હવે થોડા જ સમયમાં આપણને પ્લેનમાં પણ વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતાં લેપટોપ, ટેબલેટ કે સ્માર્ટફોનમાં કામ કરી શકાશે.
અત્યારે તો આખા વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકારને પગલે, અન્ય ઉદ્યોગોની સાથે એવિએશન ઇન્ડસ્ટ્રી ભીંસમાં મૂકાઈ ગઈ છે, પણ ભારતમાં જો તમારે વારંવાર હવાઈ મુસાફરી કરવાની થતી હોય તો તમારે માટે એક આનંદના સમાચાર છે – હવે પ્લેનમાં પણ વાઇ-ફાઇ ઉપલબ્ધ થવા લાગશે!
આ સમાચારમાં તમને બે કારણસર રસ પડી શકે. એક, જો તમે વારંવાર પ્લેનમાં મુસાફરી કરી શકતા હો અને બીજું તમારામાં ઠાંસોઠાંસ કુતૂહલ ભર્યું પડ્યું હોય!