કાગળમાંથી કલાકૃતિ સર્જવાના કસબી

  x
  Bookmark

  કાગળમાંથી હોડી કે પ્લેન બનાવવા જેટલો સીમિત ઓરિગામી સાથેનો તમારો સંબંધ જરા ગાઢ બનાવવો હોય કે ઓરિગામીના એન્જિનિયરિંગ સુધી પહોંચવું હોય, બંને હેતુ પાર પાડવામાં મદદ કરશે આ બે નિષ્ણાતો…

  સાવ સાદા કાગળના ટુકડાને જુદી જુદી રીતે વાળીને સુંદર કલાકૃતિઓ સર્જવાની કલા એટલે જાપાનીઝ ઓરિગામી.

  નાનપણમાં આપણે સૌએ કાગળનાં પ્લેન બનાવી ઉડાવ્યાં છે. ‘વો કાગઝ કી કશ્તી…’ નજમ સાંભળીને હજી તમારું હૈયું ભરાઈ આવતું હોય તો એમાં જગજિત સિંઘના કંઠ ઉપરાંત આપણે પોતે બનાવેલી ને વહેતા પાણીમાં તરાવેલી કાગળની હોડીઓની યાદનો પણ ચોક્કસ મોટો ફાળો છે.

  એ યાદો તાજી થતાં, હજી તમારી આંગળીઓ કાગળમાંથી કંઈક બનાવવા સળવળવા લાગતી હોય તો જાણી લો કે ઓરિગામીની કલા કાગળનાં વિમાન ને હોડીઓથી ક્યાંય આગળ વધી ગઈ છે અને હવે તો કોમ્પ્લેક્સ ટેક્નોલોજી ક્ષેત્રે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે.

  ‘સાયબરસફર’ના જૂના સહયાત્રીઓને કદાચ યાદ હશે કે પહેલા અંકમાં આપણે કેનન કંપનીના ક્રિયેટિવ પાર્ક (http://cp.c-ij.com/en/)ની ટૂંકમાં વાત કરી હતી. એ એક આખી કંપનીની પહેલ છે, જ્યારે આજે પોતપોતાના ક્ષેત્રમાં અત્યંત આગળ વધેલા બે નિષ્ણાતોએ, પોતાની વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરીને ઓરિગામીને લોકપ્રિય બનાવવા માટે કરેલા પ્રયાસોની વાત કરીશું.

  આ બંને નિષ્ણાત એક રીતે જોઈએ તો બે અલગ છેડા પરના છે.

  એક વ્યક્તિએ ઓરિગામીને પોતાની હોબી તરીકે વિકસાવી છે અને બીજા લોકો પણ પોતાના ફુરસદના સમયમાં કાગળ સામે થોડી ગમ્મત કરીને કંઈક નવો કસબ કેળવી શકે એવો તેઓ પ્રયાસ કરે છે.

  જ્યારે બીજાએ સમય જતાં ઓરિગામીને જ ફુલ ટાઇમ વ્યવસાય તરીકે અપનાવીને તેમાં વિશ્ર્વ સ્તરે નામના મેળવી છે. તેઓ પોતાની સાઇટ દ્વારા ઓરિગામીની કળા અને તેની પાછળના વિજ્ઞાનને આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તેમની સાઇટ પરથી ઘણું ભાથું મળે તેમ છે.

  આ બંને નિષ્ણાતોએ ‘સાયબરસફર’ની વિનંતીના જવાબમાં હૂંફાળો પ્રતિસાદ આપીને પૂરક વિગતો મોકલી આપી છે.

  આગળ શું વાંચશો?

  • એરબેગના એન્જિનિયરિંગમાં ઓરિગામી
  • કાગળની અવનવી વસ્તુઓ બનાવવની હોયતો..
  • ઓરિગામીના સાયન્સમાં રસ હોય તો

  Please Login to view this content. (Not a member? Join Today!)

  ક્લિક કરો, અંક જુઓ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here