જો તમે સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો પીસીની જેમ તેમાં પણ જુદી જુદી ટેબ્ઝ ઓપન કરીને સર્ફિંગ કરતા હશો.
બ્રાઉઝરમાં મથાળે એડ્રેસ બારની બાજુમાં ચોરસમાં જે સંખ્યા દેખાતી હોય છે તે આપણે ઓપન કરેલા ટેબ્ઝની હોય છે. તેના પર ક્લિક કરીને ઓપન કરેલી બધી ટેબ્ઝ જોઈ શકાય છે અને મથાળે પ્લસ પર ક્લિક કરીને નવી ટેબ ઓપન કરી શકાય છે.
આ તો તમે કદાચ જાણતા હશો. પણ હવે નવી વાત જાણો.
તમે ઓપન કરેલી જુદી જુદી ટેબ્ઝ વારાફરતી જોવા માટે બ્રાઉઝરના એડ્રેસ બાર પર આંગળીથી ડાબી કે જમણી બાજુ સ્વાઇપ કરી જુઓ.
તમારી સ્માર્ટફોનમાં બ્રાઉઝિંગની રીત હવે બદલાઇ જશે!