આપણે પોતે શિક્ષણનું સ્વરૂપ બદલવું પડશે

By Himanshu Kikani

3

‘અલગ રીતે એજ્યુકેશન’ –  ‘સાયબરસફર’ માટે આ હંમેશા ફેવરિટ વિષય રહ્યો છે! આમ જુઓ તો પાછલાં નવેક વર્ષની આપણી સફરના દરેક અંકમાં આપણે ઇન્ટરનેટના ઉજળા પાસાની મદદથી, આપણી જ્ઞાનક્ષિતિજો વિસ્તારવાની જ સતત કોશિશ કરી છે.

આખી દુનિયામાં લાંબા સમયથી શિક્ષણનું સ્વરૂપ ખરેખર ધરમૂળથી બદલાઈ રહ્યું છે. હવે શિક્ષણ વર્ગખંડની ચાર દિવાલો વચ્ચે સીમિત રહ્યું નથી. જેમ પ્રાચીન સમયમાં વડલાના છાંયામાં કે ખુલ્લા અસીમ આકાશ નીચે કે ખળખળ વહેતી નદીના કિનારે ગુરુ-શિષ્યો વચ્ચે શિક્ષણ વિસ્તરતું રહેતું, એ જ રીતે નવી દુનિયામાં શિક્ષણ ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે રીતે મેળવી શકાય છે.

આ દિશામાં દુનિયા લાંબા સમયથી આગળ વધી ગઈ હતી, ફક્ત પાછલા વર્ષે કોરોનાને કારણે આ પરિવર્તનની ગતિ વધી ગઈ છે.

આપણે હજી ગયા જ અંકમાં શિક્ષક, વિદ્યાર્થી ને માબાપ સૌને જે અકળાવે છે તે ‘આફતરૂપ’ ઓનલાઇન ક્લાસ વરદાન કેવી રીતે બની શકે તેની વાત કરી હતી. ત્યારે ડિજિટલ ક્લાસની સાથોસાથ ડિજિટલ ફાઇલ્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેના પર ફોકસ રાખીને ડિજિટલ લાઇફના મેનેજમેન્ટની વાત માંડી હતી.

આ વખતે મૂળ શિક્ષણ પર જ ફોકસ રાખ્યું છે.

હમણાં ભારતમાં થયેલા એક સર્વેક્ષણમાં જે તારણો નીકળ્યાં છે તેને ચોંકાવનારાં તો કહી શકાય તેમ નથી, કેમ કે આપણે એ વિશે જાણીએ જ છીએ, પણ ચિંતાજનક જરૂર છે. આ અભ્યાસનાં તારણો કહે છે કે કોરોનાને કારણે શિક્ષણ ફરજિયાત ઓનલાઇન થયું, માબાપે અનિચ્છાએ પણ બાળકોના હાથમાં સ્માર્ટફોન આપવા પડ્યા, પરિણામે બાળકો ઇન્ટરનેટના ઉપયોગમાં ‘વધુ પડતાં’ આગળ નીકળવા લાગ્યાં છે. કાયદેસર રીતે, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ૧૩ વર્ષથી વધુ ઉંમરના કિશોરો જ એકાઉન્ટ ખોલાવી શકે, પણ અભ્યાસમાં બહાર આવ્યું કે માંડ ૧૦ વર્ષની ઉંમરે આ બંને પ્લેટફોર્મ પર એકાઉન્ટ ધરાવતાં બાળકોનું પ્રમાણ ઘણું વધુ છે.

આ બંને તો સોશિયલ પ્લેટફોર્મ છે, બાળકો એ સિવાયના વાંધાજનક કન્ટેન્ટ તરફ પણ વળવા લાગ્યાં છે.

આ બધી બાબતોની ઇઝી એક્સેસથી, બાળકો તેની તરફ વળે એમાં નવાઈ નથી.

શિક્ષક અને માબાપ તરીકે આપણી જવાબદારી છે કે આપણે બાળકોને, તેમને માટે જે યોગ્ય અને વધુ લાભદાયી છે તેના તરફ વાળીએ. ટેક્નોલોજી જેટલી ઉપયોગી છે એટલી જ હાનિકારક પણ બની શકે તેમ છે, આપણે પોતે મોટી લીટી દોરીને તેનાથી આગળ રહેવું પડશે.

આ અંકમાં, એવાં કેટલાંક દિશાસૂચન કર્યાં છે. તમારા અનુભવો જરૂર શેર કરશો!

 – હિમાંશુ


‘સાયબરસફર’ના અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop