Home Tags Quick-updates

Tag: quick-updates

ગૂગલ વોઇસ સર્ચમાં ગુજરાતી ભાષા ઉમેરાઈ

ગૂગલે એન્ડ્રોઈડ પર વોઇસ સર્ચની સુવિધામાં ૮ ભારતીય ભાષાઓ ઉમેરી છે, જેમાંની એક આપણી ગુજરાતી પણ છે!  તમારા એન્ડ્રોઇડમાં આ નવી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે એ વિશે વધુ જાણીશું થોડા સમયમાં. ત્યાં સુધી, ગૂગલ વોઇસ સર્ચ વિશે વધુ જાણો આ લેખોમાં - તમે ફોન સાથે વાત કરો છો? અને વોઇસ ઇનપૂટ સેટિંગ

ગૂગલ એલો હવે પીસી પર પણ ચાલશે

ગૂગલની મેસેજિંગ એપ એલોનો ઉપયોગ હવે પીસી પરથી પણ કરી શકાશે (https://allo.google.com/web). વોટ્સએપની જેમ, પીસી પર તેને સ્માર્ટફોનની એપ સાથે કનેક્ટ કરીને પછી ઉપયોગ કરી શકાશે. ગૂગલ એલો વોટ્સએપ જેવી જબરદસ્ત લોકપ્રિય મેસેજિંગ એપ સામે ખાસ ચાલી નથી, પણ મેસેજિંગમાં આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સની કેવાં પરિવર્તનો આવશે એ જાણવા અને જાતઅનુભવ કરવા માટે આ એપ એકવાર તપાસવા જેવી છે. વધુ જાણો આ લેખમાં - રોજિંદા મેસેજિંગમાં આવી ગઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  

ટૂંક સમયમાં વોટ્સએપ પર યુપીઆઇ પેમેન્ટ શરૂ થશે

બહુ ગાજેલી અને બહુ સક્ષમ હોવા છતાં ખાસ લોકપ્રિય ન થઈ શકેલી યુપીઆઇ વ્યવસ્થા ધીમે ધીમે પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. લોકો કોઈ વોલેટ કે પેમેન્ટ ગેટવે વિના, સીધા જ એકબીજાના બેન્ક ખાતામાં રકમની આપલે કરી શકે અને એ પણ બેન્ક ખાતાની વિગતો આપ્યા વિના, એવી સગવડ આપતી યુપીઆઇ વ્યવસ્થા ટૂંક સમયમાં ઉબર અને એમેઝોન પર પણ આવી જશે. આ બંને સર્વિસ પર આ વ્યવસ્થાનો ભીમ એપ મારફત લાભ લઈ શકાશે. એટલું જ નહીં, વોટ્સએપ પર પણ યુપીઆઈથી રકમની આપલે થઈ શકે એવા દિવસો દૂર...

આવે છે એન્ડ્રોઇડ ‘ઓ’ અને ‘ગો’!

ગયા મહિને ગૂગલે તેની એન્યુઅલ ડેવલપર કોન્ફરન્સમાં, ‘ગો’ નામના એન્ડ્રોઇડના નવા વર્ઝનની જાહેરાત કરી. એન્ડ્રોઇડના લેટેસ્ટ નગેટ પછીનું ‘ઓ’ વર્ઝન પણ આવી રહ્યું છે. આ ‘ગો’ અને ‘ઓ’ બંને આમ તો બિલકુલ સરખાં છે, ફેર ફક્ત એટલો છે કે એન્ડ્રોઇડ ગો, ફક્ત 512 એમબી રેમ ધરાવતા સાવ સસ્તા એન્ડ્રોઇડ ફોનને પણ પાવરફૂલ બનાવી દેશે!  આ અગાઉ ગૂગલે એન્ડ્રોઇડ વન નામે આવી જ કંઈક કોશિશ કરી હતી અને તેમાં તેને નિષ્ફળતા મળી હતી. ત્યારે ભારતમાં ગૂગલે માઇક્રોમેક્સ, સ્પાઇસ અને કાર્બન કંપની સાથે જોડાણ કર્યું હતું. ત્યારે...

ટેક કંપનીઝમાં ઉથલપાથલ

એક તરફ ભારતમાં મોટી મોટી આઇટી કંપનીઓમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કંપનીઓ આવક અને ખર્ચનો તાલમેલ જાળવી રાખવા માટે કર્મચારીઓની મોટાપાયે છટણી કરી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકામાં ટેકનોલોજી કંપનીઓ આખા દેશના અર્થતંત્ર પર રાજ કરવા લાગી છે.  ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે તેમનું બિઝનેસ બેકગ્રાઉન્ડ જોતા અમેરિકાની મોટી બેંક્સ અને કન્સ્ટ્રકશન કંપનીઓના શેરમાં જબરો ઉછાળો આવ્યો હતો. લોકોને અપેક્ષા હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્ષેત્રોમાં તેજી લાવશે પરંતુ છ મહિના પછી એ આશાઓ હજી સાકાર થઈ નથી પણ...

ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ વધશે

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વમાં ચીન સૌથી વધુ યૂઝર્સ ધરાવે છે અને ગયા વર્ષે યુએસને પાછળ રાખીને ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે, પરંતુ ઇન્ટરનેટની સ્પીડની બાબતે આપણે હજી એશિયાના ઘણા દેશો કરતાં પણ પાછળ છીએ.  ફોર-જી અને ફાઇબર બ્રોડબેન્ડના આગમન પછી પણ આ સ્થિતિ છે, પરંતુ આવતા અઢાર મહિનામાં આ સ્થિતિ ખાસ્સી બદલાવાની આશા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ૩ નવા કમ્યુનિકેશન સેટેલાઇટ્સ લોંચ કરી રહ્યું છે. જેમાંનો પહેલો જૂન મહિનામાં જ લોંચ થઈ જશે. આ સેટેલાઇટ્સમાં એક ખાસ...

નવા લોન્ચ થયેલા મોબાઇલ્સ

આગળ શું વાંચશો? Samsung Galaxy S7 Apple Iphone SE Lenovo K4 Note Xiaomi Redmi Note 3, 32 GB LeTV (LeEco) Le 1s Vivo Y31L Samsung Galaxy S7 ફોરજી કનેક્ટિવિટી, ડ્યુઅલ સિમ ૫.૧ ઇંચ ડિસ્પ્લે, ૧૪૪૦ બાય ૨૫૬૦ પિક્સેલ, ગોરિલા ગ્લાસ ૪ જીબી રેમ, ૩૨ જીબી ઇન્ટર્નલ મેમરી ૨.૩ ગીગા હર્ટ્ઝ ક્વાડ-કોર પ્રોસેસર ૧૨ એમપી રીયર કેમેરા, ૫ એમપી ફ્રન્ટ કેમેરા ૩૦૦૦ એમએએચ નોન રીમૂવેબલ બેટરી એન્ડ્રોઇડ ૬ કિંમત : રૂ. ૪૫,૯૦૦/- Apple Iphone SE ફોરજી કનેક્ટિવિટી, સિંગલ સિમ ૪ ઇંચ રેટિનાડિસ્પ્લે, ૧૧૩૬ બાય ૬૪૦ પિક્સેલ ૧૬...

નવા લોન્ચ થયેલા મોબાઇલ્સ

આગળ શું વાંચશો? Gionee S8 HTC Desire 626 4G LTE Lenovo Vibe K5 Intex Cloud Crystal 2.5D Xolo Era 4K Swipe Konnect 5.1 Limited Edition Gionee S8 ફોરજી એલટીઈ કનેક્ટિવિટી ૫.૫ ઇંચ ડિસ્પ્લે, ૧૦૮૦ બાય ૧૯૨૦ પિક્સેલ ૪ જીબી રેમ, ૬૪ જીબી ઇન્ટર્નલ મેમરી ઓક્ટાકોર પ્રોસેસર ૧૬ એમપી રીયર કેમેરા, ૮ એમપી ફ્રન્ટ કેમેરા ૩૦૦૦ એમએએચ બેટરી એન્ડ્રોઇડ ૬. બે વોટ્સએપ એકાઉન્ટ, થ્રીડી ટચની સુવિધા ભારતમાં એપ્રિલમાં લોન્ચ થવાની શક્યતા કિંમત : હજી જાહેર થઈ નથી HTC Desire 626 4G LTE ફોરજી એલટીઈ કનેક્ટિવિટી ૫ ઇંચ...

નવા લોન્ચ થયેલા મોબાઇલ્સ

પ્રોફેશનલ કેમેરા ફીચર્સ, એન્ડ્રોઇડ માર્શમેલોનું પ્રોમીસ, ૩ જીબી રેમ, ફિંગરપ્રિન્ટ સેન્સર, સતત નીચે જતી કિંમત... નવા સ્માર્ટફોનમાં નવા નવા લાભ મળી રહ્યા છે, અલબત્ત આ બધું એક ફોનમાં મળતું નથી! આગળ શું વાંચશો? એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/- લી વનએસુ, રૂ. ૧૦,૯૯૯/- સ્વાઇપ વર્ચ્યુ, રૂ. ૫,૯૯૯/- લાવા પી૭, રૂ ૫,૪૯૯/- કાર્બન કે૯ સ્માર્ટ, રૂ ૩,૯૯૦/- એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/- એસસ કંપનીએ ‘વિશ્વનો સૌથી પાતળો, ઓપ્ટિકલ ઝૂમની સગવડ ધરાવતો’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે - એસસ ઝેનફોન ઝૂમ. આ ફોન ૧૩ એમપીનો રીયર કેમેરા ધરાવે છે, જેમાં લેસર...

લોકપ્રિય બની રહ્યાં છે લેપટેબ

તમે ટેબલેટ જેવી મોબિલિટી અને લેપટોપ જેવી કન્વીનિયન્સ એક સાધનમાં શોધી રહ્યા હો તો, જુદી જુદી ક્ષમતાનાં અને અલગ અલગ બજેટને અનુરૂપ એવાં ટુ-ઇન-વન ડિવાઇસીઝની રેન્જ વિસ્તરી રહી છે. એક તરફ પીસી-લેપટોપ અને બીજી તરફ સ્માર્ટફોન-ટેબલેટ, અત્યાર સુધી આપણે આ બે અંતિમો વચ્ચે વહેંચાયેલા હતા. મોટા સ્ક્રીનવાળા સ્માર્ટફોન એટલે કે ફેબલેટ અને ટેબલેટ પર ઇન્સ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતાં, ઇન્ટરનેટ સંબંધિત ઘણું બધું કામ આપણે ફટાફટ, ગમે ત્યારે અને ગમે ત્યાંથી કરી શકીએ છીએ એટલે એટલા પૂરતી આપણને પીસી કે લેપટોપની જરૂર રહી નહીં. પરંતુ ધીમે ધીમે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.