ગયા મહિને પ્રચંડ વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હતું એ યાદ કરીને કલ્પના કરો કે તમે કોઈ ટીવી ચેનલનું આ વાવાઝોડા વિશેનું લાઇવ બ્રોડકાસ્ટિંગ જોઈ રહ્યા છો. એ ચેનલે વાવાઝોડાના એપીસેન્ટર જેવા દીવ-ઉનામાં પોતાનો કામચલાઉ સ્ટુડિયો ઊભો કર્યો છે.
લાઇવ બ્રોડકાસ્ટિંગ સાથે, એન્કર આપણને તીવ્ર ઝડપે ફૂંકાતા પવનથી થયેલી તારાજીનાં દૃશ્યો બતાવી રહ્યા છે. ત્યાં સ્ટુડિયોની બહાર એક તોતિંગ વૃક્ષ તૂટી પડે છે અને તેની ડાળીઓ સ્ટુડિયોની બારી તોડીને અંદર ઘૂસી આવે છે. એન્કર હેબતાઇને એક તરફ ખસે છે ત્યાં સ્ટુડિયોની બીજી તરફની આખી દીવાલ જ ધસી પડે છે. સ્ટુડિયોનું ઉપરનું છાપરું હવામાં ફંગોળાઈ જાય છે… આપણો સ્ક્રીન બ્લેકઆઉટ થઈ જાય છે…
આપણે ટીવી ચેનલના સ્ટાફનું શું થયું હશે એની ચિંતામાં ગરકાવ થઈએ ત્યાં ફરી સ્ક્રીન પર એ જ સ્ટુડિયોનાં દૃશ્યો દેખાય છે. ક્યાંય કોઈ નુક્સાનનાં ચિહ્નો નથી. એન્કર હસતા મોંએ કહે છે, ‘‘વાવાઝોડામાં કેવી સ્થિતિ થઈ શકે છે એ દર્શાવવાનો અમારો આ પ્રયાસ હતો… અમારા સ્ટુડિયો અને બ્રોડકાસ્ટિંગમા અમે હવે ‘ઇમર્સિવ મિક્સ્ડ રિયાલિટી ટેકનોલોજી’નો ઉપયોગ કરી રહ્યા છીએ…’’
આપણી ટીવી ચેનલ્સ વિવિધ સમયે ગ્રાફિક્સની મદદથી વાસ્તવિકતાનો ચિતાર આપવાનો યથાશક્તિ પ્રયાસ કરે છે, પણ દુનિયામાં બીજે બધે ‘મિક્સ્ડ રિયાલિટી’ની મદદથી બ્રોડકાસ્ટિંગનો ચિતાર જ બદલાઈ રહ્યો છે.
મજા એ છે કે આ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે દુનિયાભરના ગેમિંગ રસિયાઓ માટે બિલકુલ અજાણી નથી!
ભારત સહિત એશિયાને ઘેલું લગાડનાર ‘પબ્જી’ કે યુરોપ-અમેરિકામાં તેનાથી પણ વધુ લોકપ્રિય ‘ફોર્ટનાઇટ’ જેવી ગેમ્સ જે ટેક્નોલોજીની મદદથી ડેવલપ થઈ છે એ જ હવે ટીવી બ્રોડકાસ્ટિંગ, એનિમેટેડ મૂવીઝ, આર્કિટેક્ટચર વગેરે અનેક સેક્ટરમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સની આપણી કલ્પના ધરમૂળથી બદલી રહી છે.
ગેમિંગથી ફુંકાયેલો આ પવન હવે વિવિધ ક્ષેત્રોમાં રીતસર વાવાઝોડું બની રહ્યો છે – તમને આઇટીની સાથોસાથ ક્રિએટિવિટીમાં રસ હોય તો આ ફીલ્ડમાં તમારે માટે અનેક તકો પડેલી છે!

આગળ શું જાણશો?
- ટીવી બ્રોડકાસ્ટિંગમાં મિક્સ્ડ રિયાલિટી
- ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો જબરજસ્ત ગ્રોથ
- મૂવી ઇન્ડસ્ટ્રી પર વીએફએક્સનું આક્રમણ
- આ કરિયર ફીલ્ડને ચોક્કસ શું નામ આપી શકાય?
- આ ફીલ્ડની શરૂઆત વિશે થોડી વાત
- આ ફીલ્ડમાં કેવી તકો છે?
- કોના માટે તક છે?
- કેવી રીતે શરૂઆત કરી શકાય?
- ફોકસ જરૂરી છે…