાત કરી હતી એ મુજબ ભારતીય રેલવેએ પોતાની નવી સુપર એપ લોન્ચ કરી દીધી છે. અલબત્ત હાલમાં આ એપ બીટા વર્ઝનમાં છે તથા માત્ર ‘અર્લી એક્સેસ પ્રોગ્રામ’ હેઠળ તેને ડાઉનલોડ કરી શકાય છે. એટલે કે શરૂઆતમાં માત્ર મર્યાદિત લોકોને આ એપ પોતાના ફોનમાં...

હવે ઝોમેટો પણ ક્વિક ફૂડ ડિલિવરી આપશે

એક  સમયે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કોઈ ચીજવસ્તુની ખરીદી કરીએ ત્યારે તેની ડિલિવરી માટે ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ સુધી રાહ જોવી પડતી. હજી આજે પણ ઘણી વસ્તુ માટે આઠ-દસ દિવસ પણ રાહ જોવી પડે છે. તેના ઉપાય તરીકે મોટા ભાગની કંપનીઓએ સ્પેશિયલ મેમ્બરશિપમાં જોડાઈને અથવા...

યુટ્યૂબ પર હેલ્થ વીડિયો જુઓ ત્યારે…

તમને ડાયાબિટીસ છે? રોજ રાત્રે મેથીના દાણા પલાળીને સવારે પી જાઓ...’, ‘કોલેસ્ટ્રોલ કે હાઇ બીપી ઘટાડવા રોજ દસ હજાર સ્ટેપ્સ ચાલો...’, ‘વજન ઘટાડવું છે, ખાંડને બદલે ગોળવાળી ચા પીઓ...’ આપણે રોજેરોજ વોટ્સએપ પર વિવિધ ‘એક્સપર્ટ્સ’ તરફથી આવાં સલાહસૂચન કરતા વીડિયો મેળવીએ છીએ, આવા...

ગૂગલ ફોટોઝમાં યર-રીકેપની મજા

વર્ષના અંતે અખબારોમાં રજૂ થતી વીતેલા વર્ષની ઝલકની જેમ, હવે ટેકનોલોજી કંપનીઓ પણ ‘યર-રીકેપ’ આપે છે. આ કંપનીઓ પાસે આપણો પાર વગરનો પર્સનલ ડેટા હોય છે, એટલે તેમનું આવું યર-રીકેપ એકદમ પર્સનલાઇઝ્ડ હોય છે. જેમ કે, સ્પોટિફાય મ્યુઝિક એપ આખા વર્ષ દરમિયાન આપણે તેના પર કેવા...

ઝડપી ડિલિવરીમાં સૌથી ફાસ્ટ કોણ?

એક સમય એવો હતો જ્યારે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કંઈ ખરીદી કરીએ તે પછી તેની ડિલિવરી માટે બે-પાંચ દિવસ રાહ જોવી પડતી. પછી ઝડપી ડિલિવરી મેળવવા માટે પ્રીમિયમ મેમ્બરશિપ ઓફર કરવામાં આવી. આપણે આવી મેમ્બરશિપ ખરીદી હોય તો પછીના દિવસે કે એ જ દિવસે પણ ડિલિવરી મેળવી...

હવે ઉબરમાં પણ સબસ્ક્રિપ્શન

આખા ઇન્ટરનેટ પર અત્યારે ‘ફ્રીમિયમ’ મોડેલનો દબદબો છે. જેમાં જે તે એપ કે સર્વિસનો આપણે મર્યાદિત પ્રમાણમાં મફતમાં લાભ લઈ શકીએ અને પછી વધુ સગવડો જોઇતી હોય તો તેમાં સબસ્ક્રિપ્શન ભરવું પડે. ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં તેની વેબસાઇટ કે એપમાંથી ખરીદી કરવા પર જે તે વસ્તુની કિંમત તથા...

રેલવેની સુપર એપ આવે છે

ભારતીય રેલવે આપણને ટૂંક સમયમાં એક નવી ‘સુપર એપ’ની ભેટ આપે તેવી શક્યતા છે. રેલવે સંબંધિત જુદી જુદી બાબતો હાલમાં જુદાં જુદાં પ્લેટફોર્મ તથા જુદી જુદી વેબસાઇટ કે એપની મદદથી હેન્ડલ કરવામાં આવે છે. હવે એ બધું જ એક જ પ્લેટફોર્મ અને એક જ એપમાં આવરી લેવામાં આવશે. આ માટે...

ફોટોઝ એપનો એક મજાનો ઉપયોગ : સ્વજનોનાં ‘લાઇવ’ આલબમ

આજના સમયમાં સ્માર્ટફોનથી ફોટોગ્રાફી અત્યંત સહેલી બની છે, પરંતુ આપણા ડિજિટલ ફોટોઝને સાચવવાની પળોજણ વધી છે! ‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ફોટોઝ સર્વિસની વાત કરી છે. ગૂગલને તેની વિઝન ટેક્નોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ધારદાર બનાવવા માટે પાર વગરના...

ફોન-લેપટોપમાં મહત્વની બાબતો સાચવો પોતાના સિક્યોર ફોલ્ડરમાં

આપણો ડેટા વધુ ને વધુ મહત્ત્વનો બની રહ્યો છે, તેથી આપણાં સાધનોમાં વધારાની સિક્યોરિટી જરૂરી છે, તેનો સહેલો રસ્તો છે સિક્યોર ફોલ્ડર. ધ્યાન આપશો કે સરકારી દસ્તાવેજો માટે ડિજિલોકર વધુ યોગ્ય છે.

નેટફ્લિક્સે આખરે ભારતમાં પાસવર્ડ-શેરિંગ બંધ કર્યું!

નેટફ્લિક્સ પર કોઈ એક વ્યક્તિ સર્વિસ સબસ્ક્રિપ્શન ભરે અને પછી પાસવર્ડની લ્હાણી કરે, એકથી વધુ મિત્રો સબસ્ક્રિપ્શનનો ખર્ચ અરસપરસ વહેંચી લઇને ઓછા ખર્ચે ઓટીટીની મજા માણે... લાંબા સમયથી એવું લાગતું હતું કે આ મજા હવે લાંબું ટકશે નહીં! નેટફ્લિક્સે છેલ્લા કેટલાક સમયથી તેની...

મેસેજિંગમાં નવો યુગ?

જૂનાપુરાણા એસએમએસ સ્માર્ટ બનવા લાગ્યા છે અત્યારે ભારતમાં વોટ્સએપનો સૂરજ બરાબર મધ્યાહ્ને તપી રહ્યો છે અને તે અસ્ત થવા તરફ ગતિ કરી રહ્યો હોય એવા કોઈ જ અણસાર અત્યારે તો દેખાઈ રહ્યા નથી. પરંતુ જ્યારે વોટ્સએપનો આ સૂરજ હજી ઊગ્યો જ નહોતો ત્યારે આપણા સૌની આંગળીઓ પર એસએમએસનું...

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ...

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને...

આખરે ઇડિયટ બોક્સ પણ બની રહ્યાં છે સ્માર્ટ!

ભારતમાં ટેલિવિઝન પર સરકારી દૂરદર્શનની મોનોપોલી પછી ખાનગી સેટેલાઇટ્સ ચેનલ્સનો યુગ શરૂ થયો ત્યારે જેટલું મોટું પરિવર્તન આવ્યું હતું, એટલું જ કે તેનાથી પણ મોટું પરિવર્તન હવે લગભગ આવી પહોંચ્યું છે. આમ તો ટીવી ક્ષેત્રે વર્ષોથી કોઈ મોટાં પરિવર્તન આવ્યાં નથી. ચેનલ્સની સંખ્યા...

નોટબંધીને પગલે ચલણમાં આવી રહ્યાં છે મોબાઇલ વોલેટ!

[vc_row][vc_column][vc_column_text] સરકારે અણધારી જાહેર કરેલી નોટબંધને કારણે સામાન્ય લોકો રોકડા રૂપિયાની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે ત્યારે, તેના ઉપાય તરીકે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. આગળ શું વાંચશો? કેશલેસ ઇકોનોમી ખરેખર શક્ય છે? ભારતમાં કેશલેસ...

ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે!

મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની  બાબતો એપનો હોમ સ્ક્રીન તપાસીએ...

આખરે શું છે આ ‘સ્માર્ટ સિટી’?

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યાર પછી વારંવાર આપણે આ ‘સ્માર્ટ સિટી’ શબ્દ સાંભળી રહ્યા છીએ. વાસ્તવમાં કેવું હોય આ સ્માર્ટ સિટી? જાણવા માટે પહોંચીએ સ્પેનના એક ખરેખરા સ્માર્ટ શહેરમાં. આગળ શું વાંચશો? એવું તે શું ચાલી રહ્યું છે સેન્ટેન્ડરમાં? આ સેન્સર્સ શું કામ...

અનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા

જરા વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું - આ બંને બાબત આગળ વધવાની અનિવાર્ય...

ઇન્ટરનેટ તમારા પોકેટમાં, ખરેખર!

આ કવર સ્ટોરી ખરેખર તો ચાર-પાંચ અંક પહેલાં ‘સાયબરસફર’માં પ્રકાશિત થઈ ગઈ હોત, પણ ત્યારે એ વિચાર પડતો મૂકવામાં આવેલો અને હવે, અત્યારે તમે એ જ મુદ્દો, કવર સ્ટોરી તરીકે જ વાંચી રહ્યા છો, કેમ?

જીમેઇલની કમ્પોઝ વિન્ડો મોટી થઈ શકે?

તમે નોંધ્યું હશે કે જીમેઇલમાં આપણે જ્યારે નવો ઇમેઇલ લખવા માટે ‘કમ્પોઝ’ બટન પર ક્લિક કરીએ ત્યારે જમણી તરફના નીચેના ખૂણામાં નવો ઇમેઇલ લખવાની વિન્ડો ઓપન થાય છે. આ થોડા સમય પહેલાં ઉમેરાયેલી નવી સગવડ છે. આ વિન્ડો ખૂલી હોય ત્યારે આપણે ઇનબોક્સમાં સહેલાઈથી બીજા મેઇલ્સ જોઈ...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop
    B