ભારત આગળ વધે છે ડિજિટલ ઇન્ડિયા તરફ-‘ઉમંગ’ સાથે

ભારત સરકારે ગયા મહિને લોન્ચ કરેલા ‘ઉમંગ’ પ્લેટફોર્મથી વિવિધ સરકારી સેવાઓ પહેલી વાર એકમેક સાથે સંકળાઈ રહી છે.

x
Bookmark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના વહીવટથી તમને સંતોષ હોય કે ન હોય, એમની કાર્યપદ્ધતિ અને વચનોમાં તમને વિશ્વાસ હોય કે ન હોય, એક વાતે તમે સંમત થશો કે તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી, સરકારી વેબસાઇટ્સ અને એપ્સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. જીએસટીનાં સર્વર વારંવાર ઠપ થઈ જાય છે એ જુદી વાત છે, હવે નવી બની રહેલી વેબ સર્વિસીઝ, એટલિસ્ટ, જોવામાં સારી લાગે એવી તો હોય જ છે!

ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં અને લોકોને એની તરફ વાળવા માટે પણ સરકાર ખરેખર પ્રયત્નશીલ લાગે છે, જેમ કે ગયા વર્ષે નોટબંધી પછી ઉતાવળે લોન્ચ થયેલી ભીમ એપ કોઈ રીતે ‘સરકારી’ ન લાગે એવી છે.

એવી એક નવી પહેલ છે ‘ઉમંગ’, જેનું આખું નામ છે યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગવર્નનન્સ. નામનો મેળ બેસાડવા માટે ભલે તેમાં મોબાઇલ એપ્લિકેશન ઉમેરવામાં આવ્યું હોય, પણ આ એક વેબ સર્વિસ કે પ્લેટફોર્મ છે, જેનો પીસી પર પણ ઉપયોગ કરી શકાય છે, અલબત્ત ભાર મોબાઇલના વધતા વ્યાપનો લાભ લેવા પર જ છે.

સરકારે ગયા વર્ષે આ પ્રકારની એપ લોન્ચ થઈ રહી હોવાની જાહેરાત કરી હતી અને ડિસેમ્બર ૨૦૧૬માં જ તે લોન્ચ થવાની વાત હતી, પરંતુ લાંબા સમયના ટેસ્ટિંગ પછી, હવે છેક તે લોન્ચ થઈ છે.

આ સર્વિસનો વ્યાપ જોતાં, આટલું મોડું થવાનાં કારણ સમજી શકાય છે – એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ ફોન માટેની એપ ઉપરાંત, પીસી વર્ઝન ધરાવતી આ સર્વિસમાં કેન્દ્ર સરકાર અને હાલ પૂરતાં ચાર રાજ્યોના ૩૩ વિભાગોની ૧૬૨ પ્રકારની સરકારી સેવાઓ આવરી લેવામાં આવી છે.

ઉમંગ અત્યારે ગુજરાતી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન દ્વારા આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.

આગળ શું વાંચશો?

  • ઉમંગ કઈ રીતે ઉપયોગી છે?
  • ઉમંગનું ભવિષ્ય
  • ઉમંગનો લાભ કઈ રીતે લેશો?
Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here