Home Tags Powerpoint

Tag: powerpoint

પાવરપોઇન્ટમાં સરળ ડુપ્લિકેશન

પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ઘણી વાર એવું બને કે આપણે જુદી જુદી ટેક્સ્ટ ફ્રેમ કે ઓબ્જેક્ટને કોપી કરીને અન્ય કોઈ જગ્યાએ પેસ્ટ કરવાની જરૂર પડે એટલે કે આપણે જુદી જુદી બાબતોને ડુપ્લિકેટ કરવાની જરૂર પડે. આમ કરવાનો એક રસ્તો એ છે કે આપણને જે બાબત ડુપ્લિકેટ સ્વરૂપમાં જોઇતી હોય તેને આપણે સિલેક્ટ કરીને કોપી કરીએ અને પછી પેસ્ટ કરીએ. આ જરા લાંબો રસ્તો થયો. પાવરપોઇન્ટ આનો એક બહુ સરળ ઉપાય આપે છે. ધારો કે તમે કોઈ સ્લાઇડમાં એક ચોરસ આકાર ઉમેર્યો. હવે એ ચોરસને તમારે ડુપ્લિકેટ...

પાવરપોઇન્ટ ફાઇલ સાઇઝ ઘટાડો

પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવું પ્રમાણમાં સહેલું છે. આપણે એક પછી એક સ્લાઇડ ઉમેરતા જઈએ અને તેમાં જોઇતી ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, ઓડિયો વગેરે ઉમેરતા જઇએ એટલે આપણું પ્રેઝન્ટેશન તૈયાર! મુશ્કેલી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આ પ્રેઝન્ટેશનને બીજા સાથે શેર કરવાનું હોય. પ્રેઝન્ટેશનમાંની ઇમેજિસને કારણે તેની ફાઇલ સાઇઝ મોટી થઈ જતી હોય છે. આવા પ્રેઝન્ટેશનને બીજા સાથે શેર કરતાં પહેલાં જો આપણે ઇમેજિસને કમ્પ્રેસ્ડ કરી લઇએ તો તેની ફાઇલ સાઇઝ ઘણી ઓછી થઇ જાય છે. એ માટે પ્રેઝન્ટેશન માટેની કોઈ પણ ઇમેજને સિલેક્ટ કરો. હવે મથાળાની રીબનમાં ‘ફોર્મેટ સેકશન’...

પાવરપોઇન્ટમાં ઇમેજ સાથે રમત

પાવરપોઇન્ટમાં લાંબી લાંબી ટેક્સ્ટ મૂકવાને બદલે યોગ્ય ઈમેજીસથી સજાવવામાં આવે તો પ્રેઝન્ટેશનને પ્રોફેશનલ ટચ આપી શકાય. અલબત્ત, આમાં કેટલાક અવરોધ આવી શકે છે. જાણીએ તેના ઉપાય. ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટ માટે પ્રેઝન્ટેશન બનાવવાની જવાબદારી માથે આવી? અથવા, સ્કૂલમાં ભણતી દીકરીને પ્રોજેક્ટ તરીકે એક પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે અને તેમાં સુંદર વિઝ્યુઅલ્સ મૂકવાનાં છે? ઇમેજીસનાં આડેધડ લંબચોરસ ખોખાં મૂકીને તો  સૌ કોઈ પ્રેઝન્ટેશન બનાવી શકે, પણ જો તમે એક જ સ્લાઇડમાં, એકબીજા પર ઓવરલેપ થતી હોય તેવી ઇમેજીસ સાથે રજૂઆત કરો તો વાતમાં કંઈક દમ આવે. પરંતુ...

પાવરપોઇન્ટમાં માસ્ટર સ્લાઇડનો ઉપયોગ

પ્રેઝન્ટેશન બનાવવા માટે હવે પાવરપોઇન્ટ ઉપરાંત કેટલાય વિકલ્પો આપણી સામે છે, તેમ છતાં સૌને સૌથી સરળ રીત લાગે છે પાવરપોઇન્ટની. તેને વધુ સહેલી બનાવે છે માસ્ટર સ્લાઇડની સુવિધા.તમે હજી વિદ્યાર્થીઓ હો કે ભણી ગણીને કારકિર્દીમાં સેટ થઈ ગયા હો, તમારે પ્રેઝન્ટેશન સાથે અચૂક પનારો પડ્યો હશે અથવા પડશે. અસરકારક પ્રેઝન્ટેશન એ એક આગવી કળા છે અને એમાં બહુ મદદરૂપ થાય છે માઇક્રોસોફ્ટ ઓફિસના પાવરપોઇન્ટ કે ઓપન ઓફિસના ઇમ્પ્રેસ જેવા પ્રોગ્રામ. પાવરપોઇન્ટ અને ઇમ્પ્રેસ વધતા-ઓછા પ્રમાણમાં લગભગ સરખા પ્રોગ્રામ છે, આપણે વાત કરીશું માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ. માઇક્રોસોફ્ટના બધા...

કારકિર્દીમાં ઊંચે જવા જાણી લો સ્માર્ટ વર્કિંગનાં ૧૬ સ્ટેપ્સ

ગયા મહિને, થેન્ક્સ ટુ ઓલિમ્પિક, એક ખેલાડીનું સરસ અવતરણ વાંચવા મળ્યું, "જીતવા માટે જીતવાની તમન્ના હોવી પૂરતી નથી. એ તો બધામાં હોય છે. જીતવા માટે પરસેવો પાડવાની તૈયારી જેનામાં હોય, અંતે એ જીતે છે. વાત રમતગમતના સંદર્ભે છે એટલે એમાં પરસેવો પાડવાની વાત છે. આપણા રોજબરોજના જીવનની, ખાસ કરીને ઓફિસમાં કામકાજની વાત કરીએ તો એમાં અંતે જીત એની થાય છે જે બીજા કરતાં કંઈક અલગ રીતે કામ કરી બતાવે છે. જે બીજા કરતાં જુદી રીતે દિમાગ ચલાવી જાણે છે. આપણે સૌ પોતપોતાના પરિવારમાંથી સંસ્કાર, કેળવણી, ઉત્સાહ,...

ફટાફટ કામ કરી આપતા શોર્ટકટ

સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર શોર્ટકટ બહુ ઉપયોગી થઈ શકે છે. માન્યામાં ન આવતું હોય તો જાતે જ અજમાવી જુઓ આવા કેટલાક શોર્ટકટ! અમેરિકાનાં અત્યારનાં ફર્સ્ટ લેડી મિશેલ બરાક ઓબામા તેમના પતિને છૂટાછેડા દેવાનાં હતાં એવા અહેવાલોના પગલે સમાચારોમાં છે, પણ અમેરિકાના ૩૨મા પ્રમુખ ફ્રેન્કલિન ‚ઝવેલ્ટનાં પત્ની અને યુનાઇટેડ નેશન્સમાં પણ જવાબદારીઓ સંભાળી ચૂકેલાં ઇલિએનોર ‚ઝવેલ્ટ વર્ષો પહેલાં એવું કંઈક કહી ગયાં છે કે જે આપણને અત્યારે પણ વિચારતા કરી મૂકે. ઇન્ટરનેટ પરની અવતરણોની ઢગલાબંધ સાઇટ્સમાં એમના નામે મુકાયેલું એક અવતરણ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.