આ મહિને ‘સાયબરસફર’ નવ વર્ષ પૂરાં કરે છે અને આવતા મહિને તે દસમા વર્ષમાં પ્રવેશ કરશે. ‘સાયબરસફર’ની કોલમની શરૂઆત ૨૦૦૮માં થઈ હતી એ ધ્યાને લેતાં, પાછલા બે દાયકાની બરાબર મધ્યમાં આપણી સફર શરૂ થઈ!
ગુજરાતી ભાષામાં માત્ર પર્સનલ ટેક વિષય પર કેન્દ્રિત આખેઆખું મેગેઝિન હોઈ શકે એ જ બતાવે છે કે આપણે એકવીસમી સદીમાં પ્રવેશ કરી ગયા છીએ!
પાછલા ફક્ત બે દાયકામાં આપણું જીવન ઘણી બધી રીતે બદલાયું છે. ‘સાયબરસફર’ના પાછલા ૧૦૦થી વધુ અંકોનાં કવરપેજ પર (વેબસાઇટમાં!) નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે પાછલા દાયકામાં આવેલાં મોટા ભાગનાં પરિવર્તનોને આપણે આ મેગેઝિનમાં વિસ્તૃત રીતે આવરી લીધાં છે.