આ એપની મદદથી તમે બાળકને ડ્રોઇંગ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કે મશીન લર્નિંગ કેવી રીતે કામ કરે છે એ પણ શીખવી શકશો!
ફિલ્મ ‘તારે ઝમીં પર’ યાદ છે? ફિલ્મના અંતે, સ્કૂલના એમ્ફીથિયેટરમાં યોજાયેલી પેઇન્ટિંગ કોમ્પિટિશન યાદ કરો. હવે, ઇશાન કે તેના ‘રામ શંકર નિકુંભ’ સરનાં પેઇન્ટિંગ્સને બદલે, હિન્દી કે મેથ્સના ટીચર્સે દોરેલાં ચિત્રો યાદ કરો! ક્યારેય હાથમાં પેન્સિલ કે બ્રશ પકડીને પેઇન્ટિંગ કર્યું ન હોય છતાં, નિકુંભ સરના આગ્રહને વશ થઈને ટીચર્સ એવો પ્રયાસ કરે છે અને પછી બાળકોની મશ્કરીનો ભોગ બને છે, પણ ખુલ્લા દિલથી પોતાનાં જ ચિત્રો પર હસે પણ છે!