એક્સેલમાં કોઈ સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે આપણું કર્સર કોઈ એક સેલમાં હોય તેમાં ડેટા એન્ટર કર્યા પછી આપણે એન્ટર કી પ્રેસ કરીએ ત્યારે કર્સર કોઈ બીજા સેલમાં આગળ વધે છે.

સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જે સેલમાં કર્સર હોય) તેમાં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ સેલની નીચેનો સેલ હાઇલાઇટ થતો હોય છે અને કર્સર તેમાં પહોંચી જતું હોય છે.