| Take-IT-Easy

ભૂલાતું જાય છે બાળપણ

નીચેની ઇમેજમાં ડાબી તરફનો હિસ્સો જોઈને કંઈ યાદ આવ્યું? તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર બધો આધાર છે, પણ કાં તો તમે આ મજાની રમત બહેનપણીઓ સાથે રમ્યા હશો અથવા આ શું છે એની તમને બિલકુલ ખબર નહીં હોય! હા, ઉપર જમણા ખૂણે દેખાતો હિસ્સો સૌ કોઈ માટે જાણીતી વાત છે. જેણે ઉછળકૂદ...

સંતુલન સમજાવું જોઈએ

બરાબર એ જ વાતને કોઈ અજાણ્યા આર્ટિસ્ટે આજની સ્થિતિ દર્શાવવા માટે ઉપયોગ કરી છે. વિવિધ પ્રકારની ઇન્ટરનેટ સર્વિસના લાઇટરથી પ્રગટેલો અગ્નિ આપણો સમય બાળી રહ્યો છે! લાઇટર પર ફક્ત સોશિયલ મીડિયાના આઇકન નથી, એ પણ નોંધવા જેવું છે.  અલબત્ત, આ બધું જ નકામું છે એવું કોઈ રીતે કહી ન...

જેને જોબ આપી, એ કળા કરી ગયો!

કોરોના મહામારી આવી એ પહેલાંના સમયથી ઇન્ફર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ‘વર્ક-ફ્રોમ-હોમ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો.  દુનિયાના જુદા જુદા ખૂણે રહેતા લોકો બીજા જ કોઈક દેશની કંપની માટે સહેલાઈથી, ગમે ત્યાંથી કામ કરતા હતા. કોરોના સમયે અને ત્યાર પછી એ ટ્રેન્ડને વેગ મળ્યો. આપણે...

‘‘છૂટાછેડા માટે એપલ કંપની જવાબદાર!’’

પશ્ચિમના દેશો માટે એવું કહેવાય છે કે ત્યાં કોઈ વ્યક્તિ કોઈ બિલ્ડિંગમાં ચાલતી વખતે લપસી પડે, તો એ બિલ્ડિંગના માલિક અને ફર્શનું પોલિશિંગ કરનાર કંપની તો ઠીક, દૂર આકાશમાં કોઈ પ્લેન પસાર થઈ રહ્યું હોય અને એને જોવામાં ભાઈ લપસી પડ્યો હોય, તો એ વિમાન કંપની સામે પણ નુકસાનીનો...

મસ્ક પણ છે ટ્વીટિંગના વ્યસની!

આપણે અવારનવાર વાંચીએ -સાંભળીએ છીએ કે ટેકદુનિયામાં ટોચ પર પહોંચેલા લોકો તેમનાં પોતાનાં બાળકોને ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાની લત લાગે નહીં એ માટે સભાન રહે છે. ‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૨૦ અંકની એક કવરસ્ટોરીમાં આપણે નેટફ્લિક્સ  પરની એક ડોક્યુમેન્ટરી ‘ધ સોશિયલ ડાઇલેમા’ વિશે...

ભાડુઆતો ક્રિપ્ટો-કળા કરી ગયા!

આપણા દેશમાં ભાડુઆત મકાન પચાવી પાડે તેવી પૂરી શક્યતા, પરંતુ અમેરિકામાં એક મકાનમાલિક મહિલા, નવી ટેક્નોલોજીની મદદથી ઘર ભાડે આપવા જતાં જુદી મુશ્કેલીમાં મુકાયાં. જેવી રીતે ટેક્સી, રિક્ષા કે બાઇક ભાડે મેળવવાનું કામ સહેલું કરી આપતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસ્યાં છે, એ જ રીતે...

એઆઇ જંગ પાછળની વાત

અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આખી દુનિયાને ધ્રૂજાવી રહી છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે એઆઇ આવી રહી હોવાના ફક્ત પડઘમ વાગી રહ્યા હતા અને એટલા માત્રથી ટેકદુનિયાના દિગ્ગજો ધ્રૂજી ગયા હતા. મજા એ હતી કે અત્યારે જે બે કંપની - માઇક્રોસોફ્ટ અને ગૂગલ - વચ્ચે એઆઇ યુદ્ધ...

વોટ્સએપનો સદુપયોગ

ભારતમાં વોટ્સએપનો ઉપયોગ જબરજસ્ત છે એ કોઈ નવી વાત નથી. વોટ્સએપ પર સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને વડીલો પણ બહુ એક્ટિવ છે, જેમને વોટ્સએપ કે ઇન્ટરનેટ પર સલામતીને સંબંધિત બાબતોની આંટીઘૂંટીઓ ખાસ સમજાતી હોતી નથી. એ કારણે વોટ્સએપ પર લોકોને સાણસામાં લઇને કોઈ ને કોઈ રીતે રૂપિયા...

લે, આઇફોન નથી?!

ગયા મહિને સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ચૂંટણી મહોત્સવ ભારતમાં યોજાઈ ગયો એ દરમિયાન જાતિ, ધર્મથી માંડીને આર્થિક ભેદભાવો વિશે જુદા જુદા પક્ષના નેતાઓ વચ્ચે જાતભાતના આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો જબરો દોર ચાલ્યો. પરંતુ ટેકનોલોજીની દુનિયામાં આવા ભેદભાવનો એક કિસ્સો પણ...

વોટ્સએપ પર એક ઠગ સાથે ભેટો થયો અને…

આપણા સૌ પર વોટ્સએપમાં જાતભાતના મેસેજ અને વીડિયો કોલ્સ આવતા હોય છે, જેમાં ઘણી વાર આપણો ઠગ લોકો સાથે પણ ભેટો થઈ જતો હોય છે. હમણાં બેંગલુરુની એક વ્યક્તિને પણ તેમના વોટ્સએપમાં આવા કોઈ ઠગ તરફથી એક ફાઇલ ડાઉનલોડ કરવા માટે મોકલવામાં આવી. આ ફાઇલ, ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવા...

જૂની-પુરાણી ફ્લોપી ડિસ્ક હજી હમણાં સુધી ‘જીવતી’ રહી છે – તમે માનશો?!

તમને પેલી જૂની પુરાણી ફ્લોપી ડિસ્ક યાદ છે? ઘણા વાચકો કદાચ એવા હશે કે જેમણે ફ્લોપી ડિસ્કનું નામ તો સાંભળ્યું હશે પણ ક્યારેય જોઈ નહીં હોય. આજના સમયમાં આપણે ૩-૪ જીબી ડેટાની પણ ફટાફટ આપલે કરી શકીએ છીએ. ડેટાની આપલે કરવા માટે વપરાતી પેનડ્રાઇવની કેપેસીટી ૬૪ જીબી હોય એ સાવ...

મેપ્સની મદદથી ચોર પકડાયો!

તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો અને બનવાજોગ તમારો સામાન ચોરાઈ જાય તો તમે શું કરો? સામાનમાં કિંમતી ચીજવસ્તુઓ હોય તો તમે ટ્રેનના ટિકિટ ચેકર કે રેલવે પોલીસની મદદથી ચોરી વિશે ફરિયાદ નોંધાવો અને સામાન પાછો મળે તેની રાહ જુઓ. જો સામાનમાં ખાસ કોઈ કિંમતી ચીજવસ્તુઓ ન...

એપલ મેકબુક પર કોફી ઢોળાઈ અને…

આપણે ઓફિસમાં પોતાના ટેબલ પર લેપટોપ મૂકીને તેના પર કામ કરી રહ્યા હોઇએ એ સમયે ઓફિસબોય ચા કે કોફીનો કપ આપવા આવે ત્યારે આપણો જીવ અધ્ધર થઈ જતો હોય છે. વર્ક-ફ્રોમ-હોમના સમયમાં લેપટોપ કે સ્માર્ટફોન પર ચા, કોફી કે પાણી ઢોળાવાનું જોખમ હજી વધી ગયું હતું. તમને આવો અનુભવ ન થયો...

જીવનમાં બાકી બચેલા સમયની ગણતરી કરતું અનોખું કેલ્ક્યુલેટર

વર્ષ બદલાય કે સ્કૂલ-કોલેજ પૂરી થાય કે દીકરા દીકરીની સગાઈ થતાં આપણો સામાજિક દરજ્જો બદલાય એવા સમયના જુદા જુદા પડાવે આપણને અચૂક આ વિચાર આવી જતો હોય છે કે સમય કેટલો ઝડપથી વહે છે! સામાન્ય રીતે મનમાં આ વિચાર જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી આપણે તેને ભૂલી પણ જતા હોઇએ છીએ. પરંતુ...

વધુ કલાકો કામ કરવું કે નહીં?

હમણાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ સૂચન કર્યું કે ભારતના યુવા વર્ગે અઠવાડિયામાં ૭૦ કલાક કે વધુ કામ કરવું જોઈએ. ઘણાએ આ વાતને સમર્થન આપ્યું તો ઘણાએ કહ્યું કે વધુ કલાક નહીં, સ્માર્ટ રીતે  કામ કરતાં શીખવાની જરૂર છે. કંઈક આવી જ ચર્ચા પાંચેક વર્ષ પહેલાં પણ ચાલી હતી. એ...

કબાટની સાફસૂફી કરો ત્યારે…

આ દિવાળીએ તમે ઘરની સાફ સફાઈ હાથ ધરી હશે કે ત્યારે અચૂકપણે કબાટના કે ટેબલના કોઈ ખૂણેખાંચરે પડી રહેલા જૂના મોબાઇલ મળી આવશે. જૂના સાવ સાદા ફોન હોય કે હવે જૂના થયેલા સ્માર્ટફોન, આપણે નવો ફોન ખરીદીએ ત્યારે પણ જૂનાને સાવ ફેંકી દેતાં આપણો જીવ ચાલતો નથી તેનાં બે ત્રણ કારણ છે....

યુદ્ધ નિમિત્ત બન્યું, ગૂગલ અર્થ માટે!

આજે આપણે સૌ બહુ સહેલાઈથી ગૂગલ મેપ્સ અને ગૂગલ અર્થ જેવી એપનો ઉપયોગ કરીને પલકવારમાં આખી દુનિયામાં આંટા મારી લઇએ છીએ. ગૂગલ અર્થમાં પંખીની આંખે દુનિયા જોવાની મજા જુદી જ છે, પરંતુ એવી જ રસપ્રદ વાત આ મજાના પ્રોગ્રામનો જન્મ કેવી રીતે થયો તેની છે. વર્ષ હતું ૨૦૦૩. અમેરિકા અને...

એક ઇમોજીની કિંમત કેટલી?

એક ચુટકી સિંદૂર કી કિંમત આપ ક્યા જાનો, રમેશબાબુ… હિન્દી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો આ ડાયલોગ જબરો પોપ્યુલર થયો. તેનો જવાબ ‘રમેશબાબુ’ કે આપણને ભલે ખબર ન હોય, એક ઇમોજીની કિંમત કેટલી એ કેનેડાના એક ખેડૂતને બરાબર સમજાઈ ગયું. ફક્ત એક ઇમોજીને મામલે કોર્ટમાં પહોંચેલા એક કેસમાં...

સ્માર્ટ લાગતા હેકર્સ પણ ‘ઢ’ હોઈ શકે છે!

મોટા ભાગે હોલીવૂડની, કે હવે તો બોલીવૂડની મૂવીઝમાં પણ હેકર્સને એવી રીતે ગ્લોરીફાય કરવામાં આવતા હોય છે કે આપણે અંજાઈ જ જઈએ અને માની બેસીએ કે હેકર જેવું સ્માર્ટ તો કોઈ હોઈ જ ન શકે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં ઇન્ટરનેટ પર ધારે ત્યારે, ગમે તેટલા સિક્યોર નેટવર્કમાં ઘૂસી શકે અને...

ચેટજીપીટીની ‘બુદ્ધિ’

હમણાં આપણે ‘સાયબરસફર’માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ (ચેટજીપીટી, બિંગમાં ચેટપીટી અને ગૂગલ બાર્ડ) વિશે વિગતવાર વાત કરી હતી ત્યારે જ ચેતવણી આપી હતી કે આ ‘બુદ્ધિમાન’નો હજી બહુ ભરોસો કરવા જેવું નથી! આ ટેક્નોલોજી ચોક્કસ એક તરફ બહુ બુદ્ધિશાળી છે ને બીજી તરફ એ લોચા...

ટીમ બર્નર્સ લીને એક વાતનો અફસોસ છે…

અત્યારે તમે તમારા પીસી/લેપટોપ કે મોબાઈલના બ્રાઉઝરમાં ફક્ત cybersafar.com લખીને એન્ટર કી પ્રેસ કરો એટલે ‘સાયબરસફર’ની વેબસાઇટ ઓપન થઈ જાય છે. પરંતુ જો તમે યુઆરએલના એડ્રેસ બારમાં કર્સર મૂકીને cybersafar.com કોપી કરો અને પછી તેને ગમે ત્યાં પેસ્ટ કરો તો આખું એડ્રેસ આવું...

આખરે એપલે ભારતમાં એપલ સ્ટોર્સ ઓપન કર્યા છે ત્યારે…

લાંબી રાહ જોવડાવ્યા પછી ગયા મહિને એપલ કંપનીએ ભારતમાં તેનો પહેલો ફિઝિકલ સ્ટોર મુંબઈમાં ઓપન કર્યો. ત્યાર પછી તરત જ દિલ્હીમાં પણ કંપનીનો સ્ટોર શરૂ થયો. અત્યાર સુધી એપલ કંપનીએ ભારતમાં ઓનલાઇન સ્ટોર તથા રીસેલર્સના ફિઝિકલ સ્ટોર દ્વારા પોતાની પ્રોડક્ટસનું વેચાણ કર્યું છે. આમ...

લો, માણસો સાથે હવે તો રોબોટ્સની નોકરી પણ જવા લાગી!

ગયા વર્ષના અંત ભાગથી નાની મોટી કેટકેટલી ટેક કંપનીઓમાં એમ્પ્લોઇને છૂટા કરવાનો દોર શરૂ થયો છે જે છેક અત્યાર સુધી વણથંભ્યો ચાલુ રહ્યો છે. અમેરિકન ટેકનોક્રેટ્સ ઇલોન મસ્કે ટ્વીટર કંપની હસ્તગત કરી પછી કંપનીનો ખર્ચ ઘટાડવા માટે તેમણે બહુ મોટા પાયે એમ્પ્લોઇને છૂટા કરવાનું શરૂ...

એક દાદીમાએ 30 લાખ લોકોનાં ઇન્ટરનેટ કનેક્શન કાપ્યાં!

‘‘લે, તમે આ શું કરી નાખ્યું? ફોનમાં બધું ઊડી ગયું!’’ તમે પોતે કે પરિવારનાં બાળકોએ ક્યારેક ને ક્યારેક સ્માર્ટફોન વિશે ખાસ કશું ન જાણતા વડીલો સાથે આવી મજાક કરી હશે. પરંતુ વર્ષ ૨૦૧૧માં ૭૫ વર્ષનાં એક દાદીમાએ આવી ‘મજાક’ કરી, એ પણ પૂરા ૩૦ લાખ લોકો સાથે. બન્યું એવું કે...

વિકિપીડિયા લગભગ ‘એરર-ફ્રી’ કેમ છે?

માની લો કે તમે, દુનિયાભરના વિશાળ જ્ઞાનકોષ જેવા વિકિપીડિયા પર કોઈ આર્ટિકલના પેજ પર પહોંચ્યા અને તેમાં તમે વાંચ્યું કે ‘‘ગીરનું જંગલ એશિયાઇ સિંહનું નિવાસસ્થાન છે.’’ આ વાક્ય તમને વાંધાજનક લાગે છે? ઉતાવળો જવાબ ન આપતા! આ નક્કર માહિતી છે એટલે વિકિપીડિયા પર તેની સામે વાંધો...

ટ્વીટર પર ગૂગલની ગમ્મત

આજકાલ ઇલોન મસ્કને કારણે ખાસ્સી ગાજી રહેલી ટ્વીટર સર્વિલ, જુલાઈ ૧૫, ૨૦૦૬ના દિવસે લોન્ચ થઈ હતી. તેના ત્રણેક વર્ષ પછી ગૂગલે ફેબ્રુઆરી ૨૬, ૨૦૦૯ના દિવસે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું (બાય ધ વે, ‘સાયબરસફર’ના લેખક-સંપાદકે પણ એ જ મહિને અને વર્ષે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું હતું!)....

ટ્વીટર પર રાજીનામાનું જૂનું નાટક!

ગયા મહિને ટ્વીટર સાથે લાંબી લમણાઝીંક પછી તેના નવા માલિક બનેલા ઇલોન મસ્કે ટ્વીટરના હેડક્વાર્ટરમાં પહેલી વાર પ્રવેશ કર્યો ત્યારે એ પોતાની સાથે રસોડાની સિંક ઉપાડીને લઈ ગયા હતા! પછી તેમણે એ ક્ષણનો વીડિયો ટ્વીટ કર્યો ને સાથે લખ્યું, ‘‘Entering Twitter HQ – let that sink...

જ્યારે એપલના આઇફોન ગૂંચવાયા!

તમે જાણતા હશો કે હમણાં એપલ કંપનીએ તેના આઇફોન અને એપલ વોચનાં નવાં વર્ઝન લોન્ચ કર્યાં. તેમાં જુદાં જુદાં ઘણાં ફીચરમાંથી એક ફીચર સેફ્ટીને સંબંધિત છે. ફેર એટલો કે વાત સાયબર સેફટીની નહીં, વ્યક્તિની પોતાની ફિઝિકલ સેફ્ટીની છે! આ ફીચર ‘ક્રેશ ડિટેકશન’ સંબંધિત છે એટલે કે જ્યારે...

ડેન્ટિસ્ટ્સ ટિકટોક સામે અકળાયા!

ઇન્ટરનેટ આપણને સૌને બહુ ઉપયોગી ને વ્હાલું લાગે છે, પણ બે કેટેગરીના લોકોને તેની સામે સખત ચીડ છે - એક છે, જેમના હાથમાં હજી મોબાઇલ આવ્યા નથી, એવાં સાવ નાનાં બાળકો. આ બાળકો મમ્મી-પપ્પા સાથે રમવા માગતાં હોય, પણ એ લોકો પોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય. ઇન્ટરનેટ સામે અકળાતા...

લોન-એપ્સની ઉઘરાણીમાં મંત્રીજી પણ ઝપટમાં આવ્યા!

મોબાઇલ પર ફટાફટ અને પૂરતા પ્રમાણમાં યોગ્ય ડોક્યુમેન્ટ્સ માગ્યા વિના લોન આપી દેતી ને પછી પઠાણી ઉઘરાણી કરતી એપ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. આ અંકમાં જ વાત કરી છે તેમ હવે આવી એપ્સ પર સરકાર જ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આવી એપ્સના વિષચક્રમાં ફસાયા પછી લોનની પરત...

નદીમાં પડી ગયેલો આઇફોન મહિનાઓ પછી પાછો મળ્યો!

આપણા પરિચિતોના વર્તુળમાંથી કોઈને કોઈ વ્યક્તિનો ફોન ખોવાયો હોવાનું આપણે ઘણી વાર સાંભળીએ છીએ. ક્યારેક તો આપણે પોતે પણ પોતાનો ફોન ગુમાવ્યો હોય. આવા કિસ્સામાં મોટા ભાગે આપણે ફોનથી હાથ ધોઈ નાખવા પડે છે. પરંતુ બ્રિટનમાં કંઈક જુદુ બન્યુંં - એ પણ આઇફોન હોવા છતાં અને એ પાણીમાં...

‘દિલવાલે’ હેકર્સ!

હેકર વિશે આપણા સૌના મનમાં એક આગવી ઇમેજ કોતરાઈ ગઈ છે - એક ચાલાક, લુચ્ચો, ખંધો માણસ, જે પોતાના ઘર કે બેઝમેન્ટમાં પણ આખો દિવસ પોતાનું મોં ઢંકાય એવો હૂડિની કોટ પહેલો બેઠેલો માણસ, જે ઇન્ટરનેટ પર સતત પોતાના શિકાર શોધતો ફરતો હોય... ઇન્ટરનેટ પર હેકરની ઇમેજ પણ મોટા ભાગે આપણે...

ફોનને બનાવી દો ડિજિટલ ફોટો ફ્રેમ!

તમને ઓફિસના ટેબલ પર કે રસોડામાં ફ્રીજ પર, ફોન સ્ટેન્ડ પર ફોન ગોઠવીને તેને ચાર્જ કરવાની ટેવ છે? તો એ સમય દરમિયાન તમે ફોનને ડિજિટલ ફોટો ફ્રેમમાં ફેરવીને, નવી-જૂની મજાની યાદો ફોટોગ્રાફ્સ સ્વરૂપે તાજી કરી શકો છો! તમે જાણતા જ હશો કે કમ્પ્યૂટરની જેમ સ્માર્ટ ફોનમાં પણ...

વિદાય લીધેલા સ્વજન સાથે ફરી મેળાપ, કલ્પના પણ ન હોય એવી રીતે!

ગયા અંકમાં આ જ પેજ પર આપણે વાત કરી હતી કે ૨૦ વર્ષથી ફરાર ઇટાલીના એક માફિયાને પોલીસે ગૂગલ મેપ્સ અને સ્ટ્રીટ વ્યૂની મદદથી ટ્રેક કરીને કેવી રીતે ઝડપી પાડ્યો. હવે ગૂગલ મેપ્સ અને સ્ટ્રીટ વ્યૂનો બિલકુલ અનોખો ઉપયોગ બહાર આવ્યો છે. આપણે સૌએ જીવનમાં ક્યારેક ને ક્યારેક બહુ...

વીસ વર્ષથી ફરાર માફિયા કઈ રીતે પકડાયો?

નામ જિઓએચિનો ગેમિનો. ઉંમર ૬૧ વર્ષ અને ઇટાલીના મોસ્ટ વોન્ટેડ માફિયાઓમાં એનું પણ નામ. એક ખૂન કેસમાં પકડાયા પછી એને જેલ થઈ, પણ વર્ષ ૨૦૦૨માં એ જેલમાંથી ફરાર થઈ ગયો. ઇટાલીથી ભાગીને એ સ્પેનના મેડ્રીડ શહેરમાં પહોંચ્યો. ત્યાં નામ બદલીને એણે નવી જિંદગી શરૂ કરી. નવું નામ...

ગુનેગારોને બદલે પોકેમોન કેરેક્ટર્સનો પીછો!

મને લોકેશન મળી ગયું છે, જલ્દી એ બાજુ વાળ… યસ... યસ... યસ... સાઉથ બાજુ ટર્ન લે, એ બાજુ જ ક્યાંક પકડાઈ જવા જોઇએ... જો દેખાય... જો દેખાય… યસ... હવે પકડતાં વાર લાગવાની નથી… અરે! ભાગતો નહીં, ભાગતો નહીં… ચાલો, એક તો પકડાઈ ગયો. હવે બીજો પણ હાથવેંતમાં… યસ, બીજાને પણ ઝડપી...

બોમ્બને બદલે કેક બનાવવાની રેસિપી!

હમણાં ભારત સરકારે ૨૦ યુટ્યૂબ ચેનલ અને બે વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો. આ ચેનલ્સ અને વેબસાઇટ્સ પાકિસ્તાન વતી ભારત સામે દુષ્પ્રચાર ફેલાવતી હતી. કાશ્મીર, ભારતીય સેના, ભારતમાંની લઘુમતીઓ, રામમંદિર, જનરલ બિપિન રાવત વગેરે મુદ્દે આ ચેનલ્સ પર સખત વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં...

પરસેવામાંથી વેરેબલ ડિવાઇસ માટે પાવર

પરસેવાની કમાણી… જાત મહેનતથી કમાયેલા રૂપિયા માટે આપણે આ શબ્દ પ્રયોગ વારંવાર કરીએ છીએ. આવનારા ભવિષ્યમાં કદાચ પરસેવાથી ચાર્જિંગની વાતો પણ આપણે કરતા થઇ જશું. આપણા રોજબરોજના કામકાજ પર હવે જાત ભાતના ટેકનોલોજી ગેઝેટ્સ હાવી થવા લાગ્યા છે. પરંતુ એ બધાં ચાલતા રહેવા માટે ઊર્જા...

પેસમેકરે કોર્ટમાં ‘જુબાની’ આપી!

વર્ષ ૨૦૧૭નો એક દિવસ હતો. અમેરિકાનો ઓહિયો સ્ટેટમાં એક મકાનમાં આગ લાગી. મકાનની કિંમત ચાર લાખ ડોલર હતી. રૂપિયામાં તેની કિંમત આશરે ત્રણ કરોડ રૂપિયા થાય. આખું ઘર ભડકે બળવા લાગ્યું ત્યારે મકાનમાલિક ઘરની અંદર હતો. ઘર ભડકે બળી રહ્યું હોય ત્યારે અંદર રહેલી વ્યક્તિને પહેલો...

શબ્દોની સફર – આંગળીના ટેરવેથી કાનમાં

કમ્પ્યૂટરની સિસ્ટમ લાખો ચહેરામાંથી એક ચહેરાને બરાબર ઓળખી લે, સ્માર્ટફોન અવાજ પારખી લે કે ફિંગરપ્રિન્ટને આધારે ઓળખ સાબિત થાય અને આપણે લેપટોપ કે સ્માર્ટફોનમાં લોગ-ઇન થઈ શકીએ, આંખની કીકીમાંની ચોક્કસ પેટર્નને આધારે આપણી ઓળખ સાબિત થઈ શકે… આ બધી જાતભાતની બાયોમેટ્રિક્સ...

પરસેવામાંથી પાવર પેદા કરવાની કસરત

એકવીસ વર્ષ પહેલાં આપણે ૨૧મી સદીમાં પ્રવેશ કર્યો ત્યારથી આજ સુધીમાં ટેકનોલોજી ગજબની ઝડપે વિકસતી રહી છે. અગાઉ જેની કલ્પના પણ નહોતી એવાં ગેજેટ્સ અને ટેકનોલોજી વિકસી રહ્યાં છે. અહીં એવી એક શોધની વાત કરીએ જે હજી પણ આપણને નવાઈમાં ગરકાવ કરે એવી છે! કેલિફોર્નિયાની એક...

એઆઇ જીવન-મૃત્યુનો ભેદ ભૂંસી નાખશે?

નિકટના સ્વજનની વિદાય સૌ કોઈને કારમો આઘાત આપે, પરંતુ સમય તેનું કામ કરે અને પરિવારની અન્ય વ્યક્તિઓ, સ્વજનની યાદ સાથે, પોતાના રોજિંદા જીવનમાં પરોવાતી જાય. જોકે ઘણા લોકો આ આઘાત બિલકુલ પચાવી શકતા નથી અને સમય પણ તેમના ઘા જલદી રુઝાવી શકતો નથી. આવા લોકો સ્વજનનું મૃત્યુ થયું જ...

તમે પણ નવી દુનિયાના ‘સ્મોમ્બી’ છો?

હજી થોડાં વર્ષ પહેલાં સુધી, આપણે કોઈએ ‘સેલ્ફી’ શબ્દ સાંભળ્યો નહોતો. ‘સેલ્ફીશ’ આપણે સૌ જાણીએ, પણ સેલ્ફી બધા માટે નવી વાત હતી! એ જ રીતે, ‘સ્મોમ્બી’ આપણે માટે અત્યારે નવોસવો શબ્દ છે, પણ આ લેબલ જેમને લાગી શકે એવા લોકો સાથે આપણો ભેટો રોજબરોજ થઈ જતો હોય છે. તમને પણ ઘણી વાર...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop