ફેસબુકે ભારતની ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિઓમાં ગંજાવર રોકાણ કર્યા પછી ભારતમાં ઈ-કોમર્સ અને ઓનલાઇન રિટેઇલિંગ સેક્ટરમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. આમ તો રિલાયન્સે પહેલાં ‘રિલાયન્સ સ્માર્ટ’ અને પછી ‘રિલાયન્સ માર્ટ’ નામે રીટેઇલ સ્ટોર્સ શરૂ કર્યા ત્યારથી તેના ઓનલાઇન સ્વરૂપની રાહ જોવાઈ રહી હતી.