વિકિપીડિયાને આપો સહયોગ

વિકિપીડિયા આપણે ઘણું ઘણું જણાવે છે, પણ તેના પોતાના વિશે આપણે ઘણું ઓછું જાણી છીએ! આ વિરાટ જ્ઞાનયજ્ઞમાં આપણે કેવી રીતે યોગદાન આપી શકીએ તે જાણીએ.

x
Bookmark

લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે ટ્રેનિંગ, આઈટી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગમાં પ્રવૃત્ત છે.

વિકિપીડિયા વિશે સામાન્ય રીતે લોકોમાં “જ્યાંથી વિના સંકોચ કોપી મારી શકાય એવી એક વેબસાઇટ એવી માન્યતા જોવા મળતી હોય છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિકિપીડિયા પર આપણે પોતે કશું ઉમેરીને જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવી શકીએ છીએ. ‘સાયબરસફર’ના વાચકો માટે આવી જ્ઞાન સાથે ગમ્મત કેવી રીતે મેળવી શકાય એની કેટલીક વાતો પ્રસ્તુત છે.

વિકિપીડિયા પર આ રીતે કામ કરવાના એટલે આપણું પણ યોગદાન આપવાના અનેક ફાયદા છે અને એને કારણે હવે ઘણી કોલેજીસ અને યુનિવર્સિટીઝ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પાસે એક આખો વિકિપીડિયા લેખ લખાવવાનો આગ્રહ રાખતી થઈ છે.

દક્ષિણ ભારતમાં શરૂ‚ થયેલી આ પ્રથાની હકારાત્મક અસર આ વર્ષે ગુજરાતમાં પણ જોવા મળી છે. ઉદાહરણ તરીકે, હમણાં અમદાવાદ યુનિવર્સિટીએ એના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે એક ખાસ તાલીમ શિબિરનું આયોજન કરેલું, જેમાં પહેલા તબક્કે વિકિપીડિયાના કાર્યકરોએ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સાથે બેસીને એક માળખું તૈયાર કરવાં આવ્યું.

બીજા તબક્કે, એ માળખા મુજબ પ્રોફેસર્સને, તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિકિપીડિયા વિશે માર્ગદર્શન આપી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા, પછી વિદ્યાર્થીઓને વિકિપીડિયા પર જાતે કશું ઉમેરી શકવા માટે વિકિપીડિયાની સિન્ટેક્સથી પરિચિત કરવાથી માંડીને વિકિપીડિયા પર સ્વયંસેવકોને લાગુ પડતા શિરસ્તાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here