મોબાઇલ પર ફટાફટ અને પૂરતા પ્રમાણમાં યોગ્ય ડોક્યુમેન્ટ્સ માગ્યા વિના લોન આપી દેતી ને પછી પઠાણી ઉઘરાણી કરતી એપ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. આ અંકમાં જ વાત કરી છે તેમ હવે આવી એપ્સ પર સરકાર જ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આવી એપ્સના વિષચક્રમાં ફસાયા પછી લોનની પરત ચૂકવણીમાં થોડું મોડું થાય તો એપના રિકવરી એજન્ટ જુદા જુદા કિમિયા, ધાકધમકી અને બદનામી કરવા સુધીના રસ્તા અપનાવીને ઉઘરાણી કરે છે. હમણાં તેને સંબંધિત વધુ એક કિસ્સો બહાર આવ્યો.