આગળ શું વાંચશો?
- રાઉટર શું છે?
- તેની શા માટે જરૂર છે?
- રાઉટરના પ્રકાર
- તે કેવી રીતે કામ કરે છે?
- તેની સંભાળ કેમ કરવી?
- રાઉટરનું કવરેજ વિસ્તારી શકાય?
- રાઉટરનો પાસવર્ડ
“અરે રાઉટર કામ નથી કરતું!, “પપ્પા રાઉટર ચેક કરો, “રાઉટર ખરાબ છે. તેના વગર ઇન્ટરનેટ બંધ રહેશે! વગેરે સંવાદો તમે ઘણી વાર સાંભળ્યા હશે. આજના ‘ઇન્ટરનેટ પ્રિય’ યુગમાં, ‘રાઉટર’ એક સામાન્ય છતાં અગત્યનું અને જાણીતું છતાં અજાણ્યું સાધન છે!
આપણામાંથી ઘણા લોકોએ ‘રાઉટર’ જેવું કઈક સાંભળ્યું હશે. પણ તેનું કાર્ય શું છે, તે ઓછા લોકો જાણતા હશે. શું તમે રાઉટર વિશે જાણો છો? અથવા દુવિધામાં છો કે ખરેખર તે શું છે અને શું કામ કરે છે? આ ડિજિટલ યુગમાં તમે પણ જાણી લો થોડું રાઉટર વિશે :