જેલની સજા થયા પછી ઘણા ગુનેગારોનું હૃદય પરિવર્તન થતું હોય છે. એવો જ એક કિસ્સો અમેરિકામાં બહાર આવ્યો. આ કેસમાંં ગુનેગાર માંડ ૨૬ વર્ષનો છે અને તેને સાયબર ફ્રોડના વિવિધ કેસમાં ગુનેગાર ઠર્યા પછી આઠેક વર્ષની જેલની સજા થઈ છે. સજા થયા પછી તેણે એક અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો અને પોતે કેવી તરકીબ વાપરીને લોકોને છેતરતો હતો તેની વિગતવાર વાત કરી! આવું હૃદય પરિવર્તન કેમ થયું તેવા સવાલના જવાબમાં એ કહે છે કે ‘‘મને ઓલરેડી સજા થઈ ગઈ છે. મને લાગ્યું કે મારે લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.’’