
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)એ લાંબા સમયથી આપણા જીવનમાં વિવિધ રીતે પગપેસારો કરી દીધો હતો, પરંતુ એની કરામતો મોટા ભાગે પડદા પાછળ રહેતી હતી. હવે એક-બે વર્ષથી આ ટેક્નોલોજી સેન્ટર સ્ટેજમાં આવી ગઈ છે. એઆઇથી કેવી કરામતો શક્ય છે એ હવે આપણી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. આવું એક ફીલ્ડ છે ફોટોગ્રાફી. તેમાં અગાઉ જે કામ સ્પેશિયલ (બીજા શબ્દોમાં કહીએ તો મોંઘા!) સોફ્ટવેરમાં જ અને લાંબી કસરત પછી કરી શકાતું. એ હવે ખરા અર્થમાં આંગળીના ઇશારે થઈ શકે છે.