Home Tags Smart business

Tag: smart business

યુપીઆઇના ખબરઅંતર

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ. તમે જાણતા હશો તેમ મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રકમ ઉમેરવી પડે છે અને પછી તેને અલગ અલગ જગ્યાએ વાપરી શકીએ છીએ, પરંતુ યુપીઆઇમાં આપણા બેન્ક ખાતામાંથી સીધી જ સામેની પાર્ટીના બેન્ક ખાતામાં રકમ જતી હોવાથી આ પદ્ધતિ વધુ લોકપ્રિય બની રહી છે. મોબાઇલ વોલેટના ઉપયોગ...

બેન્કિંગ ટેક્નોલોજીમાં મોટા ફેરફાર

વર્ષ ૨૦૧૮ના અંત સાથે નોન-સીટીએસ ચેક અને મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડનો પણ અંત છેલ્લાં થોડાં વર્ષોથી ટેકનોલોજીની દૃષ્ટિએ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. આરટીજીએસ, આઇએમપીએસ વગેરે લાંબા સમયથી બેન્કિંગ વ્યવસ્થાનો ભાગ હોવા છતાં તેનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષોમાં જ ઘણો વધ્યો છે. એ જ રીતે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)નો ઉપયોગ પણ બેન્કસ તથા અન્ય કંપનીની એપ્સને કારણે વધી રહ્યો છે. નેટબેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ વધુ લોકપ્રિય બનતાં, જૂના અને જાણીતા ચેક અને ક્રેડિટ/ડેબિટ કાર્ડ સુદ્ધાં હાંસિયામાં ધકેલાતાં જાય છે, પરંતુ તેને સંબંધિત ટેકનોલોજીમાં પણ...

લગ્ન પ્રસંગ હોય કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રાય કરો ટ્રેલો

વિજ્ઞાનની દરેક બાબતોની જેમ ટેકનોલોજી પણ બેધારી તલવાર છે. એક તરફ વાતો થાય છે કે, સતત વિકસતી ટેકનોલોજી અને ઇન્ટરનેટને કારણે આપણું જીવન અત્યંત વ્યસ્ત બનતું જાય છે અને સ્વજનો સાથે થોડો હળવાશભર્યો સમય વિતાવવાની પણ આપણને ફૂરસદ મળતી નથી. બીજી તરફ એ જ ટેકનોલોજી આપણી પાસે જે પણ સમય છે તેનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરવાની સવલતો પણ આપણને પૂરી પાડે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેમ જરૂરી છે? ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. અમદાવાદ તો ઠીક ધોરાજી કે વીસનગરના કોઈ ખૂણામાં...

ભીમ એપ : ગાજ્યા મેઘ વરસ્યા કેમ નહીં?

ગજબની સરળ ભીમ એપ પ્રાઇવેટ મોબાઇલ વોલેટ્સને પછાડી શકે એમ છે,  છતાં એવું તે શું કારણ છે કે તેનો ઉપયોગ વેગ પકડી રહ્યો નથી?  તમે ભીમ એપ ડાઉનલોડ કરી? અને પછી તેનો ઉપયોગ કર્યો? લગભગ પહેલા સવાલનો જવાબ હા હશે અને બીજાનો જવાબ ના હશે! ૩૦ ડિસેમ્બરના દિવસે કે તેની પહેલાં તમે ગૂગલ પ્લે સ્ટોરમાં ભીમ સર્ચ કર્યું હોત તો છોટા ભીમની એપ્સ જોવા મળી હોત, પણ ૩૦મીની સાંજથી વાત બદલાઈ ગઈ. પ્લે સ્ટોરમાં એક નવા ભીમની બોલબાલા થઈ ગઈ. દેશને કેશલેસ બનાવવાના વડા પ્રધાનના ઉત્સાહે...

બિઝનેસની વેબસાઇટ બનાવો ૧૦ મિનિટમાં. મોબાઇલમાં. મફતમાં.

તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન પાર્લર હોય, ઝેરોક્સ શોપ હોય, નાનું રેસ્ટોરાં હોય, બ્યુટી પાર્લર હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હો... તો તમને નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે મળે? છાપાં ભેગાં લીફલેટ વહેંચવાં, ટચૂકડી જાહેરખબરો કરવી વગેરે જૂની પદ્ધતિઓ ઉપરાંત ઓનલાઇન માર્કેટિંગનો પણ તમે લાભ લઈ શકો છો - જો તમારી એક વેબસાઇટ હોય! સામાન્ય રીતે નાના બિઝનેસ માટે પોતાની વેબસાઇટ બનાવવી એ ઘણું મુશ્કેલ કામ છે. બ્લોગર, વર્ડપ્રેસ વગેરે પ્લેટફોર્મ પર આ કામ પ્રમાણમાં સહેલું બન્યું છે પણ કોઈ પ્રકારની...

વધુ એક મોબાઇલ પેમેન્ટ પદ્ધતિનું આગમન

આખરે ભારતમાં ‘સેમસંગ પે’ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને તેના પગલે, તેના જેવી જ એપલ પે અને એન્ડ્રોઇડ પે પણ આવશે. જરા જુદા પ્રકારની આ પદ્ધતિ અત્યારથી સમજી લેવા જેવી છે. આપણા દેશમાં છેલ્લા ચાર-પાંચ મહિનામાં ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓમાં રીતસર ઉછાળો આવ્યો છે. અગાઉ આપણે કોઈ દુકાન, રેસ્ટોરાં કે હોટેલમાં ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરવું હોય તો ફક્ત એક જ રસ્તો હતો - બેન્ક તરફથી મળેલ એટીએમ કમ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ. હવે આપણે ઇચ્છીએ (અને દુકાનદાર પણ એ માટે તૈયાર અને સજ્જ હોય!) તો...

પેમેન્ટ બેન્ક્સની સરખામણી

લાંબા સમયથી ગાજી રહેલી પેમેન્ટ બેન્ક્સ આખરે શરૂ થવા લાગી છે. એરટેલ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક બની છે અને તેના પગલે ભારતીય પોસ્ટની પેમેન્ટ બેન્ક પણ શરૂ થવામાં છે. પેટીએમની પેમેન્ટ બેન્ક પણ પહેલા તબક્કામાં શરૂ થઈ ગઈ છે. અલબત્ત, આવી બેન્કનાં લાઇસન્સ મેળવનારી અન્ય કંપનીઓ હજી કોઈ આયોજન જાહેર કર્યાં નથી.  પેમેન્ટ બેન્ક્સ ભારતની બેન્ક વ્યવસ્થામાં કેવો ભાગ ભજવશે એ તો આવનારો સમય કહેશે, પણ આપણા માટે બિલકુલ નવી આ બેન્ક્સ કેટલી કામની છે એ સમજવા માટે, અત્યારે ઇન્ડિયા પોસ્ટ અને એરટેલની પેમેન્ટ બેન્કનાં કેટલાંક...

બિલનાં પેમેન્ટ વધુ સરળ બનશે

દર મહિને આપણે જુદા જુદા પ્રકારનાં બિલ ચૂકવવાનાં હોય છે અને એ માટે જુદા જુદા ઠેકાણે જવું પડે છે, હવે નવી વ્યવસ્થાથી બધી જ ચૂકવણી એક સ્થળે થઈ શકશે.  જેમ થોડા સમયથી આપણે કેશલેસ ટ્રાન્ઝેકશન અને તેના પગલે મોબાઇલ વોલેટ, યુપીઆઈ, આઇએમપીએસ, ભીમ વગેરે શબ્દો સતત સાંભળી રહ્યા છીએ, એ જ રીતે ટૂંક સમયમાં ‘બીબીપીએસ’ શબ્દ પણ ગાજશે. જો તમે મોબાઇલ વોલેટ કે કેશલેસ પેમેન્ટના અન્ય રસ્તાઓ અપનાવ્યા હશે તો તે ચોક્કસ ઘણા સગવડજનક લાગ્યા હશે. એ જ રીતે આ બીબીપીએસ પણ આપણી એક ખાસ મુશ્કેલી...

ભારતક્યુઆર કોડ : બેન્કિંગ ક્ષેત્રની એક અભૂતપૂર્વ પહેલ

બેન્કિંગ ક્ષેત્રે ફૂંકાયેલો પરિવર્તનનો પવન અટકવાનું નામ લેતો નથી. યુપીઆઇ, આધાર, ભીમ એપ અને હવે ભારતક્યુઆર કોડથી લાગે છે કે સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે ખરેખર ગંભીર છે.  ભારતના બેન્કિંગ તંત્રમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં જેટલા ફેરફાર થયા નથી, એટલા છેલ્લાં બે-ત્રણ વર્ષમાં થયા છે અને એમાંય છેલ્લા બે-ત્રણ મહિનાથી તો પરિવર્તનનો પવન એકદમ જોશભેર ફૂંકાવા લાગ્યો છે. હજી આપણે સૌ આઇએમપીએસ સગવડને બરાબર સમજતા થયા નથી કે તેનો પૂરતો લાભ લેતા થયા નથી, ત્યાં આઇએમપીએસ આધારિત અને તેને વધુ સરળ-સલામત-સગવડભરી બનાવતી યુપીઆઇ વ્યવસ્થા લોન્ચ થઈ....

કેશલેસની નવી ઊંચાઈ

ભારતમાં દુકાનોમાં બેન્ક કાર્ડ કે વોલેટને બદલે ફક્ત આધાર કાર્ડથી પેમેન્ટ શક્ય બનવા લાગ્યું છે, ત્યારે એમેઝોન તદ્દન ઓટોમેટિક પેમેન્ટવાળા રીટેઇલ સ્ટોર લોન્ચ કરવાની તૈયારીમાં છે.  સેન્સરને ફોન બતાવી સ્ટોરમાં દાખલ થાઓ, જે મન થાય તે ખરીદો, બધું એપમાંની ઓર્ડર કાર્ટમાં આપોઆપ ઉમેરાશે અને પછી હાથ હલાવતા સ્ટોરની બહાર નીકળી જાઓ! મોટા શોપિંગ સ્ટોર હવે મોટાં શહેરો પૂરતા મર્યાદિત રહ્યા નથી. ગુજરાતનાં નાનાં નાનાં શહેરોમાં પણ ધીમે ધીમે એક જ સ્ટોરમાં કરિયાણા અને શાકભાજીથી લઈને દૈનિક જ‚રૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મળે તેવા સ્ટોર ઊભા થવા લાગ્યા છે....
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.