માઇક્રોસોફ્ટના લેટેસ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં ઓટો-સેવની બહુ કામની સગવડ છે, આપણું કામ સતત, આપોઆપ સેવ થતું જ જાય, પણ એવો લાભ તમને ન મળતો હોય તો? ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર કરવાના ઉત્સાહમાં તમે પ્રેઝન્ટેશનની ફાઇલને થોડે થોડે વખતે સેવ કરવાનું ભૂલી જાવ તો?