આઠેક વર્ષ પહેલાં સુધી, આપણા ડિજિટલ ફોટોગ્રાફ્સ અને વીડિયો સાચવવા એ બહુ મુશ્કેલ કામ હતું. સ્માર્ટફોનનો જમાનો શરૂ થઈ ગયો હતો અને પ્રોફેશનલ ફોટોગ્રાફર સિવાયના લોકો ડિજિટલ કેમેરા ભૂલવા લાગ્યા હતા. પરંતુ સ્માર્ટફોનના કેમેરાથી લીધેલા ફોટો-વીડિયોને કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવા, ત્યાં તેનું યોગ્ય રીતે ફાઇલિંગ કરવું એ બહુ મુશ્કેલ કામ હતું. બધા માટે એ શક્ય પણ નહોતું – પોતાનું પીસી જ ન હોય તો શું કરો?