
ઓફિસ પ્રોગ્રામ્સ – આ શબ્દો કાને પડતાં આપણા મનમાં માત્ર ને માત્ર વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ્સનો વિચાર ઝબકે. આખી દુનિયામાં ઓફિસના કામકાજમાં પર્સનલ કમ્પ્યૂટર્સ અને તેમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તથા માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સનું વર્ષો સુધી લગભગ એકચક્રી શાસન રહ્યું. તેના કોઈ વિકલ્પો હશે એવી પણ ઘણા લોકોને ખબર નહીં હોય! આ રાજ એવું કે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ વર્ષો સુધી દુનિયાના સૌથી વધુ ધનિકના સ્થાન પર ટકી રહ્યા.