આપણા રોજબરોજના જીવનમાં આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગની નવી ટેકનોલોજી વણાઈ રહી છે. અન્ય કંપનીઓની સરખામણીમાં ગૂગલ આ બાબતે ખાસ્સી આગળ છે અને કંપની તેની વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ સતત વધારી રહી છે. હમણાં કંપનીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં એઆઇ અને મશીન લર્નિંગથી આવી ગયેલા કે આવી રહેલા નવા ફેરફારો વિશે વાત કરી.