ફેસબુક, મેસેન્જરમાં આપણે કંઈક પોસ્ટ/ મેસેજ મૂકીએ તે પછી, બીજા લોકો પોતાના પ્રતિભાવ આપે છે. હવે આવી આપલે ‘લાઇવ’ થઈ શકશે – આ સારી વાત છે, તેમ જોખમી પણ છે.
સોશિયલ મીડિયાની દુનિયા સતત બદલાતી રહે છે. ખાસ કરીને પાછલાં થોડાં વર્ષોમાં આખી દુનિયા પર ટિકટોક એપ એટલી હદે છવાઈ ગઈ છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબને તો તેની સીધી અસર થાય જ, પણ ગૂગલ સર્ચને પણ ટિકટોકની ઝાળ લાગી રહી છે.