સાઉથની ‘બાહુબલી’, ‘આરઆરઆર’ કે ‘કેજીએફ’ જેવી મૂવી કે પછી હોલીવૂડની માર્વેલ સીરિઝની ‘કેપ્ટન અમેરિકા’, ‘એવેન્જર્સ’ કે ‘સ્પાઇડરમેન’ જેવી મૂવીઝમાં અસલી-નકલીની જબરજસ્ત ભેળસેળ હોય છે. એ જ રીતે, ટીવીની ન્યૂઝ ચેનલ્સમાં પણ હવે ન્યૂઝ એન્કર બોલી રહ્યા હોય ત્યારે તેમની પાછળ વિવિધ દૃશ્યો સર્જાતાં હોય અને ન્યૂઝ એન્કર એ દૃશ્યોનો જ એક ભાગ હોય તેવું લાગે…
આપણે હવે બરાબર જાણીએ છીએ કે આ બધું ‘સીજીઆઇ’ એટલે કે કમ્પ્યૂટર જનરેટેડ ઇમેજરી કે વીએફએક્સની કમાલ હોય છે. આ કમાલ ‘ગ્રીન સ્ક્રીન’ તરીકે ઓળખાતી ટેકનિકથી થાય છે એ પણ હવે લગભગ આપણે સૌ જાણીએ છીએ.