વોટ્સએપ એકાઉન્ટ સંબંધિત આપણને કોઈ પણ સમસ્યા હોય તો આપણે સીધો વોટ્સએપનો સંપર્ક કરી શકીએ છીએ. એ માટે વોટ્સએપ એપમાં સેટિંગ્સમાં હેલ્પ સેકશનમાં જવાનું હોય છે. અહીં ‘કોન્ટેક્ટ અસ’નો વિકલ્પ જોવા મળે છે. તેને ક્લિક કરતાં આપણે આપણી સમસ્યા વોટ્સએપને લખીને મોકલી શકીએ છીએ (વોટ્સએપ પેમેન્ટ સંબંધિત કોઈ તકલીફ હોય તો એ માટે પેમેન્ટ્સના હોમસ્ક્રીન પરથી સપોર્ટ માટે આગળ વધવાનું હોય છે).