હજી આપણે સૌ સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર બનવાની મથામણ કરી રહ્યા છીએ ત્યાં આપણા માટે એક ચિંતાજનક સમાચાર છે – સ્માર્ટફોનનો ગેરલાભ લેનારા લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે એ ગૂગલ જેવી મહાકાય અને સ્માર્ટ ટેક્નોલોજીની જન્મદાતા જેવી કંપનીને પણ ઊંઠાં ભણાવી શકે છે!
તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો, એટલે આગળની વાત ધ્યાનપૂર્વક વાંચજો!
આગળ શું વાંચશો?
- ખરેખર શું બન્યું હતું?
- આ એપથી નુક્સાન શું હતું?
- નુકસાન ગૂગલનું નહીં, આપણું છે!
- પ્લે સ્ટોરમાં એપ ડાઉનલોડ કરતી વખતે શું ધ્યાન રાખશો?
- યુસી બ્રાઉઝર પ્લે સ્ટોરમાંથી ગાયબ થયું અને પછી પાછું ઉમેરાયું