Home Tags Twitter

Tag: twitter

ફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…

ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો. આગળ શું વાંચશો? ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે? ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા? પુલવામા હુમલાનું ‘ષડયંત્ર’ નરેન્દ્ર મોદીએ ‘પાકિસ્તાની ધ્વજ’ લહેરાવ્યો? પ્રણવદા ‘સંઘી’ બન્યા? કોંગ્રેસની ઓફિસમાં બાદશાહ ઔરંગઝેબનો ફોટો? કેરળના ધારાસભ્યની કાર પર ‘પાકિસ્તાની’ ધ્વજ? ફેક ન્યૂઝ. આ બંને શબ્દ પોતે જ એકબીજાના વિરોધાભાસી છે, પણ ભારતમાં આ શબ્દની કોઈ...

ટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો

હમણાં ટવીટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ટવીટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલ-આઉટ થાય છે, એટલે કદાચ તમારે થોડી રાહ જોવી પડે). હવે તમારી પાસે બે વિકલ્પ છે, કેપ્ચર અને લાઇવ. કેપ્ચર વિકલ્પથી, તમે શટર બટન ક્લિક કરીને ફોટો લઈ શકશો, અથવા જરા લાંબો સમય પ્રેસ કરીને રાખીને વીડિયો શૂટ કરી શકશો. જ્યારે લાઇવ વિકલ્પથી, તમે...

ટવીટરમાં લિસ્ટ્સની સુવિધાનો લાભ લો

બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવાની સગવડ આપતી ટવીટર સર્વિસ પર સામાન્ય લોકો કરતાં સેલિબ્રિટિઝ વધુ એક્ટિવ છે, કદાચ એટલે તમને એમાં સક્રિય થવાની બહુ ઇચ્છા ન થતી હોય, પરંતુ તમે ફક્ત એક વાચક તરીકે ટવીટરનો ઉપયોગ કરીને પણ તેમાંથી ઘણું મેળવી શકો. સેલિબ્રિટિઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રની અગ્રણી કંપનીઝ અને નિષ્ણાતો ટવીટર પર એક્ટિવ છે. આ સૌ મોટા ભાગે પોતાની વેબસાઇટ્સ તો ધરાવે જ છે, તેના પર તેઓ જે પણ નવું કન્ટેન્ટ મૂકે છે એ તેઓ નિયમિત રીતે ટવીટર પર શેર કરતા રહે છે. આથી આપણે...

ટવીટરમાં બુકમાર્ક્સની સગવડનો લાભ કઈ રીતે લેશો?

જો તમે ટવીટરનો નિયમિત ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં લગભગ દરેક ટવીટ તમને ઇન્ટરનેટ પર અવનવી અનેક પ્રકારની માહિતી તરફ દોરી જઈ શકે છે. પરંતુ દર સેક્ધડે તમારા ટવીટર એકાઉન્ટમાં સતત નવી નવી ટવીટ્સ ઉમેરાતી જ જતી હોય તો એમાંથી કામની માહિતી સાચવી લેવાનું કામ કપરું બની શકે. એક રસ્તો એ થાય કે તમે ઉપયોગી લાગતી દરેક ટવીટમાંની લિંક પર ક્લિક કરો, તેમાંના વેબપેજ, વીડિયો, ફોટો વગેરે પર જાઓ અને ત્યાંથી તેને તમારી ફેવરિટ બુકમાર્કિંગ સર્વિસમાં સેવ કરી લો, પણ આવું...

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬ ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી. શરૂઆતમાં twttr તરીકે ઓળખાતી આ સેવાએ પક્ષીઓના કલબલાટ માટે વપરાતા ‘ટ્વીટ’ શબ્દનો અર્થ ધરમૂળથી બદલી નાખ્યો અને અંગ્રેજી ભાષાને, ‘ટ્વીટરવર્સ’ (ટ્વીટરજગત) જેવો નવો શબ્દ આપ્યો. ટ્વીટર પર હવે રોજના લાખોની સંખ્યામાં માણસો સાર્થક-નિરર્થક તમામ પ્રકારનો કલબલાટ મચાવે છે. ‘ટ્વીટર’ પર નબળી ક્ષણોમાં કંઈક લખ્યા પછી નેતાઓને હોદ્દા ગુમાવવાનો...

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને લોકોને પરસ્પર વધુ નજીક લાવતા આ જબરા બિઝેસનો ઇતિહાસ તપાસીએ.  ૧૯૭૮ વોર્ડ ક્રિસ્ટેન્સન અને રેન્ડી સ્યુએસ નામના બે કમ્પ્યુટરા અખતરાબાજોએ મિત્રો સાથે નવાજૂનીનો આપલે કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ બુલેટિન બોર્ડ સિસ્ટમ (બીબીએસ) વિકસાવી. ૧૯૯૩ ઇલિનોઇસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોઝેઇક નામનું...

એક ટ્વીટની મજેદાર સફર

અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો  ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!  સોશિયલ મીડિયાનો સૌથી સ્માર્ટ ઉપયોગ કર્યો બરાક ઓબામાએ. ૨૦૦૭ની શરુઆતમાં તેમને ખાસ કોઈ જાણતું નહોતું. ત્યાંથી શરુ કરીને નવેમ્બર ૨૦૦૮માં એ અમેરિકાના ૪૪મા પ્રમુખ બનવા સુધીની એમની સફરમાં સોશિયલ મીડિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. ઓબામાએ ઈ-મેઇલ,...

દુનિયા બદલે છે સોશિયલ મીડિયા

જેની સ્થાપનાને હજી એક દાયકો પણ થયો ન હોય એ કંપની વિશ્વમાં સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી કંપની બને તેવી શક્યતા ઊભી થાય, એ કલ્પના પણ કેટલી રોમાંચક છે! આપણી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.  ફેસબુક વાસ્તવમાં, ઇન્ટરનેટ પર અત્યંત વિરાટ સ્વરૂપ ધારણ કરી રહેલા સોશિયલ મીડિયાનો સૌથી જાણીતો ચહેરો છે. ફેસબુક ઉપરાંત ઇન્ટરનેટ પર એવી અનેક સાઇટ્સ અને સર્વિસ વિકસી અને વિસ્તરી રહી છે, જે આખી દુનિયાને વધુ ને વધુ નાની બનાવી રહી છે. ફેસબુક કે ટવીટર કે ગૂગલ પ્લસ...

‘ટવીટર ટાઉન હૉલ’ ખરેખર શું છે?

હમણાં યોજાયેલા આ કાર્યક્રમે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં સોશિયલ મીડિયાનો લાભ લેવો સહેલો નથી! ગયા મહિને, ગુજરાતના મીડિયામાં ‘ટવીટર ટાઉન હૉલ’ શબ્દ ખાસ્સો ચર્ચામાં રહ્યો. અમદાવાદમાં તો મુખ્ય મંત્રી વિજય ‚પાણીને ટવીટર પર સવાલો પૂછવા આમંત્રણ આપતાં હોર્ડિંગ્સ પણ લાગ્યાં એટલે લોકોમાં વધુ ઉત્સુકતા જાગી કે આ ‘ટવીટર ટાઉન હૉલ’ ખરેખર છે શું? પછી ૨૩ સપ્ટેમ્બરે આ કાર્યક્રમ યોજાયો ત્યારે દેશભરના મીડિયાએ તેની નોંધેય લીધી, પણ એમાં ગુજરાત સરકારે ખુશ થવા જેવું કશું રહ્યું નહોતું. પહેલાં વાત કરીએ પાયાની. ટાઉન હૉલ મીટિંગ એટલે... ટવીટર ટાઉન હૉલ એ વાસ્તવિક...

નિશાન બનવામાં ફાયદો કે ગેરફાયદો?

ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ઘણા લોકોને ઘણી વાર નવાઈ લાગતી હોય છે - ગૂગલ, ફેસબુક, ટવીટર અને બીજી સંખ્યાબંધ સર્વિસીઝ અને તે ઉપરાંત, વિવિધ પ્રકારનું કન્ટેન્ટ આપતી અનેક સાઇટ્સ બધું જ મફત (અથવા લગભગ મફત) કેવી રીતે આપી શકે છે? એ બધી કંપની કમાણી કેવી રીતે કરતી હશે? જવાબ છે - આ કંપનીઓ માટે આપણે પોતે જ, એટલે કે યૂઝર્સ જ પ્રોડક્ટ છે! આ અંકની કવરસ્ટોરીમાં તમે વાંચશો તેમ આપણા સૌની ઝીણવટભરી માહિતીને આધારે મહાભારતના અર્જુનની જેમ આપણા પર જાહેરાતનું સચોટ નિશાન તાકવામાં આવે છે અને...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.