તમને બે વાતની શુભેચ્છા આપીને આ લેખની શરૂઆત કરીએ – એક, તમારા બેંક ખાતામાં રૂપિયા પાંચ લાખથી વધુ રકમનું બેલેન્સ જળવાઈ રહે અને બે, તમારે એ રકમ હોસ્પિટલમાં ચુકવવાની ન થાય! આવી શુભેચ્છા આપવાનું કારણ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)માં આવેલો એક મોટો ફેરફાર છે.