Home Tags Web library

Tag: web library

વાઇ-ફાઇ ભૂલી જાવ, હવે આવે છે પ્રકાશની પાંખે ડેટા!

આગળ શું વાંચશો? નવી રીતે ડેટા કનેક્ટિવિટી વાઇ-ફાઇમાં શું ખામી છે? પ્રકાશ કેવી રીતે ડેટા વહન કરે? અત્યારે કેટલી પ્રગતિ થઈ છે? કલ્પના કરો કે તમે કોઈ શહેરના બીઝી રોડ પરથી પસાર થઈ રહ્યા છો. તમારી ચારેય બાજુ જુદી જુદી બ્રાન્ડનાં મસમોટાં હોર્ડિંગ દેખાઈ રહ્યાં છે. માની લો કે અહીં બે હરીફ કંપની કોકા-કોલા અને પેપ્સી બંનેનાં હોર્ડિંગ છે. તેમાંથી પેપ્સીનું સાદું હોર્ડિંગ છે, પણ કોકા-કોલા કંપનીએ એક ખાસ પ્રકારનું એલઇડી લાઇટવાળું હોર્ડિંગ બનાવ્યું છે. તમે આ બંને કંપનીનાં હોર્ડિંગ પાસેથી પસાર થશો અને બંને હોર્ડિંગ પર નજર ફેરવીને...

સંવાદની આખી દુનિયા ખૂલી ગઈ!

બ્લોગ એટલે શું એની જાણ એક મિત્ર દ્વારા થઈ ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગ વિશ્વને તો ઓહોહોહો થઈ ગયું. બ્લોગ શરુ કરવાનુંયે મન થયું. એ મિત્રની મદદ તો ન મળી પણ ઈ-મેગેઝીન રીડ ગુજરાતી પ્રકાશિત કરતા શ્રી મૃગેશભાઈ શાહે બહુ પ્રેમથી મારો બ્લોગ ખોલી આપ્યો અને એક નવી દુનિયામાં પ્રવેશ કર્યો. બ્લોગને અમુક અંશે ઈ-સામયિક જેવું કહી શકાય, જેમાં કોઈ પોતાની જ રચનાઓ અને કોઈ બીજાઓની રચનાઓ પ્રકાશિત કરતા હોય. સમયાંતર...

દુનિયા જોવાના જરા જુદા એંગલ

ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે ત્યાં તો એમાંથી સરી પડે! આવી ફિલિંગ થવી એ પણ ઓસ્સમ છે! અત્યારે મોંઘવારી ને ચૂંટણી ને ક્રિકેટમાં ઇન્ડિયાનો રકાસ ને એમાં પાછી ૯થી ગમે ત્યાં સુધી ચાલે એવી નોકરી ને... એ...

અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ

ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે. આગળ શું વાંચશો? ગમતી સાઈટ્સ ઝડપથી લોડ કરવી છે? પહેલાં સમજીએ બ્રાઉઝર્સ કેશ તો પછી શું કરવું? તમે ખરેખરા ફૂડી એટલે કે ખાણીપીણીના શોખીન હો તો કોઈ ખમતીધર સંબંધીને ત્યાં મેરેજ કે રીસેપ્શનમાં જવાનું થાય ત્યારે હંમેશા મીઠી મૂંઝવણ અનુભવતા હશો સૂપ અને સ્ટાર્ટરથી માંડીને ડેઝર્ટ સુધી એટલી જાતભાતની વાનગીઓ વિવિધ ટેબલ્સ...

ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને આપણી યાદશક્તિ

એક સમય એવો હતો જ્યારે લોકો પોતાની યાદશક્તિ માટે પોરસાતા. હવે યાદશક્તિ કરતાં, શોધશક્તિનું મહત્ત્વ વધી ગયું છે - કેમ કે વાંચીને યાદ રાખવાને બદલે શોધી લેવાની ટેવ વધી રહી છે! ઇન્ટરનેટની આપણા વાંચન અને વિચાર પર કેવી અસર થઈ રહી છે એ વિશે થોડા વિચારો…વર્ષો પહેલાંના સમયમાં, કદાચ આજથી ત્રણ ચાર દાયકાઓ પહેલાં વાંચનનો - મનોરંજન અને માહિતી પ્રાપ્ત કરવાનો પ્રાથમિક અને મહત્ત્વપૂર્ણ સ્ત્રોત હતો પુસ્તકાલય. અનેક વિષયોને આવરી લેતાં પુસ્તકો વાંચવા માટે મેળવવાનો ફક્ત એ એક જ સરળ, સસ્તો અને હાથવગો ઉપાય...

કમ્પ્યુટરની સ્વાસ્થ્ય પર અસરથી બચવા માટે…

આજના સમયમાં દિવસમાં લાંબો સમય કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું ઘણા લોકો માટે અનિવાર્ય થઈ પડ્યું છે, જેની લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જો અહીં આપેલી બાબતોને સદંતર અવગણીએ તો! આગળ શું વાંચશો? કમરને આધાર આપવા.... કાંડા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ ગરદનની યોગ્ય સ્થિતિ આંખ પર તણાવ ઓછો કરો હળવાશ રાખો શરીર પર આવાં બળોની અસર ઓછી કરવા માટે કામકાજ વખતે થોડીવાર બ્રેક લો તમારી રોજિંદી ક્રિયાઓને ગોઠવો અે પરિણામલક્ષી કામ કરો સ્વસ્થ રહો મૂળ મુદ્દાની વાત તમને હાથમાં, કાંડામાં, ગરદનમાં કે ખભાઓમાં...

ક્વિક ક્લિક્સ

પળ પળનો પાક્કો હિસાબ એકધારું કમ્પ્યુટર પર કામ કરીને થાક્યા, ૧૦ મિનિટનો બ્રેક લેવા માગો છો? અથવા કોઈ મહત્ત્વનું કામ હાથ પર લીધું છે અને બરાબર અડધા કલાકમાં પૂરું કરવા માગો છો? કોઈ પણ કામમાં સમયનો પાકો હિસાબ રાખવામાં પણ હવે ગૂગલની મદદ લઈ શકાય છે. ગૂગલ સર્ચ બોક્સમાં Set timer for 30 minites લખશો એટલે સર્ચ રિઝલ્ટ પેજમાં ઉપર એક બોક્સ ઓપન થઈ જશે અને તેમાં આપણે જણાવેલી મિનિટ્સનું કાઉન્ડડાઉન શરૂ થઈ જશે. કાઉન્ટડાઉન દરમિયાન આપણે બીજા પ્રોગ્રામ કે બીજી ટેબમાં કામ આગળ ધપાવી શકીએ છીએ,...

સચીન તેંડુલકરની વિદાય વખતના વક્તવ્યમાંથી સાત જીવનલક્ષી અને આર્થિક બોધપાઠ

આપણી આસપાસ એવું ઘણું બધું બનતું રહે છે, જે જીવનભરની શીખ આપે એવું હોય છે. સચીનની નિવૃત્તિ સમયની અદભુત સ્પીચ એવી એક બાબત હતી. ‘ધ ફાઇનાન્શિયલ લિટરેટ્સ’ નામનો લોકપ્રિય બ્લોગ લખતા હેમંત બેનીવાલે આ સ્પીચમાંથી જીવનોપયોગી મુદ્દાઓ તારવ્યા છે. તેમની મંજૂરી અને ઋણસ્વીકાર સાથે, તેમના લેખનો ભાવાનુવાદ... આગળ શું વાંચશો? નિવૃત્તિ અનિવાર્ય છે ટૂંકો માર્ગ ન અપનાવો કોચ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે જીવન સંતુલિત રાખો સ્વસ્થ રહેવું લક્ષ્ય ઊંચું રાખો "ડાઈ હાર્ડ એ "એક્સ્પાન્ડેબલ ચાહકો પણ એ સમયે પોતાના...

કારકિર્દીમાં ઊંચે જવા જાણી લો સ્માર્ટ વર્કિંગનાં ૧૬ સ્ટેપ્સ

ગયા મહિને, થેન્ક્સ ટુ ઓલિમ્પિક, એક ખેલાડીનું સરસ અવતરણ વાંચવા મળ્યું, "જીતવા માટે જીતવાની તમન્ના હોવી પૂરતી નથી. એ તો બધામાં હોય છે. જીતવા માટે પરસેવો પાડવાની તૈયારી જેનામાં હોય, અંતે એ જીતે છે. વાત રમતગમતના સંદર્ભે છે એટલે એમાં પરસેવો પાડવાની વાત છે. આપણા રોજબરોજના જીવનની, ખાસ કરીને ઓફિસમાં કામકાજની વાત કરીએ તો એમાં અંતે જીત એની થાય છે જે બીજા કરતાં કંઈક અલગ રીતે કામ કરી બતાવે છે. જે બીજા કરતાં જુદી રીતે દિમાગ ચલાવી જાણે છે. આપણે સૌ પોતપોતાના પરિવારમાંથી સંસ્કાર, કેળવણી, ઉત્સાહ,...

માવજીભાઈની પરબ

ફરી એક વાર, મેગેઝિનના છેલ્લા પાને પહોંચ્યા એટલે વાંચવાનું પૂરું થયું એમ સમજતા નહીં! પાનાં ફરી ફેરવો અને મોટા ભાગનાં પાને છેક નીચે આપેલી કેટલીક ગુજરાતી કહેવતો પર એક નજર ફેરવી જાવ! ઘણી કહેવતો તમે ઘણા સમયથી સાંભળી કે વાંચી ન હોય એવું બની શકે છે. આવી પાંચ-પંદર નહીં, પૂરી એક હજારથી વધુ ગુજરાતી કહેવતો તમે ફરી તાજી કરી શકો છો, માવજીભાઈની પરબમાં! મુંબઈના એક નિવૃત્ત ગુજરાતી પત્રકાર, શ્રી ભાનુભાઈ સંઘવીની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ ઇન્ટરનેટ પર, એક ગુજરાતી કહેવતનો જ આશરો લઈએ તો, સોળે કળાએ ખીલી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.