વાત ફિંગરપ્રિન્ટના સ્કેનિંગની હોય ત્યારે આપણે કોઈને કોઈ સપાટી પર આંગળીથી સ્પર્શ કરવો જ પડે. એ વિના છૂટકો જ નહીં. સ્માર્ટફોન અનલોક કરવો હોય ત્યારે ફોનના મોડેલ અનુસાર ફોનના પાછળના ભાગમાં પાવર બટન પર કે પછી આગળના ભાગમાં સ્ક્રીન પર કે અન્ય જગ્યાએ આપણા અંગૂઠા કે અન્ય આંગળીથી સ્પર્શ કરવો પડે છે.