તમારે સ્માર્ટફોનથી કોઈ પણ વ્યક્તિને ફોન જોડવો હોય ત્યારે મોટા ભાગે આપણે ફોનની કોલ એપ ઓપન કરીએ અને તેમાં એ વ્યક્તિના નામથી તેને સર્ચ કરવાનો પ્રયાસ કરીએ. એ વ્યક્તિને નજીકના સમયમાં આપણે કોલ કર્યો હોય તો રિસન્ટ કોલ હિસ્ટ્રીમાં તેમનું નામ દેખાઈ જાય અને આપણે સહેલાઈથી નવો કોલ જોડી શકીએ.