તમે કદાચ જાણતા જ હશો કે ફેસબુકમાં આપણે જે કંઈ સર્ચ કરીએ તેની હિસ્ટ્રી (ગૂગલની જેમ!) ફેસબુક સાચવી રાખે છે. અલબત્ત, ગૂગલની જેમ ફેસબુક કહે છે કે આપણી સર્ચ હિસ્ટ્રી બીજું કોઈ જોઈ શકતું નથી, પણ ફેસબુક પોતે આપણી સર્ચ હિસ્ટ્રી જોઈ શકે છે અને તેને આધારે આપણી સર્ચને બહેતર બનાવવાનો દાવો કરે છે.