
નવું વર્ષ હંમેશાં કંઈક નવું કરવાનો અદમ્ય ઉત્સાહ લાવતું હોય છે. હવેથી રોજ વહેલા સૂઇ જઇશું, રોજ વહેલા ઉઠીશું, ચા ઓછી કરી નાખવી છે, રોજ ચાલવા જવું છે, યોગા સેશન્સ તો નક્કી કરવાં જ છે, જિમમાં જવું છે, વેઇટલોસ કરવો છે, ઓઇલી ડાયેટ કંટ્રોલ કરવો છે… ટાર્ગેટ્સ તો કંઈ કેટલાંય હોય, એ બધાં સેટ કરવાં સહેલાં, પણ પાર પાડવાં મુશ્કેલ.
સમય સતત બદલાતો રહે છે, પણ થોડા સમયથી તેણે વેગ પકડ્યો છે! આપણી કલ્પના બહારનાં પરિવર્તનો આવી રહ્યાં છે. સ્કૂલ, પછી કોલેજ, પછી નોકરી… આ ઘટમાળ હવે બદલાઈ રહી છે. હવે આ ત્રણેય તબક્કે, સાથોસાથ કંઈક નવું શીખવું પડે છે. અહીં એવી કેટલીક સ્કિલ્સની વાત કરી છે, જેમાં તમે કરિયર બનાવી શકો કે જોબમાં આગળ વધી શકો – ડિગ્રી વિના.
મોટા ભાગના લોકોનો આવો ઉત્સાહ ચાર-પાંચ દિવસ કે ચાર-પાંચ અઠવાડિયાં ટકે. પરંતુ એવું કહેવાય છે કે કોઈ એક ધ્યેય માટે તમે જિંદગીના ફક્ત છ મહિના મચી પડો, તો એ છ મહિનામાં તમારી જિંદગી બદલાઈ જાય.