આખો લેખ લોગ-ઇન વિના વાંચો.
ખાસ ધ્યાનમાં લેશો…
આ લેખ કોર્સેરા સાઇટ પરના ફ્રી કોર્સ વિશેનો છે. આ ઓફર જૂન ૩૦, ૨૦૨૧ સુધી જ લાગુ છે. એ પણ ધ્યાને લેશો કે મોટા ભાગના કોર્સ ટેકનિકલ નોલેજ સંબંધિત છે. ખાસ કરીને આઇટી સંબંધિત કોર્સ સાવ બિગિનર માટે ન હોય તેવું બની શકે છે. આ પ્રકારના ફ્રી કોર્સનો લાભ લેવાથી ઓનલાઇન કોર્સિસ કેવી રીતે ચાલે છે તેનો જાત અનુભવ મેળવી શકાશે.
વિવિધ વિષયના ઓનલાઇન કોર્સ આપતી કોર્સેરા (www.coursera.org) સાઇટનું નામ હવે ‘સાયબરસફર’ના વાચકો માટે બિલકુલ અજાણ્યું નથી. ભારતમાં કોરોનાના હાહાકારથી સર્જાયેલી સ્થિતિ ધ્યાનમાં રાખીને, આ વેબસાઇટ પર ખાસ ભારતના લર્નર્સ માટે સંખ્યાબંધ કોર્સ બિલકુલ ફ્રી કરવામાં આવ્યા છે.
મહામારીને પગલે લોકડાઉન કે આંશિક લોકડાઉન જેવી સ્થિતિને કારણે તમારા કામકાજ પર અત્યંત વિપરિત અસર થઈ હોય તો તમે સમયનો સદુપયોગ કરીને આમાંથી કોઈ કોર્સ કરી શકો છો. આ કોર્સ પ્રમાણમાં નાના છે અને આશરે કુલ ૧૨થી ૨૦ કલાક જેટલો સમય ફાળવીને પૂરા કરી શકાય છે. બધા કોર્સ સંપૂર્ણપણે ઓનલાઇન છે અને આપણે આપણા સમય અનુસાર તેમાં આગળ વધી શકીએ છીએ.
કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી આપણને તેનું સર્ટિફિકેટ પણ મળે છે. આ કોર્સિસનો લાભ લેવા માટે આપણે કોર્સેરાની વેબસાઇટ પર જઇને ફ્રી એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. ત્યાર પછી ફ્રી ઓફરમાં સામેલ કોઈ પણ કોર્સમાં એનરોલ થવા માટે આગળ વધતાં, કોર્સની ફી દર્શાવવામાં આવશે પરંતુ આપણે ભારતમાંથી લોગઇન કર્યું હોવાથી ૧૦૦ ડિસ્કાઉન્ટ લાગુ થશે અને શૂન્ય ફી ચૂકવીને આપણે ચેકઆઉટ કરી શકીશું.
અન્ય ફ્રી કોર્સ…
ઉપર જણાવેલા ચાર કોર્સ ઉપરાંત, ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા અન્ય વિષયના બીજા ઘણા કોર્સનો પણ, અત્યારે કોર્સેરા સાઇટ પર મફતમાં લાભ લઈ શકાય છે.
તમામ કોર્સ માટે જુઓ આ પેજઃ
https://www.coursera.org/promo/free-certificate-courses-in
‘સાયબરસફર’ના અન્ય લેખ વાંચવા માટે લોગ-ઇન કરો.