Home Tags Apple

Tag: apple

આઇફોનમાં નવાં સ્વાઇપ જેસ્ચર્સ

જો તમે આઇફોનમાં જીમેઇલ એપનો ઉપયોગ કરતા હો તો તમારે માટે ખુશખબર છે. એન્ડ્રોઇડ યૂઝર્સને લાંબા સમયથી મળતી સ્વાઇપ જેસ્ચર્સને કસ્ટમાઇઝ કરવાની સુવિધા હવે આઇફોન યૂઝર્સને પણ મળશે. અત્યાર સુધી આઇફોનમાં જીમેઇલ એપમાં તમે ઇમેઇલને ડાબી કે જમણી તરફ સ્વાઇપ કરો તો ઇમેઇલ ડીલિટ થતો હતો. એ સિવાય બીજી કોઈ રીતે સ્વાઇપ એકશનને કસ્ટમાઇઝ કરી શકાતી નહોતી. જ્યારે એન્ડ્રોઇડમાં જીમેઇલ એપના સેટિંગ્સમાં જનરલ સેટિંગ્સમાં સ્વાઇપ એકશન્સમાં જઇને, મેઇલ ડાબે કે જમણે  સ્વાઇપ કરવાથી તેને અનરીડ તરીકે માર્ક કરી શકાય, ડીલિટ કરી શકાય, આર્કાઇવ કરી શકાય, મૂવ કરી...

આઇફોનને વધુ સલામત બનાવો

તમારા એપલ આઇફોનને તમે ફિંગર પ્રિન્ટ કે ફેસ આઇડીથી અનલોક કરી શકો છો, પરંતુ ફોનને જડબેસલાક રીતે લોક કરવા માટે પાસકોડ સૌથી વધુ સલામત ગણાય છે. ફોનમાં સામાન્ય રીતે ચાર આંકડાનો પાસકોડ આપી શકાતો હતો પરંતુ આઈઓએસ૯ વર્ઝનથી પાસકોડને વધુ સલામત બનાવવા માટે છ આંકડાનો પાસકોડ આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. છ આંકડાનો પાસકોડ ચોક્કસપણે વધુ સલામત છે પણ તમને એ યાદ રાખવો મુશ્કેલ લાગતો હોય તો તમે ફરી ચાર અંકના પાસકોડ તરફ જઇ શકો છે. એ માટે આઇફોનની સેટિંગ્સ એપમાં ટચ આઇડી એન્ડ પાસકોડનો વિકલ્પ...

આઇફોનમાં એવું તે શું છે?

સ્માર્ટફોન યૂઝર્સની દુનિયા બે પ્રકારના લોકોમાં વહેંચાયેલી છે - આઇફોન યૂઝર્સ અને એન્ડ્રોઇડ યૂઝર્સ! એન્ડ્રોઇડના યૂઝર્સનું પ્રમાણ હવે ઘણું વધુ છે, છતાં થેન્ક્સ ટુ સ્ટીવ જોબ્સ, આઇફોન એક આઇકોનિક બ્રાન્ડ છે! કદાચ એ જ કારણે એન્ડ્રોઇડ યૂઝર્સને ‘આઇફોનમાં એવું તે શું હોય છે?’ એ જાણવાની ખાસ ઉત્સુકતા હોય છે. તમને પણ આવી જિજ્ઞાસા હોય કે તમે આઇફોનનો ઉપયોગ કરતા હો પણ તેનાં બધાં ફીચર્સની પૂરી સમજ ન હોય તો અહીં ટૂંકમાં, આઇફોન (અને એપલનાં વિવિધ ડિવાઇસ)માં ઉપલબ્ધ કેટલાંક મુખ્ય ફીચર્સની પ્રાથમિક માહિતી મેળવીએ. તમે આગળ...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ થવાની શક્યતા વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સીનો વિચાર નંબર પોર્ટેબિલિટી ઝડપી બની મોબાઇલ ફોનના એસેમ્બલિંગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે ગૂગલની વધુ એક સર્વિસ બંધ થાય છે નોકિયા ૮.૧ લોન્ચ થયો વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે સ્માર્ટફોનના માર્કેટમાં મોટી મોટી બ્રાન્ડ્સને હંફાવી દેનારી ચાઇનીઝ મોબાઇલ કંપની વનપ્લસ હવે ટીવી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ઝંપલાવી રહી છે. કંપની અત્યારે અન્ય કંપનીનાં ટીવી કરતાં અલગ હોય તેવા સોફ્ટવેર વિક્સાવવા પર ધ્યાન આપી રહી છે. કંપની આવતા વર્ષ સુધીમાં, ભારતમાં એમેઝોન દ્વારા...

આઇફોનનાં ૧૧ વર્ષ

અગિયાર વર્ષ પહેલાં, સ્ટીવ જોબ્સ અને તેની એપલ કંપનીએ દુનિયાને આઇફોનની ભેટ આપી. ત્યારથી આજ સુધીમાં આઇફોન અને તેની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા છે અને આ સમય દરમિયાન આઇફોને સ્માર્ટફોન ટેકનોલોજીમાં કેટલાય એવા નવા માઇલસ્ટોન રચ્યા, જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી, પણ હવે એ આપણા જીવનનો કાયમી હિસ્સો બની ચૂક્યા છે! જેમ કે અત્યારે આપણે કોઈ પણ ઇમેજને અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી સહેલાઇથી ઝૂમ-ઇન કે ઝૂમ-આઉટ કરી શકીએ છીએ, એ સુવિધા છેક ૨૦૦૭માં પહેલી વાર આઇફોનમાં જોવા મળી હતી! એ જ...

આઇઓએસમાં નવી ખૂબીઓ

એપલ કંપનીએ હમણાં તેની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન આઇઓએસ-૧૨ ડેવલપર્સ માટે રજૂ કર્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તમારા આઇફોનમાં પહોંચતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે પરંતુ તેનાં ફીચર્સ જાણી લેવા જેવાં છે. સામે પક્ષે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ પી પણ સૌ માટે લોન્ચ થવાની તૈયારીમાં છે. પરંતુ એન્ડ્રોઇડમાં હંમેશાં બને છે તેમ, જૂના મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં આ વર્ઝનનો લાભ નહીં મળે. જ્યારે આઇઓએસ-૧૨નો મોટા ભાગના આઇફોન યૂઝર્સ લાભ લઈ શકશે! આ સિવાય આઇઓએસ-૧૨માં એવી ઘણી ખૂબીઓ છે જે તેને એન્ડ્રોઇડ કરતાં આગળ રાખે છે. 1 એપલના...

સેલ્ફી લેતી વખતે સ્માર્ટફોનના સ્ક્રીન પર મિરર ઇમેજ કેમ દેખાય છે?

સવાલ મોકલનાર : વૈશાલી કામદાર, રાજકોટ તમારું આ મુદ્દા તરફ ધ્યાન ગયું એ માટે અભિનંદન! સાદો જવાબ એ કે એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન બરાબર અરીસા તરીકે જ કામ કરે છે, ફક્ત જ્યારે સેલ્ફી લેવાઈ જાય ત્યારે જે ઇમેજ જોવા મળે છે એ મિરર ઇમેજ રહેતી નથી! ગૂંચવાડો થયો? બાજુના સ્ક્રીનશોટમાં પહેલી તસવીર, ‘સાયબરસફર’ મેગેઝિનની સેલ્ફી લેતી વખતે સ્ક્રીન પર જે દેખાય છે તેની છે અને બીજી તસવીર સેલ્ફી ‘પોતાની’ છે. જાતે પણ ટ્રાય કરી જુઓ. ખાસ તો તમારી પાછળ કોઈ નામ લખેલું બોર્ડ કે પુસ્તક રાખીને સેલ્ફી...

ચહેરો જોઈને ફોન અનલોક કરતી ફેસ આઇડી ટેક્નોલોજી

ગયા મહિને, એપલનો લેટેસ્ટ આઇફોન એક્સ લોન્ચ કરવાના સમારંભમાં નવા ફોનની ખૂબીઓનું પ્રેઝન્ટેશન આપતા એપલના એક્ઝિક્યૂટિવ્સને જરા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવી પડ્યું. થયું એવું કે આ નવા ફોનમાં ફોન અનલોક કરવા માટેની નવી ફેસ આઇડી ઓથેન્ટિકેશન સિસ્ટમ કેવી આધુનિક છે તેની ખૂબીઓ વર્ણવતું પ્રેઝન્ટેશન પૂરું થયા પછી, આ સિસ્ટમનો વાસ્તવિક ડેમો આપવા માટે એપલના સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડરીગી સ્ટેજ પર આવ્યા. તેમણે ફોનને પોતાના ચહેરા સામે ધર્યો, હકીકતમાં ફોન તરત જ એનલોક થવો જોઇતો હતો, પણ થયું ઉલટું. ફોને તેમનો આંકડાનો પાસવર્ડ માગ્યો અને મોટા...

આઇફોનનાં ૧૦ વર્ષ

એપલે દસ વર્ષ પહેલાં આઇફોન લોન્ચ કરીને દુનિયાને એક નવા ટેક્નોલોજી આઇકોનની ભેટ આપી. આવો ઊડતી નજરે જાણીએ આઇફોનની દસ વર્ષની સફર 2007 આઇફોન: આઇફોન, જે બન્યો આઇકોન! પહેલા આઇફોનને લોન્ચ કરતી વખતે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે "આ વાઇડસ્ક્રીન ને ટચસ્ક્રીનવાળો આઇપોડ, એક ક્રાંતિકારી મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ કમ્યુનિકેશનમાં એક બ્રેકથ્રૂ છે. પહેલા આઇફોનમાં એપસ્ટોર નહોતો! 2008 આઇફોન ૩જી: એપ સ્ટોરનું આગમન બીજા વર્ષે લોન્ચ થયેલા નવા આઇફોનમાં એપસ્ટોરનું આગમન થયું અને ડેવલપર્સ માટે વિવિધ પ્રકારની એપ્સ અને ગેમ્સ સર્જવાની તક ખૂલી. આ ફોનથી આઇફોનથી ૩જી ડેટા, પુશ ઇમેઇલ અને...

આઇફોનની અજાણી ખુબીઓ

એપલની કેલ્ક્યુલેટર એપમાં આંકડા લખતી વખતે કંઇ ભૂલ થાય તો એ છેલ્લો આંકડો ડિલીટ કરવા માટે કોઈ બેક સ્પેસ બટન ન દેખાતું હોવાથી તમે અકળાવ છો? આઇફોનમાં આંગળીના લસરકે આવી ભૂલ સુધારી શકો છો. સ્ક્રીન પર આંકડા પર આંગળીને ડાબી કે જમણી તરફ ફેરવતાં છેલ્લે ટાઇપ કરેલ આંકડો ડિલીટ થશે.  કોઇ કારણસર તમારો આઇફોન અચાનક હેન્ગ થયો કે તમારા કોઇ પણ જેસ્ચરનો જવાબ ન આપે તે રીતે અટકી પડ્યો? આ સ્થિતિમાં આઇફોનને તમારે જબરજસ્તીથી રિસ્ટાર્ટ કરવો પડશે એ માટે તમને પાવર બટન કામ નહીં આપે....
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.