ત્રણ વર્ષ પહેલાં, માર્ચ ૨૪, ૨૦૨૦ના દિવસે કોરોનાને કારણે લોકડાઉન જાહેર થયું, તેના લગભગ એક મહિના પહેલાં દિલ્હીમાં – જુદાં કારણોસર – રમખાણો થયાં હતાં. એ પછી લોકસભામાં દેશના ગૃહપ્રધાને લોકસભામાં જાણકારી આપી કે આ રમખાણોમાં ઉપદ્રવી તત્ત્વોને ઓળખવા માટે સરકાર ફેસ રેકગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે અને તેની મદદથી તોફાનોમાં સામેલ ૧૧૦૦ લોકોને ઓળખી લેવામાં આવ્યા છે! કદાચ આ ટેક્નોલોજીના ડરથી જ, અગાઉ કાશ્મીરમાં પથ્થરબાજી કરનારા લોકો અને ત્યાર પછી દેશના વિવિધ ભાગોમાં થયેલાં રમણામોમાં રસ્તે ઊતરતા લોકો ચહેરો ઢાંકવાની ખાસ કાળજી લેતા હોવાનું જોવા મળ્યું છે!