
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, લિંક્ડઇન, સ્નેપચેટ, યુટ્યૂબ… આ બધી સોશિયલ મીડિયા સાઇટ્સ કોઈ ને કોઈ ખાસ બાબત પર ફોકસ્ડ છે. કોઈમાં ટેકસ્ટ પોસ્ટ કરવા પર ફોકસ છે, કોઈમાં લેટેસ્ટ ન્યૂઝ પર, કોઈમાં ઇમેજ પર, કોઈમાં પ્રોફેશનલ નેટવર્કિંગ પર, તો કોઈમાં બ્રાન્ડ પ્રમોશન… એ કારણે દરેક સાઇટનું ઓડિયન્સ પણ અલગ અલગ હોય એ સ્વાભાવિક છે.